પાકિસ્તાન આર્મીનો ટ્રમ્પને વેલકમ મેસેજઃ થાય એ કરી લો, ઈમરાન નહીં છૂટે
- પાકિસ્તાનની કોર્ટે અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઐસીતૈસી કરીને ઈમરાનને બૂચ મારી દીધો છે
- ટ્રમ્પના મહત્વના બે સાથી રિચાર્ડ ગ્રેનેલ અને મેટ્ટ ગ્રીટ્ઝ ઈમરાનને મુક્ત કરી દેવો જોઈએ એવું કહી ચૂક્યા છે. ગ્રેનેલ અને ગીટ્ઝ પાસે નિવેદનો કરાવીને ટ્રમ્પે આડકતરી રીતે ઈમરાનને છોડી મૂકવા પાકિસ્તાનના સત્તાધીશોને કહ્યું છતાં ઈમરાનને સજા થઈ તેનો મતલબ એ કે, પાકિસ્તાનને અમેરિકાની પરવા નથી. પાકિસ્તાનમાં લશ્કર સર્વેસર્વા છે તેથી અદાલતો લશ્કરના ઈશારે જ કામ કરે છે. લશ્કરે ટ્રમ્પને આડકતરી રીતે કહી જ દીધું છે કે, તમારાથી જે ઉખાડાય એ ઉખાડી લો પણ ઇમરાનને તો નહીં જ છોડીએ. પાકિસ્તાનનું આર્મી ચીનના ખિલે કૂદાકૂદ કરી રહ્યું છે એ કહેવાની જરૂર જ નથી.
પાકિસ્તાનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને અલ કાદર એજ્યુકેશન ટ્રસ્ટના નામે ભ્રષ્ટાચારના કેસમાં ૧૪ વર્ષની જેલની સજા થતાં સનસનાટી મચી છે. આ કેસમાં રાવલપિંડીની અદિયાલા જેલ કોર્ટે ઈમરાનની પત્ની બુશરા બીબીને પણ ૭ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અલકાદિર યુનિવર્સિટી બાંધવાના નામે ભ્રષ્ટાચાર કર્યો હોવાના કેસમાં ઈમરાન અને તેની પત્ની બુશરા બંનેને કોર્ટે ૭-૭ વર્ષની સજા ફટકારી છે જ્યારે ઈમરાનને સત્તાના દુરુપયોગ માટે પણ દોષિત ઠેરવ્યો છે તેથી તેને વધારાની ૭ વર્ષની સજા થઈ છે.
અદિયાલા જેલ કોર્ટે ઈમરાન અને બુશરા બીબીને લગભગ ૨૧૦૦ કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ઈમરાન ખાન ઓગસ્ટ ૨૦૨૩થી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે ને હવે આ ચુકાદા પછી કાયમ માટે અદિયાલા જેલમાં બંધ થઈ જાય એવી શક્યતા છે. બુશરા પણ જેલની હવા ખાતી હતી પણ થોડા મહિના પહેલાં જ જામીન મળેલા તેથી બહાર હતી પણ સજા થતાં તેને પણ પાછી જેલની હવા ખાતી કરી દેવાઈ છે.
પાકિસ્તાનમાં રાજકારણીઓને સજા થાય એ નવાઈની વાત નથી. પરવેઝ મુશર્રફથી માંડીને નવાઝ શરીફ સુધીના ઘણા શાસકોને ભ્રષ્ટાચારના કેસોમાં સજા થઈ છે અને તેમણે દેશ છોડીને ભાગવું પણ પડયું છે. ઈમરાન સામે તો કેસોનો ઢગલો છે છતાં તેને સજા થઈ તેના કારણે આશ્ચર્ય ફેલાયું છે કેમ કે પાકિસ્તાનની કોર્ટે અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઐસીતૈસી કરીને ઈમરાનને બૂચ મારી દીધો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાન વિશે કોઈ નિવેદન નથી આપ્યું પણ ટ્રમ્પના મહત્વના બે સાથી ઈમરાનને મુક્ત કરી દેવો જોઈએ એવું કહી ચૂક્યા છે. ટ્રમ્પે રિચાર્ડ ગ્રેનેલને નવેમ્બરમાં પોતાનાં ખાસ મિશન્સ માટેના ખાસ દૂત તરીકે નિમણૂક આપી હતી. ગ્રેનેલે ટ્રમ્પનાં ખાસ મિશનોમાં ઈમરાનની મુક્તિનો પણ સમાવેશ થતો હોવાનો સંકેત આપીને કહેલું કે, પાકિસ્તાનમાં ટ્રમ્પ જેવો નેતા સાવ ફાલતુ કેસોમાં જેલની હવા ખાય છે તેથી લોકોએ રસ્તા પર ઉતરી આવવું પડે છે. ડીસેમ્બરમાં ગ્રેનેલે ફરી એ જ વાત દોહરાવીને ઈમરાનને જેલમાંથી છોડી દેવો જોઈએ એવું સાફ શબ્દોમાં કહેલું.
