સાન ફ્રાન્સિસ્કોથી દિલ્હી માત્ર 40 મિનિટમાં : મસ્કનું સ્ટારશિપ ચમત્કાર કરશે
- સ્પેસએક્સે બનાવેલા સ્ટારશિપ રોકેટને મસ્ક 'અર્થ ટુ અર્થ'ની સફરમાં વાપરશે
- સામાન્ય રીતે રોકેટ અવકાશયાત્રા માટે વપરાય છે પણ મસ્કની યોજના પૃથ્વી પર જ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે રોકેટનો ઉપયોગ કરવાની છે. લગભગ ૪૦૦ ફૂટ ઊંચાઈ ધરાવતું સ્ટારશિપ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી રોકેટ છે. મસ્ક અર્થ ટુ અર્થ એટલે તે પૃથ્વીથી પૃથ્વીની સફર માટે સ્ટારશિપ રોકેટ વાપરવા માગે છે. સામાન્ય રીતે રોકેટ પૃથ્વી પરથી છોડાય પછી પૃથ્વીથી દૂર અવકાશ તરફ ગતિ કરે છે. મસ્કની યોજના સ્ટારશિપ રોકેટને પૃથ્વીની સપાટીની સમાંતર ગતિ કરાવવાનો છે તેથી પ્લેનની જેમ રોકેટમાં પણ લોકો મુસાફરી કરી શકશે. ટ્રમ્પ દ્વ્રારા એકસાથે ૧,૦૦૦ જેટલા મુસાફરોને સમાવી શકાય તેવી સ્ટારશિપની કલ્પના કરવામાં આવી છે.
લંડનથી ન્યૂયોર્ક માત્ર ૨૯ મિનિટમાં પહોંચી શકાય કે પછી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી દિલ્હી ૪૦ મિનિટમા પહોંચી શકાય એવું કોઈ કહે તો કેવું લાગે ? કોઈને પણ આ વાત કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી લાગે પણ આ વાત એલન મસ્ક કરે તો ? આખી દુનિયા ધ્યાન દઈને સાંભળે અને અત્યારે એવું જ થઈ રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ઈનિંગમાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (ખછછ) એ ૨૦૨૫માં જ ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સની મહત્વાકાંક્ષી 'અર્થ ટુ અર્થ' મુસાફરીના સ્ટારશિપ પ્રોજેક્ટને મંજૂરી આપે એ સાથે જ માત્ર ૪૦ મિનિટમાં જ ભારતથી અમેરિકા પહોંચવાનું શક્ય બનશે.
અમેરિકામાં પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટાતાં જ ઇલોન મસ્કના મહત્વાકાંક્ષી સ્ટારશિપ પ્રોજેક્ટને મંજૂરી મળી જશે એવો સંકેત મળ્યો છે. આ સંકેત બીજા કોઈએ નહીં પણ મસ્કે પોતે આપ્ય છે અને કહ્યું છે કે, એકાદ-બે વર્ષમાં જ પૃથ્વીના એક છેડેથી બીજા છેડે મિનિટોમાં પહોંચી જવાય એવું શક્ય બનશે. બિલિયોનેર ઇલોન મસ્ક ભારતીય મૂળના બિઝનેસમેન અને રાજકારણી વિવેક રામાસ્વામી સાથે મળીને ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ર્ઘંય્ઈ)નું સહ-નેતૃત્વ કરવાના છે તેથી મસ્ક પોતે સરકારનો હિસ્સો હશે એ જોતાં તેમના માટે સ્ટારશિપ પ્રોજેક્ટને મંજૂરી અપાવવી અઘરી વાત નથી. ટ્રમ્પના શાસનમાં મસ્ક માટે મોસળમાં જમણવાર ને મા પિરસે એવો નહીં પણ ઘરમાં જ જમણવાર જેવો ઘાટ છે તેથી સ્ટારશિર પ્રોજેક્ટને મંજૂરી મળે એ સમયનો જ સવાલ છે.
