Get The App

શિકાગોના ભારતીય સિનિયર સિટીઝન્સ દ્વારા 2023 ન્યુ યર ઈવની ઉજવણી

Updated: Jan 9th, 2023


Google NewsGoogle News


શિકાગોના ભારતીય સિનિયર સિટીઝન્સ દ્વારા 2023 ન્યુ યર  ઈવની ઉજવણી 1 - image

શિકાગો, 9 જાન્યુઆરી, 2023, સોમવાર

 

૩૧ મી ડિસેમ્બર ના રોજ ઈલીનોઈસ સ્ટેટમાં શિકાગોની નજીકમાં કેરોલ સ્ટ્રીમ નામના ટાઉનમાં આવેલા રાણા રેગન સેન્ટર માં લગભગ ૫૦૦ થી વધારે સભ્યો સાથે ૨૦૨૩ નવા વર્ષની પૂર્વ સંધ્યાની શરૂઆતમાં BSCના પ્રમુખ શ્રી હરિભાઇ પટેલે અને BSCના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પરસોતમ પંડયાએ સભ્યો તેમજ મહેમનોનું સ્વાગત કરી આવનાર નવા વર્ષની શુભેછાઓ પાઠવી હતી. ઈન્ડિયાથી આવેલ લાઈવ બોલીવુડના ગાયક કલાકાર  કોષા પંડયા, દીબયરાજ બોસ , શિવાની શાહના મ્યુજિક ગ્રુપ દ્વારા રાત્રિના  ૮ થી રાત્રિના ૧૨ વાગ્યા સુધી બૉલીવુડ ફિલ્મના ૬૦,૭૦ અને ૨૦૨૨ના નવા તથા જૂના ગીતો ગાઈને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. કેલિફોર્નિયાના ખાસ બેલી ડાન્સર્સનો શો રાખવામાં આવ્યો હતો . કોકટેલ માટે સાંજના ૬ થી ૮ વાગ્યાનો સમય રાખવામાં આવ્યો હતો.


શિકાગોના ભારતીય સિનિયર સિટીઝન્સ દ્વારા 2023 ન્યુ યર  ઈવની ઉજવણી 2 - image

રાત્રે ૧૨ વાગતા દરેક વ્યક્તિએ એકબીજાને નવા વર્ષની શુભેછાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતમાં BSC પ્રમુખ શ્રી હરિભાઇ પટેલે ન્યુ ઈયર પાર્ટી માટેની સફળતા માટે દરેક કમિટી મેમ્બર્સ અને હોદેદાર મિત્રો અને વાલઇન્ટિયર કે જેમણે ખૂબ જ ખંત પૂર્વક દરેક તબક્કે મન મૂકીને સેવા કરી હતી. તે દરેક મિત્રોનો ખરા દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો તમે બધાએ આવી સેવા ન આપી હોત તો આવો સફળ કાર્યક્રમ થઈ શક્યો હોત નહીં. અંતે તેમણે જણાવ્યું કે BSCએ સાવર કુંડલા ની હોસ્પિટલ માટે  જે ડોનેશન કરેલ તે દાતાઓનું સન્માન પુ. સંત શ્રી મોરારીબાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં BSC વતી શ્રી નવીનભાઈ ધોળકિયા સન્માનના અધિકારી બન્યા હતા પુ. મોરારિબાપુના હસ્તે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છેલ્લે બધા કમિટીના સભ્યોનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે US ખાતે મનોરંજન શૉ લાવનાર ભાવના મોદી અને સંજય મોદીએ હાજરી આપી હતી.

 નોંધ: વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માટે ગુજરાત સમાચાર શરૂ કરી રહ્યુ છે એક વિશેષ વિભાગ. આપના આસપાસના વિસ્તારમા બનતા સામાજીક ધાર્મિક કે સંસ્થાકિય જેવા કાર્યક્રમોની વિગતો આપના પોતિકા ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રસારિત કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો સાથેની વિગતો અમને મોકલી આપો.

સંપર્ક: gsns.global@gmail.com

Mo.No. +91-8799236060

 









Google NewsGoogle News