Get The App

પ્રિન્સ હેરી સાથે સમાધાન ના કર્યું હોત તો મર્ડોક લાંબા થઈ ગયા હોત

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
પ્રિન્સ હેરી સાથે સમાધાન ના કર્યું હોત તો મર્ડોક લાંબા થઈ ગયા હોત 1 - image


- બુધવારે સુનાવણી થવાની હતી ત્યાં જ મર્ડોક ગુ્રપે માફી માગતું નિવેદન બહાર પાડયું હતું, કહે છે કે બે કરોડ પાઉન્ડ (લગભગ 220 કરોડ) હેરીને આપશે

- બ્રિટનના શાહી પરિવારનાં કબાટોમાં તો હાડપિંડરોનો ખજાનો છે. હેરીના પિતા ચાર્લ્સના ડાયનાને પરણ્યા પછી પણ બીજાની પત્ની કેમિલ્લા પાર્કર અને હોલીવુડની અભિનેત્રી બાર્બરા સ્ટ્રેઈનસ્ટેડ સાથે સેક્સ સંબંધો હતા. લફરાંબાજીમાં પ્રિન્સેસ ડાયના ચાર્લ્સને પણ ટપી ગઈ હતી. ડાયનાએ પોતે ઈન્ટરવ્યૂઝમાં પોતાના સેક્સ સંબંધો વિશે ખુલ્લેઆમ કબૂલાત કરેલી છે તેથી મર્ડોકને એ બધું છાપતાં કોઈ ટીવી પર બતાવતાં કોઈ રોકી શકે તેમ નથી. હેરીનો ભાઈ વિલિયમ્સ પણ લગ્નેતર સંબંધો ધરાવે જ છે. હેરી આવા ધનિક શાહી પરિવારનો નબિરો છે ને તેણે પણ ઓછા ખેલ કર્યા નથી.

બ્રિટનમાં શાહી પરિવારને છોડીને પત્ની મેઘન માર્કલ સાથે અમેરિકા રહેવા જતા રહેલા પ્રિન્સ હેરીએ મીડિયા મોગલ રૂપર્ટ મર્ડોક સાથે કરી લીધેલા સમાધાને ચકચાર જગાવી છે. હેરીએ મર્ડોકના ધ સન ટેબ્લોઈડ અખબાર સામે પોતાની અંગત જીંદગીમાં દખલ કરવા બદલ કોર્ટે કેસ કર્યો હતો. હેરીનો આક્ષેપ હતો કે, સન અખબાર દ્વારા ૧૯૯૬થી ૨૦૧૧ દરમિયાન પોતાની અંગત જીંદગી અંગે ૨૦૦થી વધારે આર્ટિકલ છાપીને ગેરકાયદેસર રીતે પોતાની અંગત જીંદગીમાં દખલ કરાઈ હતી. 

મર્ડોકના અખબારે પોતાની માતા પ્રિન્સેસ ડાયનાના સેક્સ સંબધો તથા અંગત જીંદગી વિશે પણ ગમે તેવા સમાચારો છાપીને પોતાને તથા પોતાના પરિવારને માનસિક ત્રાસ આપ્યો હતો. પોતાના પરિવારના ફોન ટેપ કર્યા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને કાયદાનો પણ ભંગ કર્યો હતો. 

હેરીએ કરેલા કેસમાં બુધવારથી સુનાવણી શરૂ થવાની હતી પણ છેલ્લી ઘડીએ હેરી દ્વારા કોર્ટને જાણ કરાઈ કે, આ કેસમાં કોર્ટ બહાર સમાધાન થઈ ગયું છે. મર્ડોકના ગ્રુપ દ્વારા હેરીની માફી માગતું નિવેદન પણ બહાર પાડી દેવાયું અને સમાધાનના ભાગરૂપે હેરીને આર્થિક વળતર અપાશે એવી જાહેરાત પણ કરી દેવાઈ. આ વળતર કેટલું હશે તેનો ફોડ હેરી દ્વારા પણ નથી પડાયો કે મર્ડોકના ગ્રુપે પણ નથી પાડયો પણ ૨ કરોડ પાઉન્ડ (લગભગ રૂપિયા ૨૨૦ કરોડ) હેરીને અપાશે એવું મનાય છે. ધ સન દ્વારા બ્રિટનના ભૂતપૂર્વ સાંસદ લોર્ડ વોટસનની પણ માફી માગવામાં આવી છે. 

