ટ્રમ્પનો ગાઝા સ્ટ્રીપને ધનિકોની અય્યાશીનો અડ્ડો બનાવવાનો પ્લાન
- ગાઝા પટ્ટી એ નાનકડી જમીનની પટ્ટી જે 365 ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલી છે તેમાં એક તરફ સમુદ્ર છે એટલે ધનિકો પોતાની મનમાની કરી શકે
- માર-અ-લાગો ધનિકોની અય્યાશીનો અડ્ડો મનાય છે. ધનિકોને સેક્સ માટે સગીર છોકરીઓ પૂરી પાડવા માટે કુખ્યાત જેમ્સ એપસ્ટેઈન માર-અ-લાગોનો સભ્ય અને ટ્રમ્પનો મિત્ર હતો. એપસ્ટેઈન પોતાનો વિકૃત્તિનો ધંધો માર-અ-લાગોમાં જ ચલાવતો હતો એવું કહેવાય છે. માર-અ-લાગોમાં છેલ્લાં કેટલાંક વરસોથી આ બધા જાકુબીના ધંધા પર નિયંત્રણો છે કેમ કે અમેરિકામાં કાયદા બહુ આકરા છે ને મીડિયા પણ બહુ મેથી મારે છે. ટ્રમ્પ બેરોકટોક બધું કરી શકાય એવું સ્થળ શોધી રહ્યા છે તેથી તેમની નજર ગાઝા સ્ટ્રીપ પર ઠરી છે.
ગાઝા સ્ટ્રીપ નાનકડી જમીનની પટ્ટી જ છે પણ તેનું લોકેશન બહુ મજાનું છે. ૩૬૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી ગાઝા સ્ટ્રીપમાં એક તરફ સમુદ્ર છે તેથી ત્યાં કંઈ પણ કરો તો કોઈની નજર ના પડે. ધનિકો બોટમાં ગૂપચૂપ આવીને અય્યાશી કરીને જતા રહે તો કોઈને ગંધ સુદ્ધાં ના આવે. થાઈલેન્ડ, વિયેતનામ સહિતના દેશો સેક્સ ટ્રેડ માટે પંકાયેલા છે જ તેથી ધનિકોનો ભાગવિલાસ માટે જે જોઈએ એ મળી રહે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂની અમેરિકાની મુલાકાત દરમિયાન ગાઝા સ્ટ્રીપ પર અમેરિકાના કબજાની વાત કરી ત્યારે સૌ ચોંકી ઉઠેલા પણ કોઈએ આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. ટ્રમ્પ મનફાવે એવા લવારા કરવા માટે પંકાયેલા છે તેથી ગાઝા સ્ટ્રીપ પર કબજાની વાત એ રીતે જ કરી નાંખી હશે એવું સૌને લાગેલું પણ ટ્રમ્પે આ વાત દોહરાવી છે.
ટ્રમ્પે જાહેર કર્યું છે કે, ગાઝા સ્ટ્રીપને ટેકઓવર કરવાના પોતાના પ્લાનમાં પેલેસ્ટાઈનનાં લોકોને ગાઝા સ્ટ્રીપમાં પાછા ફરવાનો અધિકાર નહીં હોય. મહત્વની વાત એ છે કે, ટ્રમ્પે એવું કહ્યું છે કે, આઈ વિલ ઓન ઈટ. મતલબ કે હું ગાઝા સ્ટ્રીપનો માલિક બનીશ. આ નિવેદને દુનિયાભરમાં સનસનાટી પેદા કરી છે. આરબ રાષ્ટ્રોએ ટ્રમ્પની આ યોજનાને પહેલાં જ ફગાવી દીધેલી છતાં ટ્રમ્પે ગાઝા પર કબજાની વાત દોહરાવીને સ્પષ્ટ કર્યું છે કે, આ મામલે પોતે ગંભીર છે. ટ્રમ્પ ગાઝા પર કબજો કરીને તેનું શું કરવા માગે છે એ મુદ્દો પણ જોરશોરથી ચર્ચામાં છે.
ટ્રમ્પે ફોક્સ ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, પોતાના પ્લાન હેઠળ પેલેસ્ટાઈનનાં લોકોના રહેવા માટે ગાઝાની બહાર છ અલગ અલગ સ્થળો વિકસાવાશે અને તેમને ત્યાં જ કાયમી ધોરણે વસાવી દેવાશે. ટ્રમ્પના કહેવા પ્રમાણે, ગાઝા સ્ટ્રીપ અત્યારે કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. ૯૦ ટકા મકાનો જમીનદોસ્ત થઈ ગયાં છે તેથી લોકો રહી શકે તેમ જ નથી. તેમને ફરી વસાવવા માટે કાટમાળ ખસેડવામાં ને નવું બાંધકામ કરવામાં દાયકાઓ નિકળી જાય તેમ છે એ જોતાં ગાઝામાં પાછા ફરવું લોકો માટે શક્ય જ નથી.
