ટ્રમ્પની 47 વર્ષ નાની લૌરા લૂમર સાથેની નિકટતા ચર્ચામાં

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પની 47 વર્ષ નાની લૌરા લૂમર સાથેની નિકટતા ચર્ચામાં 1 - image


- ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં તેમના પત્ની મેલાનિયા મહિનાઓથી ગાયબ છે, ટ્રમ્પ હજુ લૌરા લુમરની કમરમાં હાથ નાંખીને અત્ર સર્વત્ર દેખાયા 

- મેલાનિયાને છોડીને ટ્રમ્પ લૌરા સાથે રહેતા હોવાની ચર્ચા વચ્ચે લૌરાએ કરેલી ભારતીયો વિરોધી કોમેન્ટે અમેરિકામાં ખળભળાટ મચાવ્યો છે. ટ્રમ્પ સામે ભારતીય મૂળનાં કમલા હેરિસ મેદાનમાં છે. લૌરાએ કટાક્ષ કર્યો છે કે, કમલા હેરિસ અમેરિકાનાં પ્રમુખ બની ગયાં તો વ્હાઈટ હાઉસમાં કરી (કઢી)ની જ વાસ આવ્યા કરશે અને વ્હાઈટ હાઉસનાં પ્રવચનો કોલ સેન્ટર મારફતે તૈયાર કરાશે. લૂમરના નિવેદનથી ટ્રમ્પની પાર્ટીમાં પણ સોપો પડી ગયો છે. ભારતીયો આમ પણ ઈમિગ્રેશન અંગેની નીતિના કારણે ટ્રમ્પને બહુ પસંદ કરતા નથી ત્યારે લૂમરના બકવાસથી ભારતીય સાવ અલગ થઈ જશે એવું ટ્રમ્પની પાર્ટીનાં લોકોને લાગે છે. 

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર છે તેના કારણે ગરમીનો માહોલ છે જ ત્યાં લૌરા લૂમરની એન્ટ્રીથી ગરમી અચાનક વધી ગઈ છે. માત્ર ૩૧ વર્ષની લૌરા કટ્ટર મુસ્લિમ વિરોધી મનાય છે અને વિવાદો સર્જવા માટે જાણીતી છે. 

આ લૌરા લૂમર અચાનક જ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બધે દેખાવા માંડી છે. લૌરાની સોબતના કારણે ટ્રમ્પ મુસ્લિમ વિરોધી અને ઇમિગ્રેશન વિરોધી મુદ્દા વધારે આક્રમકતાથી ઉઠાવવા માંડયા છે. તેના કારણે ટ્રમ્પના ચૂંટણી પ્રચારની કમાન હવે લૌરાના હાથમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. 

ટ્રમ્પના પ્રચાર દરમિયાન લૌરાએ કરેલી ભારતીયો વિરોધી કોમેન્ટે અમેરિકામાં ખળભળાટ મચાવ્યો છે. ટ્રમ્પ સામે પ્રમુખપદની ચૂંટણીમાં ભારતીય મૂળનાં કમલા હેરિસ મેદાનમાં છે. લૌરાએ કટાક્ષ કર્યો છે કે, કમલા હેરિસ અમેરિકાનાં પ્રમુખ બની ગયાં તો વ્હાઈટ હાઉસમાં કરી (કઢી)ની જ વાસ આવ્યા કરશે અને વ્હાઈટ હાઉસનાં પ્રવચનો કોલ સેન્ટર મારફતે તૈયાર કરાશે. લૂમરના નિવેદનથી ટ્રમ્પની પાર્ટીમાં પણ સોપો પડી ગયો છે. ભારતીયો આમ પણ ઈમિગ્રેશન અંગેની નીતિના કારણે ટ્રમ્પને બહુ પસંદ કરતા નથી ત્યારે લૂમરના બકવાસથી ભારતીય સાવ અલગ થઈ જશે એવું ટ્રમ્પની પાર્ટીનાં લોકોને લાગે છે. 