હેરીએ પોતાના કેસમાં મર્ડોકના બંધ થઈ ગયેલા ધ ન્યુઝ ઓફ ધ વર્લ્ડ દ્વારા ૨૦૦૫થી ૨૦૧૧ દરમિયાન કરાયેલા ફોન ટેપિંગનો પણ ઉલ્લેખ કરેલો. ધ ન્યુઝ ઓફ ધ વર્લ્ડના પત્રકારોએ ગુમ થયેલા કે મોતને ભેટેલા લોકોના ફોન પર પણ કબજો કરીને તેમના વિશે સ્ટોરીઓ છાપેલી. 

મર્ડોકે તેમનાં સગાંને પણ વળતર આપવાનું સમાધાન કર્યું હોવાનું કહેવાય છે. આ સમાધાનના ભાગરૂપે મર્ડોકની કંપની તેમને ૧૦૦ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ ૧૧ હજાર કરોડ રૂપિયા આપશે એવું કહેવાય છે. 

હેરી અને મર્ડોક વચ્ચે થયેલા સમાધાને ચકચાર જગાવી છે કેમ કે મર્ડોકની કંપની કોઈની માફી માગતી નથી. દુનિયાનું સૌથી મોટું મીડિયા સામ્રાજ્ય ધરાવતા મર્ડોકે અત્યાર સુધીમાં અબજો ડોલર વળતર પેટે ચૂકવ્યા છે પણ કદી કોઈની માફી માગી નથી. મર્ડોકે પ્રિન્સ હેરીની માફી માગી તેનું કારણ એ છે કે, પ્રિન્સ હેરીનો કેસ આગળ વધ્યો હોત તો મર્ડોકની હાલત બગડી ગઈ હોત. 

મર્ડોકના અખબારો દ્વારા યુકેમાં હજારો લોકોના ફોન ટેપ કરાયા હતા. હેરીની તરફેણમાં મજબૂત કેસ હતો તેથી ચુકાદો તેની તરફેણમાં આવશે એ નક્કી મનાતું હતું. હેરીને વળતર ચૂકવવું પડે એટલો હજારો કેસ થાય ને બધાંને વળતર ચૂકવવામાં મર્ડોક લાંબા થઈ જાય તેથી મર્ડોકે કમને સમાધાન કરવું પડયું હોવાનું કહેવાય છે. 

મર્ડોક પાસે ૨૦૨૫માં ૨૨.૩૦ અબજ ડોલર (લગભગ રૂપિયા ૧.૯૪ લાખ કરોડ)ની સંપત્તિ છે તેથી રસ્તા પર ના આવી જાય પણ મોટો ખાડો તો પડી જ જાય. બીજું એ કે, કોર્ટમાં વિરૂદ્ધમાં ચુકાદા આવે એટલે પ્રતિષ્ઠા ને વિશ્વસનિયતાનું પણ ધોવાણ થઈ જ જાય. 

મર્ડોક માટે આ સમાધાન ફાયદાકારક છે પણ હેરી નુકસાનમાં રહ્યાનું મનાય છે. હેરીનો કેસ મજબૂત હતો એ જોતાં તેને બે કરોડ પાઉન્ડથી વધારે વળતર મળ્યું હોત. આ ઉપરાંત હેરી આ ખટલા વિશે બુક લખીને બીજા કરોડોની કમાણી કરી શક્યો હોત. હેરીની આત્મકથાની ૬૦ લાખ નકલો દુનિયાભરમાં વેચાઈ છે. મર્ડોક સાથેના તેના સંઘર્ષ, મર્ડોકની કંપનીના ફોન ટેપિંગ, પ્રિન્સેસ ડાયનાના સેક્સ સંબધો વિશેના વિચારો દ્વારા હેરી બેસ્ટ સેલર બુક લખી શક્યો હોત એ જોતાં હેરીએ ખોટું સમાધાન કરી લીધું એવું મનાય છે પણ હેરીએ મર્ડોક પાસેથી વધારે મોટી રકમ પડાવી હોય એવું પણ બને. 