ટ્રમ્પે નેતાન્યાહૂની હાજરીમાં ગાઝાના ટેકઓવરની વાત કરી ત્યારે કહેલું કે, અમેરિકા ગાઝાને ટેકઓવર કરીને કાટમાળ તથા ફૂટયા વિનાના બોમ્બ દૂર કરીને ગાઝાને મિડલ ઈસ્ટના 'રીવેરા'માં ફેરવી નાંખશે. 'રીવેરા' ફ્રેન્ચ શબ્દ છે કે જેનો અર્થ સમુદ્રમાં વેકેશન ગાળવાનું સ્થળ એવો થાય છે. ટ્રમ્પે એ વખતે જ પોતાના મનમાં શું રમે છે એ સ્પષ્ટ કરી દીધેલું પણ પેલેસ્ટાઈનીઓને સાવ તગેડી મૂકાવી વાત નહોતી કરી. બલ્કે એમ કહેલું કે, પેલેસ્ટાઈનનાં લોકો પણ દુનિયાનાં બીજાં લોકોની જેમ ગાઝામાં આવીને રહી શકશે પણ હવે તેમણે ગુલાંટ લગાવી દીધી છે. ટ્રમ્પ હવે પેલેસ્ટાઈનીઓને બીજે ઠેકાણે વસાવવાની વાત કરે છે.
ટ્રમ્પની વાતો પરથી તેમના ઈરાદા નેક નથી લાગી રહ્યા. આરબ રાષ્ટ્રોને લાગે છે કે, ટ્રમ્પ ગાઝા સ્ટ્રીપ પર કબજો કરીને વિશાળ માર-અ-લાગો ઉભું કરવા માગે છે કે જ્યાં માત્ર અમેરિકાના જ નહીં પણ આખી દુનિયાના ધનિકો આવીને અય્યાશીઓ કરી શકે.
માર-અ-લાગો ધનિકોની અય્યાશીનો અડ્ડો મનાય છે. ધનિકોને સેક્સ માટે સગીર છોકરીઓ પૂરી પાડવા માટે કુખ્યાત જેમ્સ એપસ્ટેઈન માર-અ-લાગોનો સભ્ય અને ટ્રમ્પનો મિત્ર હતો. ૨૦૦૭માં ક્લબના એક સભ્યની સગીર દીકરીની છેડતી કરતાં મચેલા હોબાળાના કારણે એપસ્ટેઈનને સભ્યપદેથી દૂર કરાયો ત્યાં સુધી એપસ્ટેઈન પોતાનો વિકૃત્તિનો ધંધો માર-અ-લાગોમાં જ ચલાવતો હતો એવું કહેવાય છે. એપસ્ટેઈનને સભ્યપદેથી દૂર કરાયો પછી પણ ટ્રમ્પના દોસ્ત તરીકે એપસ્ટેઈન ક્લબમાં આવતો અને અય્યાશ ધનિકોની પાર્ટીઓ કરતો હતો.
માર-અ-લાગોમાં છેલ્લાં કેટલાંક વરસોથી આ બધા જાકુબીના ધંધા પર નિયંત્રણો છે કેમ કે અમેરિકામાં કાયદા બહુ આકરા છે ને મીડિયા પણ બહુ મેથી મારે છે. ટ્રમ્પ અત્યારે અમેરિકાના પ્રમુખ છે પણ અમેરિકાના માલિક નથી. પ્રમુખપદ પણ ચાર વર્ષ માટે જ છે તેથી ટ્રમ્પની રહેમ નજર હેઠળ બધું ફરી શરૂ થાય તો પણ લાંબો સમય ના ચાલે. આ કારણે ટ્રમ્પ બેરોકટોક બધું કરી શકાય એવું સ્થળ શોધી રહ્યા છે તેથી તેમની નજર ગાઝા સ્ટ્રીપ પર ઠરી છે.