જો કે ટ્રમ્પને કોઈ અસર થઈ નથી અને ટ્રમ્પ હજુય લૌરા લૂમરની કમરમાં હાથ નાંખીને ફર્યા કરે છે તેના કારણે ટ્રમ્પ અને લૌરાની ગાઢ નિકટતાની વધારે ચર્ચા ચાલી રહી છે. 

ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં તેમનાં પત્ની મેલાનિયા મહિનાઓથી ગાયબ છે. મેલાનિયા ૨૦૦૫માં ટ્રમ્પને પરણી પછી કોઈ વિવાદમાં આવી નથી. 

ટ્રમ્પના પોર્ન સ્ટાર ડેનિયલ સ્ટોર્મી સહિતની સ્ત્રીઓ સાથેના સેક્સ સંબંધોની વાતો વચ્ચે પણ મેલાનિયા સતત ટ્રમ્પ સાથે જ રહી છે પણ અત્યારે સ્થિતી સાવ અલગ છે. 

મેલાનિયા સાવ દેખાતાં જ નથી ને એક વાર પણ ટ્રમ્પના પ્રચારમાં હાજર રહી નથી જ્યારે લૌરા અત્ર, તત્ર, સર્વત્ર દેખાય છે. 

ટ્રમ્પ ચૂંટણી પ્રચારમાં જાય ત્યારે લૌરા ટ્રમ્પના પ્રાઈવેટ પ્લેનમાં તેમની સાથે જ હોય છે અને ટ્રમ્પનાં ભાષણો વખતે પણ મંચ પર હોય જ છે.

 ટ્રમ્પની લૌરાની કમરમાં હાથ નાંખીને એકદમ જકડીને ઉભા હોય એવી તસવીરો અને વીડિયો પણ વાયરલ થયા છે. આ કારણે લૌરા મેલાનિયાના સ્થાને ગોઠવાઈ ગઈ છે કે શું એવી ચર્ચા પણ ચાલી રહી છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ ૭૮ વર્ષના છે જ્યારે લૌરા માત્ર ૩૧ વર્ષની છે એ જોતાં બંનેની ઉંમરમાં ૪૭ વર્ષનો ફરક છે પણ આકર્ષણ એ બધું જોતો નથી. ને સામે ટ્રમ્પ જેવો પુરૂષ હોય પછી તો એ બધી વાતો જરાય મહત્વની નથી જ. અત્યંત મહત્વાકાંક્ષી લૌરા ઓછી માયા નથી. લૌરા બે વાર અમેરિકાની સંસદમાં આવવા માટે પ્રયત્ન કરી ચૂકી છે પણ બંને વાર કારમી પછડાટ મળી છે. ટ્રમ્પ સાથેની નિકટતા તેને અમેરિકાની સંસદમાં તો મોકલી જ શકે પણ રીપબ્લિકન પાર્ટીમાં પણ તેનો દબદબો વધારે એ જોતાં લૌરાએ ટ્રમ્પ ડોહાને પકડી લીધા હોય એ શક્ય છે.

ટ્રમ્પના કિસ્સામાં તો વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ મારવાનું ન ભૂલે એ કહેવત લાગુ પડે જ છે તેથી એકદમ યુવાન લૌરા સાથે એ ગોઠવાઈ ગયા હોય એ શક્ય છે. આ સંજોગોમાં લૌરા અને ટ્રમ્પની જુગતે મળેલી જોડી કહેવાય ને લૌરા ટ્રમ્પની કેમ્પેઈન મેનેજરથી પણ વધારે હોવાની વાતમાં દમ છે. 

લૌરા અને ટ્રમ્પ અત્યારે જાહેરમાં દેખાયાં પણ બંનેના સંબધો ટ્રમ્પ ૨૦૧૭માં પ્રમુખ હતા ત્યારે જ શરૂ થઈ ગયેલા એવું કહેવાય છે. 