અત્યારે ભારતથી અમેરિકા પહોંચતાં ૨૪ કલાકનો સમય લાગે છે ત્યારે એક કલાકથી પણ ઓછા સમયમાં અમેરિકા પહોંચી શકાય એવો ચમત્કાર કઈ રીતે થશે એવો સવાલ થવો સ્વાભાવિક છે. આ સવાલનો જવાબ મેળવવા માટે સ્ટારશિપ પ્રોજેક્ટને સમજવો જરૂરી છે. અત્યારે હવાઈ મુસાફરી માટે વિમાનોનો ઉપયોગ થાય છે કે મહત્તમ કલાકના ૧૦૦૦ કિલોમીટરની સ્પીડે ભાગી શકે છે. બોઈંગ સહિતની કંપનીઓ દ્વારા બનાવાયેલાં વિમાનો ૧૦૦૦ કિલોમીટર કરતાં વધારે ઝડપે નથી દોડી શકતાં. એલન મસ્કની સ્પેસએક્સે બનાવેલું સ્ટારશિપ વિમાન નહીં પણ રોકેટ છે અને ૨૭ હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભાગી શકે છે. સામાન્ય રીતે રોકેટ અવકાશયાત્રા માટે વપરાય છે પણ મસ્કની યોજના પૃથ્વી પર જ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે રોકેટનો ઉપયોગ કરવાની છે. લગભગ ૪૦૦ ફૂટ ઊંચાઈ ધરાવતું સ્ટારશિપ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી રોકેટ છે. સ્ટારએક્સ કંપનીનું વધુ ઉપયોગમાં લેવાતું ફાલ્કન ૯ રોકેટ ૨૨૯ ફૂટ ઊંચું છે અને એપોલો મિશનને ચંદ્ર પર લાવનાર સેટર્ન ફ રોકેટ ૩૬૩ ફૂટ ઊંચું હતું. સ્ટારશિપ મૂળ તો મંગળ ગ્રહ પર જવા માટે બનાવાયું હતું પણ હવે તેનો ઉપેયોગ પૃથ્વી પર જ મૂસાફરી માટે થશે.
મસ્ક અર્થ ટુ અર્થ એટલે તે પૃથ્વીથી પૃથ્વીની સફર માટે સ્ટારશિપ રોકેટ વાપરવા માગે છે અને મૂળ તો લગભગ એક દાયકા પહેલાં ટ્રમ્પ દ્વારા તેની કલ્પના કરવામાં આવી હતી.
સામાન્ય રીતે રોકેટ પૃથ્વી પરથી છોડાય પછી પૃથ્વીથી દૂર અવકાશ તરફ ગતિ કરે છે. મસ્કની યોજના સ્ટારશિપ રોકેટને પૃથ્વીની સપાટીની સમાંતર ગતિ કરાવવાનો છે તેથી પ્લેનની જેમ રોકેટમાં પણ લોકો મુસાફરી કરી શકશે. ટ્રમ્પ દ્વ્રારા એકસાથે ૧,૦૦૦ જેટલા મુસાફરોને સમાવી શકાય તેવી સ્ટારશિપની કલ્પના કરવામાં આવી છે.
સ્ટારશિપની યોજનામાં કેટલાક વૈજ્ઞાાનિક અવરોધો પણ છે ને તેમાં સૌથી મોટો અવરોધ પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ બળ છે. પૃથ્નીનું ગુરૂત્વાકર્ષણ બળ કોઈ પણ ચીજને પૃથ્વીની સપાટી તરફ ખેંચી રાખે છે અને દૂર જવા માટે બળ લગાવવું પડે છે. વિજ્ઞાાનીઓ કોઈ પણ ચીજને પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ બળથી દૂર કરવા માટે કેટલી તાકાત લગાવવી પડશ તેની ગણતરી કરતા હોય છે.