બીજું એ કે, બુક તો હજુ પણ એ લખી જ શકે છે. મર્ડોક સામેનો કાનૂની જંગ લાંબો ચાલે તેના કરતાં અત્યારે જ જંગી રકમ લઈને તેનું ઈન્વેસ્ટમેન્ટ કરી દેવાનું શાણપણ હેરીએ બતાવ્યું હોય એ શક્ય છે. મર્ડોક પાસે સેંકડો અખબારો, ટીવી ચેનલો, ન્યુઝ પોર્ટલ્સ છે તેથી હેરી સમાધાન ના કરે તો તેનો ખાર રાખીને ભવિષ્યમાં તેને પરેશાન કરી શકે. 

બ્રિટનના શાહી પરિવારનાં કબાટોમાં તો હાડપિંડરોનો ખજાનો છે. હેરીના પિતા ચાર્લ્સના ડાયનાને પરણ્યા પછી પણ બીજાની પત્ની કેમિલ્લા પાર્કર અને હોલીવુડની અભિનેત્રી બાર્બરા સ્ટ્રેઈનસ્ટેડ સાથે સેક્સ સંબંધો હતા. 

લફરાંબાજીમાં પ્રિન્સેસ ડાયના ચાર્લ્સને પણ ટપી ગઈ હતી ને ડ્રાઈવરથી માંડીને ડોક્ટર સુધીનાં બધાં સાથે અય્યાશીઓ કરી હતી. ડાયનાએ પોતે ઈન્ટરવ્યૂઝમાં પોતાના સેક્સ સંબંધો વિશે ખુલ્લેઆમ કબૂલાત કરેલી છે તેથી મર્ડોકને એ બધું છાપતાં કે ટીવી પર બતાવતાં કોઈ રોકી શકે તેમ નથી. હેરીનો ભાઈ વિલિયમ્સ પણ લગ્નેતર સંબંધો ધરાવે જ છે. હેરી આવા ધનિક શાહી પરિવારનો નબિરો છે ને તેણે પણ ઓછા ખેલ કર્યા નથી. હેરીની પત્ની મેઘન માર્કલ એક્ટ્રેસ હતી ને ડિવોર્સી છે. માર્કલની જીંદગી પણ રંગીન છે તેથી ભવિષ્યમાં પ્રિન્સેસ ડાયનાની જેમ તેમની વાતો પણ મીડિયામાં ના આવે એટલે સમાધાન કરી લીધું હોય એ શક્ય છે.

- મર્ડોકના અખબારે 13 વર્ષની મિલિના રેપ-મર્ડર પછીય તેને જીવતી ગણાવીને સ્ટોરીઓ ચલાવેલી !

બ્રિટનમાં ધ ન્યુઝ ઓફ ધ વર્લ્ડ ફોન ટેપિંગ સ્કેન્ડલે ૨૦૧૧માં ખળભળાટ મચાવ્યો પછી ન્યુઝપેપર બંધ કરી દેવું પડયું એ પહેલાં ન્યુઝ ઓફ ધ વર્લ્ડ દુનિયામાં સૌથી વધુ વેચાતાં અંગ્રેજી અખબારોમાં એક હતું. ન્યુઝ કોર્પોરેશનના માલિક રૂપર્ટ મર્ડોકનું ધ ન્યુઝ ઓફ ધ વર્લ્ડ દર રવિવારે પ્રસિધ્ધ થતું અને તેમાં સેક્સ સ્કેન્ડલ, પર્સનલ લાઈફ, ગોસિપ વગેરે મસાલેદાર રીપોર્ટ છપાતા. 

આ અખબારના પત્રકારોએ ટેલીફોન કંપનીઓને નાણાં આપીને સેલિબ્રિટી, રાજકારણીઓ અને બ્રિટનના શાહી ખાનદાનનાં લોકોના ફોન ટેપ કર્યા હતા. આ ફોન ટેપિંગ પરથી સ્ટોરીઝ છપાતી ને ધૂમ મચાવતી. 