આ સંબંધોના કારણે જ લૌરા ૨૦૨૦ની ચૂંટણીમાં રીપબ્લિકન પાર્ટીની ઉમેદવાર બનવામાં સફળ રહી હતી. લૌરા આ ચૂંટણીમાં હારી ગઈ હતી છતાં રીપબ્લિકન પાર્ટીની પ્રાયમરીમાં ૨૦૨૨માં ઉભી રહી હતી. એ વખતે પણ ટ્રમ્પે તેને ભરપૂર મદદ કરી હતી. 

આ વખતે પણ લૌરા અને ટ્રમ્પ અત્યારે સાથે દેખાવા માંડયાં પણ લૌરા ટ્રમ્પના કેમ્પેઈનમાં પહેલેથી સક્રિય હોવાનું કહેવાય છે. લૌરા ટ્રમ્પ સાથે જાહેરમાં દેખાતી નહોતી તેનું કારણ રીપબ્લિકન પાર્ટીમાં લૌરા સામેનો ઉગ્ર વિરોધ છે. 

અત્યારે લૌરા સતત ટ્રમ્પ સાથે હોય છે છતાં રીપબ્લિકન પાર્ટી એવું જ કહે છે કે, લૌરા લૂમરને પાર્ટી સાથે કંઈ લેવાદેવા નથી કે પાર્ટીએ તેને કોઈ જ જવાબદારી આપી નથી. એ છતાં લૌરા ્રટ્રમ્પ સાથે દેખાય છે તેનું કારણ ટ્રમ્પ સાથેની નિકટતા છે એ કહેવાની જરૂર નથી. 

લૌરા સામેના વિરોધનું કારણ તેની આત્યંતિક વિચારધારા છે. પોતાને વ્હાઈટ નેશનાલિસ્ટ એટલે કે ગોરી રાષ્ટ્રવાદી ગણાવતી લૂમરે ભારતીયોની જેમ બીજાં દેશનાં લોકોને નારાજ કરતાં નિવેદનો પણ કર્યાં છે. હૈતીનાં લોકો અમેરિકનોનાં પાળતુ જાનવરોને ઉપાડી જઈને મારીને ખાઈ જાય છે એવું નિવેદન કરીને થોડા સમય પહેલાં લૂમરે સનસનાટી ઉભી કરેલી ને પછી ફેરવી તોળેલું.

 આવાં તો બીજાં ઘણા નિવેદનો છે ને એ બધાંના કારણે લૂમર ટ્રમ્પને ડૂબાડી દેશે એવું રીપબ્લિકન પાર્ટીના નેતા માને છે. લૂમર સાથે રહેશે તો કમલા હેરિસે જીતવા કંઈ નહીં કરવું પડે એવું પણ તેમને લાગે છે પણ ટ્રમ્પ કોઈનું સાંભળતા જ નથી એ જોતાં પોતાનાં કર્યાં ભોગવશે.

લૌરા કટ્ટર મુસ્લિમ વિરોધી, પોતાને પ્રાઉડ ઈસ્લામફોબ ગણાવે છે

લૌરા એલિઝાબેથ લૂમર અત્યંત કટ્ટરવાદી જમણેરી વિચારધારા ધરાવતી ચળવળકાર છે. 

આખી દુનિયામાં લૌરાની છાપ હાડોહાડ મુસ્લિમ વિરોધી તરીકેની છે. 

લૌરા સતત મુસ્લિમ વિરોધી પોસ્ટ મૂક્યા કરે છે અને પોતાને પ્રાઉડ ઈસ્લામફોબ ગણાવે છે. અમેરિકામાં મુસ્લિમોને પ્રવેશ ના હોવો જોઈએ, શરીયત પર પ્રતિબંધ મૂકાવો જોઈએ સહિતની માગણીઓ દ્વારા લૌરા સતત ચર્ચામાં રહે છે. પત્રકાર તરીકે પણ કામ કરી ચૂકેલી લૌરાને અમેરિકામાં એક વર્ગ મહાજૂઠી પણ ગણાવે છે. 