આ ગણતરી દ્વારા પ્લેન કે રોકેટ વગેરે પણ ઉડાન ભરે ત્યારે કેટલી તાકાત લગાવવી પડશે એ નક્કી થતું હોય છે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ ગુરૂત્વાકર્ષણ બળની અસર ઘટતી જાય છે. મસ્ક આ સિધ્ધાંતનો ઉપયોગ કરીને સ્ટારશિપને ઉડાડશે કે જેથી ગુરૂત્વાકર્ષણ બળ અવરોધરૂપ ના બને.
અલબત્ત મુસાફરોને લિફ્ટઓફ અને લેન્ડિંગ દરમિયાન તીવ્ર ગુરૂત્વાકર્ષણ બળનો અનુભવ થશે. એક વાર સ્ટારશિપ પૃથ્વીને સમાંતર દોડવા માંડે ત્યારે એટલે કે ફ્લાઇટની મધ્યમાં ઓછું ગુરુત્વાકર્ષણ લાગશે પણ ત્યારે પણ મુસાફરોએ સીટ બેલ્ટ બાંધી રાખવા પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બનતાં મસ્કને પોતાની સાયન્સ અને ટેકનોલોજીની મહત્વાકાંક્ષા યોજનાઓને વાસ્તવિકતામાં ફેરવવાની તક મળી ગઈ છે. મસ્ક પાસે બીજી પણ ઘણી યોજનાઓ છે, મસ્ક એક પછી એક કઈ નવી નવી યોજનાઓ બહાર કાઢે છે એ જોઈએ.
- સ્ટારશિપ કલાકના ૩૦ હજાર કિલોમીટરની સ્પીડે ભાગશે, મિનિટોમાં ગમે ત્યાં પહોંચાડશે
અત્યારે ચીને બનાવેલી
ઘખ-૪૧ મિસાઈલ સૌથી જોરદાર ગણાય છે. ચીનની સૌથી અદ્યતન અને સૌથી ઝડપી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ૈંભમ્સ્) એવી ઘખ-૪૧ મેક ૨૫ (આશરે ૩૦,૬૨૫ કિમી/કલાક અથવા ૧૯,૦૩૦ માઇલ પ્રતિ કલાક)ની ઝડપે ભાગે છે અને અને ૧૫,૦૦૦ કિમી (૯,૩૨૦ માઇલ)ની રેન્જને આવરી લે છે. મસ્કે ૨૦૧૫માં સૌથી પહેલાં સ્ટારશિપનો કન્સેપ્ટ રજૂ કર્યો ત્યારે તેને મેક ૨૫ની ઝડપે ભાગતી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ૈંભમ્સ્) સાથે જ સરખાવી હતી. એ વખતે મસ્કની વાતને સૌ તુક્કો માનતા હતા. મસ્કે ત્યારે પોતાની સ્પેસ ટ્રાવેલની કંપની સ્પેસએક્સ નવી નવી શરૂ કરી હતી તેથી મસ્કની તાકાતનો કોઈને અંદાજ નહોતો. સ્પેસએક્સે સ્પેસ ટ્રાવેલમાં કરી બતાવેલી કમાલ પછી હવે મસ્કની ૨૫ મેકની સ્પીડે ભાગતી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ૈંભમ્સ્) જેવા પ્લેનની વાત સૌને શક્ય લાગે છે.
સ્ટારશિપ ૨૭,૦૦૦ કિમી/કલાકની ઝડપે ભાગી શકે છે અને હાલમાં લગભગ ૧,૦૦૦ કિમી/કલાકની ઝડપે ભાગતી સૌથી ઝડપી કોમર્શિયલ એરલાઇનર્સ કરતાં બહુ આગળ છે. અત્યારે સાન ફ્રાન્સિસ્કોથી દિલ્હીની ફ્લાઇટ લગભગ ૧૫ કલાક લે છે પણ સ્ટાર શિપ ૨૨ ગણી ઝડપી મુસાફરી કરશે અને સમય ૯૫ ટકા ઘટાડી દેશે.