ટ્રમ્પના ખાસ દોસ્ત અને અમેરિકાના એટર્ની જનરલ નિમાયેલા મેટ્ટ ગીટ્ઝે તો ઈમરાનને મુક્ત કરો એવી સીધી માગણી જ કરેલી. ગ્રેનેલ અને ગીટ્ઝ પાસે નિવેદનો કરાવીને ટ્રમ્પે આડકતરી રીતે ઈમરાનને છોડી મૂકવા પાકિસ્તાનના સત્તાધીશોને કહ્યું છતાં ઈમરાનને સજા થઈ તેનો મતલબ એ કે, પાકિસ્તાનને અમેરિકાની પરવા નથી. પાકિસ્તાનમાં લશ્કર સર્વેસર્વા છે તેથી અદાલતો લશ્કરના ઈશારે જ કામ કરે છે. લશ્કરે ટ્રમ્પને આડકતરી રીતે કહી જ દીધું છે કે, તમારાથી જે ઉખાડાય એ ઉખાડી લો પણ ઇમરાનને તો નહીં જ છોડીએ. પાકિસ્તાનનું આર્મી ચીનના ખિલે કૂદાકૂદ કરી રહ્યું છે એ કહેવાની જરૂર જ નથી.
પાકિસ્તાની લશ્કરે અમેરિકાને બતાવવા સજા કરાવી એ સ્પષ્ટ છે કેમ કે ઈમરાન ખાન અને બુશરા બીબીને સજા થઈ એ અલ કાદર ટ્રસ્ટ એજ્યુકેશનલ ટ્રસ્ટનો કેસ સાવ રદ્દી છે. ઇમરાન ખાને ૨૦૧૯માં ધાર્મિક શિક્ષણ આપવા માટે આ ટ્રસ્ટના નેજા હેઠળ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી. ઈમરાનનો ઈરાદો લોકોનું ભલું કરવાનો નહોતો પણ ભ્રષ્ટાચાર માટે આ યુનિવર્સિટી બનાવાઈ હતી ને તેના મૂળમાં પ્રોપર્ટી ટાયકૂન મલિક રિયાઝ હતો.
ઈમરાન વડાપ્રધાન હતો ત્યારે મલિક રીયાઝની ૧૯ કરોડ પાઉન્ડ (લગભગ ૨૧૦૦ કરોડ રૂપિયા)ની સંપત્તિ યુનાઇટેડ કિંગડમની નેશનલ ક્રાઇમ એજન્સી (શભછ) દ્વારા જપ્ત કરવામાં આવી હતી. પાકિસ્તાન અને યુકે વચ્ચે કરાર હોવાથી એનસીએએ આ સંપત્તિ પાકિસ્તાન સરકારને ટ્રાન્સફર કરવાનું નક્કી કરાયું હતું. આ અંગેની જાણ ઈમરાન સરકારને કરાઈ એ સાથે જ ભ્રષ્ટાચારનો ખેલ શરૂ થયો.
સૌથી પહેલાં તો ઈમરાનના કહેવાથી એનસીએએ રિયાઝ સામે કોઈ કેસ ના કર્યો. બલ્કે તેની સાથે એક કરાર કરીને કરોડોની સંપત્તિ ટાંચમાં લીધી તેને સિવિલ મેટર ગણાવી દીધી. ઈમરાનની સરકારે પણ મલિક સાથે ખાનગી કરાર કરીને તેને કોઈ સજા નહીં કરાવાય એવી ખાતરી આપી દીધી.