લૌરાની ઉશ્કેરણીજનક  મુસ્લિમ વિરોધી પોસ્ટ્સના કારણે ટ્વિટરે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 

એલન મસ્કે ટ્વિટર ખરીદી લીધું પછી પ્રતિબંધ હટતાં હવે લૌરા એક્સ પર પાછી મુસ્લિમ વિરોધ પોસ્ટ્નો મારો ચલાવે છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ લૌરા પર પ્રતિબંધ મૂકી ચૂક્યાં છે. 

લૌરા લૂમર અમેરિકામાં કોન્સ્પિરસી થીયરિસ્ટ ગણાય છે કે જે કોઈ પણ ઘટના અંગે લોકો વિચારી પણ ના શકે એવાં કાવતરાંની વાતો કર્યા કરે છે. 

અલ કાયદાએ ૨૦૦૧માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો એવું આખી દુનિયા માને છે ત્યારે લૂમરે થોડા વરસો પહેલાં જાહેર કરેલું કે, નાઈન ઈલેવનનો હુમલો અમેરિકાએ પોતે જ કરાવેલો. ભારે હોહા થયા પછી લૌરા ફરી ગઈ હતી અને મુસ્લિમ આતંકવાદીઓએ હુમલો કરાવ્યો હોવાની વાત પોતે સ્વીકારે છે એવું જાહેર કર્યું હતું.

મેલાનિયાનું કેનેડાના જસ્ટિન ટ્રુડો સાથે અફેર હોવાની ચર્ચા

ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો વચ્ચે અફેર હોવાની વાતો લાંબા સમયથી ચાલે છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ હતા ત્યારે ટ્રમ્પ અને ટ્રુડોની મુલાકાત દરમિયાન મેલાનિયાના જસ્ટિન સાથેના વર્તન અને બોડી લેંગ્વેજના કારણે બંને વચ્ચે અફેર હોવાની વાતો શરૂ થઈ હતી. મેલાનિયા અત્યારે ૫૪ વર્ષની છે જ્યારે જસ્ટિન ૫૨ વર્ષના છે. 

મેલાનિયાની ટ્રુડો પોતાનો લવર હોય એ રીતે તેની એકદમ નજીક જઈને અને તેની આંખોમાં આંખો નાંખીને વાત કરતી હોય કે પછી તેને ગાલ પર કિસ કરતી હોય એવી તસવીરો પણ વાયરલ થઈ હતી. આ તસવીરોના આધારે બંને વચ્ચે અફેર હોવાનું સાબિત ના થાય એ જોતાં બંને વચ્ચેના અફેરની વાતોમાં કેટલો દમ છે એ મેલાનિયા અને જસ્ટિનને ખબર પણ મેલાનિયા ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં ક્યાંય દેખાતી નથી તેથી આ વાતો ફરી શરૂ થઈ છે. 

જસ્ટિન ટ્રુડોના મેલાનિયા ઉપરાંત કેનેડાની વિદેશ મંત્રી મેલાની જોલી સાથેના અફેરની વાતો પણ ચાલી હતી. બલ્કે હજુ ચાલી રહી છે. મેલાની જોલી ટ્રુડો કરતાં ૭ વર્ષ નાની છે અને પરણિત છે પણ વરસોથી ટ્રુડોની સાથે છે. 

જોલીએ રાજકીય રીતે કરેલી પ્રગતિનો યશ પણ ટ્ડો સાથેના અફેરને અપાય છે ટ્રુડો અને તેની પત્ની સોફીના ૨૦૨૩માં ડિવોર્સ થયા તેના માટે જોલી સાથેના તેના સંબંધો કારણભૂત મનાય છે. જો કે સોફીને પણ  બ્રિટિશ એક્ટર અને સિંગર ઈદરીસ આબા સાથે અફેર હોવાનું કહેવાય છે. 

News-Focus

Google NewsGoogle News