સ્ટારશિપમાં લંડનથી ન્યૂયોર્ક ૩૦ મિનિટમાં, ન્યુ યોર્કથી પેરિસ ૩૦ મિનિટમાં, હોનોલુલુથી ટોક્યો ૩૦ મિનિટમાં, ટોક્યોથી દિલ્હી ૩૦ મિનિટમાં, સિડનીથી સિંગાપોર ૩૧ મિનિટમાં, લોસ એન્જલસથી લંડન ૩૨ મિનિટમાં, લંડનથી હોંગકોંગ ૩૫ મિનિટમાં, લંડનથી કેપ ટાઉન ૩૫ મિનિટમાં, સિડનીથી દિલ્હી ૩૬ મિનિટમાં, ન્યુ યોર્કથી સિડની ૫૦ મિનિટમાં પહોંચી જવાશે
- સ્ટારશિપનું અમેરિકાથી ભારતનું ભાડું
રૂ. ચાર લાખની આસપાસ હશે
મસ્કનું સ્ટારશિપ ૩૯૬ ફૂટ લંબાઈ ધરાવતું સ્ટેનલેસ સ્ટીલનું બનેલું રોકેટ છે. આ રોકેટનું પ્રવાસીઓ સાથેનું કુલ વજન ૧૦૦ ટનથી ઓછું હશે તેથી પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ બળ ઓછું લાગશે. મસ્કે ૨૦૧૯ની ટ્વીટમાં સ્ટારશિપની વાત કરી ત્યારે સ્પષ્ટ કરેલું કે, સ્ટારશિપની મહત્તમ ૧૫ થી ૨૦ મિનિટની ઉડાન અવધિ હશે. આ રોકેટમાં શૌચાલય, ફૂડ ગૅલી અથવા પાયલોટ વિસ્તાર જેવી પરંપરાગત એરક્રાફ્ટ સુવિધાઓ નહીં હોય. સ્ટારશિપને પહેલેથી પ્રોગ્રામ્ડ કરીને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં આવશે તેથી પાયલોટની પણ જરૂર નહીં પડે. ડિઝનીના સ્પેસ માઉન્ટેન રોલર કોસ્ટર સાથે સરખામણી કરીને મસ્કે ફ્લાઇટ્સ દરમિયાન સલામતી પર મહત્તમ ભાર મૂકીને કહ્યું હતું કે મુસાફરો મર્યાદિત રહેશે. રોકેટ અભૂતપૂર્વ ગતિએ ભાગશે તેથી એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર આવ્યા હોય એવો અનુભવ થશે.
સ્ટારશિપમાં ભાડું કેટલું હશે તેની હજુ કોઈ વાત કરાઈ નથી પણ એક અંદાજ પ્રમાણે, સ્પેસએક્સને સ્ટારશિપનો લોન્ચ દીઠ ખર્ચ ૨૦ લાખથી ૩૦ લાખ ડોલર જેટલો હશે. એક રોકેટમાં ૧૦૦૦ પ્રવાસી હોય એ જોતાં તેમની વચ્ચે વહેંચવામાં આવે તો પ્રતિ પ્રવાસી ૩૦૦૦ ડોલર ખર્ચ થાય. મસ્કની કંપની તેમાં પોતાના નફાના ૨૦૦૦ ડોલર ઉમેરે તો પણ ૫૦૦૦ ડોલર એટલે કે ચાર લાખ રૂપિયાની આસપાસ ખર્ચ ૨થયો. માત્ર ૪૦ મિનિટમાં ભારતથી અમેરિકા પહોંચાતું હોય તો આ ખર્ચ વધારે નથી ને ધનિકોને પરવડે એ જોતાં મસ્ક ભવિષ્યમાં હવાઈ મુસાફરીનાં સમીકરણો પણ બદલી નાંખશે.