અનિલભાઈ આર. શાહને મની એક્ષચેન્જના ક્ષેત્રે એવોર્ડ

- શિકાગોના ડાઉન ટાઉન વિસ્તારમાં વર્લ્ડ મની એક્ષચેન્જના સીઇઓ

Updated: Mar 31st, 2019


Google NewsGoogle News
અનિલભાઈ આર. શાહને મની એક્ષચેન્જના ક્ષેત્રે એવોર્ડ 1 - image



શિકાગો, તા. 25 માર્ચ 2019, સોમવાર

સમગ્ર અમેરિકા તેમજ ઇલીનોઇ રાજ્ય તથા શિકાગોના ડાઉન ટાઉન વિસ્તારમાં મની એક્ષચેંજ ક્ષેત્રમાં વ્યવસાય કરતી નાણાંકીય સંસ્થા આ વર્ષે ૩૧માં વર્ષમાં પ્રવેશ કરે છે અને આ સમયગાળા દરમ્યાન આ સંસ્થાએ તમામ ક્ષેત્રોમાં હરણફાળ પ્રગતિ કરેલ હોવાથી જેનો સમગ્ર યશ તેના માલિક અને સીઈઓ અનિલભાઈ આર. શાહના ફાળે જાય છે.

આ સંસ્થાને પ્રતિ વર્ષે અનેક એવોર્ડ આપવામાં આવેલ છે અને આ વર્ષે પણ ઇલીનોઇ રાજ્યમાં બેટર બિઝનેસ બ્યુરો દ્વારા નાણાંકીય ક્ષેત્રે સુંદર કામગીરી કરવા બદલ તેના પ્રેસીડન્ટ અને સીઈઓ સ્ટીવ બર્ન્સ દ્વારા બે માતબર એવોર્ડો વર્લ્ડ મની એક્ષચેંજ શિકાગોને અર્પણ કરવામાં આવેલ છે અને આ સમાચારો અત્રે વસવાટ કરતા ભારતીય સમુદાય તેમજ અન્ય લોકોમાં પ્રસરી જતાં સર્વત્ર જગ્યાએ આનંદની લાગણીઓ છવાઇ જવા પામી હતી.

શિકાગોના ડાઉન ટાઉન વિસ્તારમાં આવેલ વર્લ્ડ મની એક્ષચેંજના માલિક અને સીઈઓ અનિલભાઈ શાહે આ અંગેની એક મુલાકાતમાં અમારા પ્રતિનિધિને જણાવ્યું હતું કે, અમારી કરન્સી એક્ષચેન્જ છેલ્લા ૩૧ વર્ષથી સતત રીતે વિદેશી હૂંડિયામણના ક્ષેત્ર સાથે સંકળાયેલી છે.

અને માત્ર એક ભારતીય કંપની છે તેથી તેને આ ક્ષેત્રે સુંદર કામગીરી કરવા બદલ બેટર બિઝનેસ બ્યુરો દ્વારા સતત પણે બારમી વખત માન્યતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે અને તેની સાથે સાથે આ કરન્સી સંસ્થા સામે કોઇ પણ પ્રકારની ફરિયાદ ન હોવાનું જણાવી તે અંગેનો એવોર્ડ પણ આ સંસ્થાને આપવામાં આવ્યો હતો જે આ કંપની માટે એક ગૌરવ સમાન બીના છે.

આ કરન્સી એક્ષચેંજના માલિક અનીલભાઈએ અમોને વધુમાં જણાવ્યું હતું કે અમારી સંસ્થાને જે માન્યતા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ છે તેમાં (૧) પરસ્પર વિશ્વાસ સંપાદન (૨) પ્રમાણીકપણે જાહેરાત કરવી (૩) સત્ય વચનો બોલવા (૪) અમારી એક્ષચેંજનો પારદર્શક વહીવટ (૫) ગ્રાહકોને આપેલા વચનોનું પાલન (૬) જવાબદારી ભર્યો વહીવટ (૭) સુરક્ષીત ગોપનીયતા અને છેવટે (૮) આત્મીયતામાં જોડાવું વિગેરે કાર્યોનો જે ઉલ્લેખ કરવામાં આવેલ છે તે સમગ્ર બીના અમારી કંપનીના કાર્યનું એક ઉજળુ પાસુ છે એવું તેમણે વધારામાં જણાવ્યું હતું.

અમેરિકામાં વ્યવસાય કરતા તમામ લોકો તથા ભારતીય પરિવારના તમામ સભ્યોનો અમારી એંક્ષચેંજને સારો એવો સહયોગ પ્રાપ્ત થયેલ હોવાથી અમો આ હરણફાળ પ્રગતિ કરેલ છે અને જાહેર પ્રજા સાથે મીલીયન્સ ઓફ ડોલર્સની લેણદેણ કરે છે.

અમારી કરન્સી ગ્રાહકોની સાથે સાથે બેંકોને પણ તેઓની જરૂરીયાત પ્રમાણે સેવાઓ પુરી પાડે છે. અમો અમારી કરન્સીની અન્ય શાખાઓ પણ શરૂ કરવાનું વિચારીએ છીએ પરંતુ વ્યક્તિગત ધોરણે અમોએ અમારા રોજીંદા ગ્રાહકોને વધુ સેવા આપવાનું નક્કી કરેલ હોવાથી આ વિચાર હાલ તુરતમાં અમોએ મુલ્તવી રાખેલ છે.ભારત સરકારે હાલમાં આર્થિક ક્ષેત્રે જે હળવા નિયંત્રણોનો અમલ શરૂ કરેલ છે અને તે આધારે અમોએ અમારો ધંધો વધુ વિકસે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ આ બીઝનેસમાં પણ બે નંબરી ધંધાઓ શરૂ થતાં અમોએ તે યોજનાઓ પડતી મૂકી હતી.

અમારી કરન્સી એક્ષચેંજ દ્વારા અમેરિકામાં તેમજ કેનેડાના ડોલરનું સારા એવા પ્રમાણમાં આંતરિક પરસ્પર સારી એવી લેવડ દેવડ થાય છે અને તે પ્રમાણે યુરો, જાપાનીસ યાન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલીયન ડોલર્સની સારા એવા પ્રમાણમાં લેવડ દેવડ થાય છે એવું તેમણે અંતમાં જણાવ્યું હતું.


Google NewsGoogle News