યુરોપ ફરવા જવું હોય તો શેંગેન વિઝા મેળવવા આ ભૂલો ન કરતાં નહીંતર અરજી કેન્સલ થઇ જશે
Shengen Visa Application: યુરોપ એ સાંસ્કૃતિક અને ભૌગોલિક રીતે વિવિધતાની વિશાળ શ્રેણી ધરાવતો દેશ છે. જેમાં સામેલ 44 દેશોની કુદરતી, ખડકો, લીલોતરી, હેરિટેજ ક્ષેત્રે અલગ જ ઓળખ ધરાવે છે. જ્યાં ફરવા જવાનું મોટાભાગના લોકોનું સ્વપ્ન હોય છે. આ સ્વપ્નને સાકાર કરતો શેંગેન વિઝા માટે અરજી કરતી વખતે અમુક ભૂલો તમારુ આ સ્વપ્નન પાછળ ઠેલવી શકે છે. અહીં આપવામાં આવેલી અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો યુરોપના 29 દેશોમાં મુક્તપણે ફરવાની મંજૂરી મેળવી શકો છો.
અધુરૂ એપ્લિકેશન ફોર્મ અને નાણાકીય જોગવાઈ: અધૂરું એપ્લિકેશન ફોર્મ એ વિઝા રિજેક્ટ થવાના પ્રાથમિક કારણો પૈકી એક છે. ખાતરી કરો કે દરેક વિભાગ ચોક્કસપણે સ્પષ્ટ રીતે ભરવામાં આવે છે. એપ્લિકેશન ફોર્મમાં રજૂ કરવામાં આવેલી માહિતીમાં વિસંગતતા અથવા ખોટી માહિતી આપવામાં આવે તો તમારી વિઝા અરજી રદ થઈ શકે છે. તમામ વિગતો સાચી અને સુસંગત છે કે નહિં, તેની ખાતરી કરવા માટે ફોર્મને બે વાર વાંચ્યા બાદ સબમિટ કરો. તમારી ટ્રિપને આવરી લેવા માટે પૂરતું ફંડ દર્શાવવામાં નિષ્ફળ રહ્યા તો તમારા વિઝા રિજેક્ટ થઈ શકે છે. બેન્ક સ્ટેટમેન્ટ અથવા નાણાકીય સ્થિરતાના અન્ય પુરાવા પ્રદાન કરવાની ખાતરી કરો.
ટ્રાવેલ ઈન્સ્યોરન્સ અને રોકાણની માહિતીઃ શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ અનિવાર્ય છે. જેથી મેડિકલ ઈમરજન્સી અને સારવાર માટે કવરેજ સહિતની તમામ જરૂરિયાતો પૂર્ણ કરતો ઈન્સ્યોરન્સ હોવો જરૂરી છે. દેશોની મુલાકાત સમયે ક્યાં રોકાવાના છો, તેની માહિતી અને પુરાવા રજૂ કરવા જોઈએ. હોટલ બુકિંગ અથવા હોસ્ટ તરફથી આમંત્રણ મળ્યું હોય તે રજૂ કરવુ પડશે. જેથી વિઝા રિજેક્ટ ન થાય. વધુમાં ફ્લાઈટની તમામ વિગતો પણ રજૂ કરવાની રહેશે. જેમ કે, કઈ ફ્લાઈટ લેશો, ક્યારે લેશો, કયાં એરપોર્ટ પર ઉતરશો વગેર...
મુલાકાત પાછળનો ઉદ્દેશઃ તમારી મુલાકાતનો હેતુ સ્પષ્ટપણે સમજાવવો જોઈએ. તેમજ તેને સહાયક ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા જોઈએ જેમ કે વિગતવાર પ્રવાસ કાર્યક્રમ અથવા આમંત્રણ પત્ર. સમય નિર્ણાયક છે. ખૂબ વહેલાં અથવા ખૂબ મોડે અરજી કરવી તમારી વિઝા રિજેક્શનની સંભાવનાને વધારી શકે છે. સામાન્ય રીતે, અરજી કરવાનો આદર્શ સમય તમારી આયોજિત મુસાફરીની તારીખના ત્રણ મહિના પહેલાનો છે.
એમ્બેસી/કોન્સ્યુલેટની સૂચનાઓને અવગણવીઃ દરેક શેંગેન દેશમાં ચોક્કસ જરૂરિયાતો હોઈ શકે છે. તમે જે દેશમાં અરજી કરી રહ્યા છો તેના દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો. તમારી પાસે તમારા પાસપોર્ટ, ફોટોગ્રાફ્સ, નાણાકીય નિવેદનો અને ચોક્કસ એમ્બેસી અથવા કોન્સ્યુલેટ દ્વારા જરૂરી કોઈપણ વધારાના ડોક્યુમેન્ટ્સ સહિત તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા જોઈએ.