ગાઝા સ્ટ્રીપ નાનકડી જમીનની પટ્ટી જ છે પણ તેનું લોકેશન બહુ મજાનું છે. ૩૬૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી ગાઝા સ્ટ્રીપમાં એક તરફ સમુદ્ર છે તેથી ત્યાં કંઈ પણ કરો તો કોઈની નજર ના પડે. ધનિકો બોટમાં ગૂપચૂપ આવીને અય્યાશી કરીને જતા રહે તો કોઈને ગંધ સુદ્ધાં ના આવે. સમુદ્રમાં બોટ લાંગરીને પણ અય્યાશીઓ કરી શકાય, ભવ્ય પાર્ટીઓ કરી શકાય. એશિયામાં અમેરિકા કે યુરોપની સરખામણીમાં બધું બહુ સસ્તુ છે. ડ્રગ્સથી માંડીને છોકરીઓ સુધીનું બધું સાવ મફતના ભાવે મળી રહે. થાઈલેન્ડ, વિયેતનામ સહિતના દેશો સેક્સ ટ્રેડ માટે પંકાયેલા છે જ તેથી ધનિકોનો ભાગવિલાસ માટે જે જોઈએ એ મળી રહે. ટ્રમ્પ રીયલ એસ્ટેટનો માણસ છે તેથી ગાઝા સ્ટ્રીપમાં બિચ પણ વિકસાવી શકે ને બીજી પણ સવલતો વિકસાવી શકે.
ટ્રમ્પના મનમાં આ જ વિચાર હશે પણ તેનો અમલ એટલો સરળ નથી.
ગાઝા સ્ટ્રીપ પર હમાસનો કબજો છે અને હમાસને સાવ ખદેડી મૂકવું શક્ય નથી. ગાઝા સ્ટ્રીપની સરહદ ઈઝરાયલ સાથે જોડાયેલી છે. ઈઝરાયલ અમેરિકાનું સાથી છે તેથી એ તરફથી કોઈ ખતરો નથી પણ હમાસ સહિંતનાં સંગઠનોને કાબૂમાં રાખવાં શક્ય નથી. ઈરાન પણ અમેરિકા સામેની લડતમાં હમાસને ટેકો આપે છે અને આરબ રાષ્ટ્રોને પણ અમેરિકા ગાઝા સ્ટ્રીપ પર કબજો કરે એ પસંદ નથી.
આ સંજોગોમાં ટ્રમ્પ પોતાના પ્લાનમાં આગળ વધશે તો ગાઝા સ્ટ્રીપ ફ્લેશ પોઈન્ટ બની જશે ને એશિયામાં કાયમી અશાંતિ ને આતંકવાદ ઘૂસી જશે.
માર-અ-લાગોની સભ્ય ફી 1.76 કરોડ, ટ્રમ્પને ક્લબમાંથી ધૂમ કમાણી
ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડાના પામ બીચ પર આવેલા માર-અ-લાગો રીસોર્ટમાં રહે છે. ટ્રમ્પ ૨૦૧૬માં પ્રમુખ બન્યા એ પહેલાં મુખ્યત્વે ન્યુ યોર્કના મેનહટ્ટનમાં ટ્રમ્પ ટાવરમાં રહેતા. વ્હાઈટ હાઉસમાં રહેવા ગયા પછી પણ ન્યુ યોર્ક તેમનું મુખ્ય નિવાસ હતું પણ ૨૦૧૯થી મારલ-અ-લાગો તેમનું નિવાસસ્થાન છે.
માર-અ-લાગો બિઝનેસવમુમન મેરજોરી મેરીવેધર પોસ્ટે પોતાના નિવાસસ્થાન તરીકે ૧૯૨૪થી ૧૯૨૭ દરમિયાન બંધાવેલું, ૧૯૭૩માં મરજોરી ગુજરી ગયાં ત્યારે અમેરિકન સરકારની નેશનલ પાર્ક સવસને આપીને ગયેલાં. અમેરિકા આવતા વિદેશી મહાનુભાવોની સત્તાવાર મુલાકાતો માટે કે પછી અમેરિકાના પ્રમુખ વિન્ટરમાં પોતાના નિવાસ તરીકે તેનો ઉપયોગ કરી શકે એ માટે મરજોરીએ આ પ્રોપર્ટી દાનમાં આપેલી. પોસ્ટે પોતાની સંપત્તિમાંથી ટ્સ્ટ બનાવેલું કે જેથી તેનું મેન્ટેનન્સ કરી શકાય, ટ્રસ્ટ તરફથી મળતી રકમ કરતાં મેન્ટેનન્સ વધારે આવતું હતું અને સીક્યુરિટીની પણ સમસ્યાઓ હોવાથી અમેરિકાની સરકારે ૧૯૮૦માં સંસદમાં કાયદો પસાર કરીને આ સંપત્તિ પોસ્ટ ફાઉન્ડેશનને પાછી આપી દીધી.