૩ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ઇમરાન ખાને ખાનગી કરારની વિગતો જાહેર કર્યા વિના યુકે ક્રાઇમ એજન્સી સાથે સમાધાન માટે કેબિનેટ પાસેથી મંજૂરી મેળવી લીધી. એ વખતે ઈમરાને એવું કહેલું કે, મલિક રિયાઝનાં નાણાં પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી દેવામાં આવશે અને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે શું કરવું એ નક્કી કરાશે.
ઈમરાન ખાને રીયાઝ મલિકનાં નાણાં યુકે પાસેથી પાછાં મળ્યાં પછી એ સરકારી તિજોરીમાં જમા કરાવવનાના બદલે મલિકને આપી દીધી. મલિક રિયાઝે બદલામાં અલ કાદિર ટ્રસ્ટને અબજો રૂપિયાની જમીન અને બુશરા બીબીને હીરાની વીંટી પણ ભેટમાં આપી. ઈમરાને રિયાઝ સામેના બધા કેસ બંધ કરીને તેને બીજી મોટી રાહત કરી આપી હતી.
ઈમરાન અને બુશરાએ ભ્રષ્ટાચાર કર્યો હશે પણ ભારત-પાકિસ્તાન જેવા દેશોમાં ભ્રષ્ટાચારની નવાઈ જ નથી. આ પ્રકારનો ભ્રષ્ટાચાર સત્તામાં બેઠેલાં બધાં કરે છે પણ ભાગ્યે જ કોઈને સજા થાય છે. ઈમરાન-બુશરાને સજા કરવા માટે કોઈ પુરાવા પણ નથી.
રસપ્રદ વાત એ છે કે, ભ્રષ્ટાચારમાં સામેલ રિયાઝના નિવેદનને આધારે ઈમરાન-બુશરાને સજા કરી દેવાઈ છે જ્યારે ઈમરાન-બુશરાએ જેના ભ્રષ્ટાચારને છાવર્યો એ રિયાઝ અને તેની દીકરી અંબર ખુલ્લાં ફરે છે. ઈમરાને રિયાઝને જે રકમ પાછી આપી દીધેલી એવું કહેવાય છે એ રકમ પણ પાકિસ્તાન સરકારે જપ્ત કરી નથી કે રિયાઝ સામે કોઈ કેસ પણ કર્યો નથી.
લાંચ લેનાર દોષિત કહેવાય તો લાંચ આપનાર પણ દોષિત કહેવાય કે નહીં ?
- અબજોપતિ મલિકે ઈમરાન સાથે ગદ્દારી કરી, મલિકનો ઉપયોગ આર્મીએ ચીફ જસ્ટિસ ચૌધરી સામે પણ કરેલો
ઈમરાન ખાનને સજા કરાવવા માટે ઈમરાનના વિરોધી એવા પાકિસ્તનના આર્મીએ અબજોપતિ મલિક હુસૈન રીયાઝને પ્યાદુ બનાવ્યો છે. પાકિસ્તાની મીડિયામાં મલિક રિયાઝ અને તેમની પુત્રી અંબરના ૨ મિનિટ અને ૧૭ સેકન્ડની ઓડિયો ટેપ લીક થઈ હતી.
ટેપમાં રિયાઝને અંબર કહે છે કે ઈમરાનની પત્ની બુશરા બીબી ૩ કરેટના બદલામાં ૫ કેરેટનો હીરો માગી રહી છે કે જેની વીંટી પોતે જ બનાવી દેશે અને વીંટીનો ખર્ચ આપણે આપવો પડશે. તેના બદલામાં ઈમરાન સરકાર પાસે રિયાઝને કોન્ટ્રાક્ટ અપાવશે અને તેની સામેનો કેસ પણ બંધ કરાવી દેશે.
અંબર મલિકને એમ પણ કહે છે. મેં ફરાહ ગોગી સાથે બધી વાત કરી લીધી છે. બુશરા અને ફરાહે ખાન સાહેબ સાથે વાત કરી લીધી છે. ખાનસાહેબ તરત બધી ફાઇલોને મંજૂરી આપી દેશે. મલિક રિયાઝ દીકરીને ૫ કેરેટનો હીરો આપવા મંજૂરી આપી હતી.