સરેમાં ૨૦૧૧માં ૨૧ માર્ચે મિલિ ડાઉલર નામની ૧૩ વર્ષની સ્કૂલમાં ભણતી છોકરી ગુમ થયેલી. લેવી બેલફિલ્ડ નામના સીરિયલ કિલરે તેના પર બળાત્કાર ગુજારીને તરત જ હત્યા કરી નાંખેલી પણ તેનો મૃતદેહ નહોતો મળ્યો. ધ ન્યુઝ ઓફ ધ વર્લ્ડના પત્રકારોએ મિલિના ફોનના વોઈસ મેલનો કબજો મેળવીને તેનાં માતા-પિતાને મેસેજ મોકલવા માંડયા. આ રીતે મિલી જીવતી હોવાની છાપ ઉભી કરીને રોજ તેને લગતા અપડેટ્સની સ્ટોરી છપાતી. ૨૦૧૧ના જૂનમાં લેવી બેલફિલ્ડ ઝડપાયો ત્યારે તેણે ચાર છોકરીઓની હત્યાની કબૂલાત કરી તેમાં એક નામ મિલીનું પણ હતું. 

આ કબૂલાતે અખબારનો ભાંડો ફોડી નાંખ્યો. તપાસ શરૂ કરાઈ તેમાં ખબર પડી કે, ન્યુઝ ઓફ ધ વર્લ્ડના પત્રકારોએ આ રીતે સંખ્યાબંધ મૃત સૈનિકો, બોમ્બમારામાં મરાયેલાં લોકો વગેરેના ફોન પર કબજો કરીને મેસેજ મોકલેલા. લોકોના ભારે આક્રોશના પગલે છેવટે આ અખબાર બંધ કરી દેવુ પડેલું.

- પ્રિન્સેસ ડાયનાના ડ્રાઈવરથી ડોક્ટર સુધી 10 પુરૂષો સાથે સેક્સ સંબંધો

પ્રિન્સેસ ડાયના ૩૧ ઓગસ્ટ, ૧૯૯૭ના રોજ પેરિસમાં પોન્ટ દ લ'આલ્મા ટનલમાં થયેલા એક્સિડન્ટમાં ગુજરી ગઈ તેના માટે પાપારાઝી એટલે કે મીડિયા જવાબદાર હતું. ડાયના પોતાના પ્રેમી ડોડી ફયાદ સાથે કારમાં જઈ રહી હતી ત્યારે પાપારાઝી તેની પાછળ પડેલા. તેમનાથી બચવા ડાયનાએ ડોડીના ડ્રાઈવર હેન્રી પૌલને કાર ઝડપથી ભગાવવા કહ્યું તેમાં થયેલા આકસ્માતમાં ત્રણેયનાં મોત થયેલાં જ્યારે ડોડીનો બોડીગાર્ડ ટ્રેવર રીસ જોન્સ બચી ગયો હતો.  

ડાયનાના મોતે મીડિયાની મસાલેદાર સમાચારો મેળવવા માટે સેલિબ્રિટીની જીંદગીમાં દખલ કરવાના વલણની આકરી ટીકા થઈ હતી પણ બ્રિટિશ મીડિયાને તેનાથી કોઈ ફરક પડયો નહોતો. પ્રિન્સેસ ડાયનાની રંગીન અંગત જીદગીની વાતો એ પછી પણ મરી-મસાલા સાથે છપાતી રહી હતી. 

ડાયના કઈ રીતે પ્રિન્સ ચાર્લ્સને પરણેલી હોવા છતાં પોતાના બોડીગાર્ડથી માંડીને ડોક્ટર સુધીનાં લોકો સાથે મહેલમાં જ સેક્સ માણતી તેની વાતો લાંબા સમય સુધી મીડિયામાં આવતી રહી હતી. 

ડાયનાના પ્રેમીઓની સંખ્યા બહુ મોટી હોવાથી આવી વાતોનો તોટો નહોતો. ડાયનાના પ્રિન્સ ચાર્લ્સ સાથેનાં લગ્ન પછી તરત પોતાના બોડીગાર્ડ બેરી મન્નાકી સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. ડાયનાએ બેરી સાથેના સંબંધોને પોતાની જીંદગીના શ્રેષ્ઠ સેક્સ અને પ્રેમ સંબંધ ગણાવેલા. આ સિવાય આર્મી ઓફિસર અને હોર્સ ટ્રેઈનર જેમ્સ હેવિટ્ટ, તેના જૂના મિત્ર ડેમ્સ ગિલ્બી, આર્ટ ડીલર ઓલિવર હોર, ડો. હસનત ખાન, રગ્બી સ્ટાર વિલ કાર્લિંગ સહિત ૧૦ પુરૂષો સાથે ડાયનાના સેક્સ સંબંધો હતા.


News-Focus

Google NewsGoogle News