ફાઉન્ડેશન માટે પણ મેન્ટેનન્સ મુશ્કેલ હોવાથી આ પ્રોપર્ટી વેચવા કઢાઈ. ૧૯૮૫માં ટ્રમ્પે આ પ્રોપર્ટી ખરીદી લીધી અને તેને નવાં રંગરૂપ આપવા માંડયાં. ટ્રમ્પે પ્રોપર્ટીને રીસોર્ટમાં ફેરવીને માર-અ-લાગો ક્લબ શરૂ કરી. ૧૭ એકર જમીનમાં ફેલાયેલા આ રીસોર્ટમાં ૧૨૬ રૂમ છે.
ટ્રમ્પે આ પ્રોપર્ટીને ધિકતા ધંધામાં ફેરવીને કરોડોની કમાણી કરી છે. માર-અ-લાગો ક્લબની મેમ્બરશિપ ફી ૨ લાખ ડોલર (લગભગ રૂપિયા ૧.૭૬ કરોડ) છે જ્યારે વાર્ષિક ચાર્જ ૧૪ હજાર ડોલર (લગભગ ૧૨.૫૦ લાખ રૂપિયા) છે. ક્લબના મેમ્બર્સ કોણ છે તે ખાનગી રખાય છે. ક્લબમાં નાઈટ સ્ટેનો ચાર્જ ૨ હજાર ડોલર છે.
ગાઝા પર કબજાનો વિચાર ટ્રમ્પના યહૂદી જમાઈ જેરેડને સૌથી પહેલાં આવેલો
ટ્રમ્પ ગાઝા પર કબજો કરીને તેના માલિક બનવાની વાત કરે છે તેની પાછળ તેના જમાઈ જેરેડ કુશનરનું ભેજું હોવાનું મનાય છે. ટ્રમ્પની દીકરી ઈવાન્કાનો પતિ જેરેડ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી ટર્મમાં પ્રમુખ હતા ત્યારે સીનિયર ફોરેન પોલિસી એડવાઈઝર હતો. જેરેડ ભૂતકાળમાં પ્રોપર્ટી ડીલર હતો તેથી એ વખતે જ તેની નજર ગાઝાની 'વોટરફ્રન્ટ પ્રોપર્ટી' પર ઠરેલી. ટ્રમ્પની લોકપ્રિયતા જોતાં એ બીજી ટર્મ માટે પ્રમુખપદે ચૂંટાશે એ નક્કી મનાતું હતું તેથી જેરેડ પોતાના પ્લાનમાં ધીરે ધીરે આગળ વધતો હતો પણ ટ્રમ્પ હારી જતાં બધું ચોપટ થઈ ગયેલું.
ટ્રમ્પે ફરી પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવ્યું એટલે જેરેડના માનસમાં આ વિચાર ફરી સળવળ્યો. ગયા વર્ષે જેરેડે જાહેરમાં પહેલી વાર ગાઝાની 'વોટરફ્રન્ટ પ્રોપર્ટી' બહુ કિંમતી હોવાનો મત વ્યક્ત કરેલો. જેરેડે કહેલું કે, ઈઝરાયલે નાગરિકોને દૂર કરીને ગાઝા પટ્ટીની સફાઈ કરવી જોઈએ અને વોકોની આજીવિકા ઉભી કરવા પર ધ્યાન આપવું જોઈએ. જેરેજે કહું કે, પોતે ઈઝરાયલમાં સત્તા પર હોય તો સૌથી પહેલાં રાફાહ શહેરમાંથી લોકોને દૂર કરીને તેમને ઈજીપ્તમાં વસાવે અને નેગેવમાં બધું જમીનદોસ્ત કરીને લોકોને ત્યાં મોકલી દે. રાફાહમાં લગભગ પોણા બે લાખ લોકોની વસતી છે જ્યારે નેગેવ રણપ્રદેશમાં આવેલા વિસ્તાર છે કે જે સાવ નિર્જન છે.
જેરેડ પોતે .યહૂદી છે અને ૨૦૦૯માં લગ્ન કર્યા પછી ઈવાન્કા પણ યહૂદી બની ગઈ છે. આ કારણે જેરેડને ગાઝા પટ્ટી અને ઈઝરાયલમાં વિશેષ રસ છે.