આ પહેલાં ૨૦૧૨માં મલિક રિયાઝ હુસૈને પાકિસ્તાનના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઈફ્તિખાર મુહમ્મદ ચૌધરીના પુત્ર અર્શલાન ચૌધરી સાથે પણ ગદ્દારી કરેલી. ઈફ્તિખાર ચૌધરીના કારણે જનરલ પરવેશ મુશર્રફે સત્તા છોડવી પડી. રિયા મલિકે અર્શલાન સામે કોર્ટની કાર્યવાહીમાં પુરાવા પૂરા પાડયા હતા.
રિયાઝે એફિડેવિટ કરીને કહેલું કે, ચીફ જસ્ટિલના પુત્રે તેને રોકડ અને અન્ય ભેટો માટે બ્લેકમેલ કર્યો હતો. પોતે અર્શલાનની પ્રવૃત્તિઓ વિશે ચીફ જસ્ટિસને જાણ કરેલી પણ તેના પર ધ્યાન નહોતું અપાયું, રિયાઝની જુબાનીના કારણે ઈફ્તિખાર ચૌધરીએ બલૂચિસ્તાન બોર્ડ ઓફ ઈન્વેસ્ટમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ પદેથી રાજીનામું આપ્યું હતું.
- ફરાહ ગોગીએ બહેન મુશરત સાથે ઈમરાનના સંબંધો બંધાવીને ભરપૂર ફાયદો લીધો
ઈમરાન ખાનને સજા થઈ એ કેસમાં એક મહત્વનું પાત્ર ફરહત શહઝાદી ઉર્ફે ફરાહ ગોગી છે. ઈમરાને અલ કારિદ ટ્રસ્ટ બનાવ્યું ત્યારે પોતે, બુશરા બીબી અને ફરાહ ગોગી એમ ત્રણ જ ટ્રસ્ટી હતાં. પછી ઈમરાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફ (ઁ્ૈં) ના નેતા અનવર બવાન અને ઝુલ્ફી બુખારીને ટ્રસ્ટમાં લેવામાં આવ્યા હતા. ફરાહ ગોગીની નાની બહેન મુશરત ખાન ઈમરાનની પ્રેમિકા હોવાનું કહેવાય છે. ઈમરાનની કેટલીક ઓડિયો સેક્સ ટેપ બહાર આવતાં ખળભળાટ મચ્યો હતો. આ પૈકી એક ટેપ મુશરત સાથેની હોવાનું કહેવાય છે. અત્યંત ખૂબસૂરત મુશરત યુકેમાં રહે છે. ઈમરાનની સરકાર વખતે ફરાહ ધારે એ કરી શકતી અને કરોડો રૂપિયા એકઠા કરેલા.
ફરાહ ગોગી બુશરા બીબીના કારણે ઈમરાનના સંપર્કમાં આવી હતી. ફરાહ ગોગીના લગ્ન ગુજરાનવાલાના સાસંદ ઈકબાલ ગુજ્જરના પુત્ર અહેસાન જમીલ ગુર્જર સાથે થયા છે. ઈકબાલ ગુજ્જર નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવા)ના સાંસદ છે. બુશરા બીબીનો માણેક પરિવાર આધ્યાત્મિકતા સાથે જોડાયેલો હોવાથી અહેસાન જમીલ ગુજ્જરે પોતાની તકલીફો માટે તેમની શરણમાં જતો હતો. તેમાંથી બુશરા અને ફરાહની દોસ્તી થઈ હતી. ઈમરાન પણ બુશરા પાસે માર્ગદર્શન માટે પાકપટ્ટન આવતો હતો.
એ વખતે ગુજ્જર સાથે દોસ્તી થઈ ને ઈમરાનનો ફરાહ સાથે પરિચય થયો. ઈમરાનની નજીક આવવા માટે ફરાહે પોતાની બહેન મુશરત સાથે ઈમરાનનો પરિચય કરાવ્યો. ઈમરાને બુશરા સાથે લગ્ન કર્યાં એ પહેલાં જ મુશરત સાથે તેના સંબંધો હતા.