પુતિનના દીકરા દુનિયાની બધી સવલતો છતાં કેદીની જીંદગી જીવે છે
- પુતિનના ટીકાકારો મજાકમાં કહે છે કે, પુતિન લફડાબાજ અને ઐયાશી છે કે તેમને પોતાને જ કેટલા સંતાનોના પિતા છે તેની ખબર નહીં હોય
- પુતિનના ટીકાકારો મજાકમાં કહે છે કે, પુતિને એટલી અય્યાશીઓ કરી છે કે તેમને પોતાને જ પોતે કેટલાં સંતાનોનાં પિતા છે તેની ખબર નહીં હોય. લ્યુડમિનાની બે દીકરી અને અલિનાના બે દીકરા ઉપરાંત પુતિનને પોતાની કામવાળી સ્વેતલાના ક્રિવોનોગિખ સાથેના સંબંધોથી થયેલી દીકરી લુઈઝા રોઝોવા વિશેની વિગતો બહાર આવી છે. સ્વેતલાના પુતિનના ઘરે ક્લીનિંગનું કામ કરતી. પુતિને ૧૭ વર્ષની સ્વેતલાનાને ફસાવીને સંબંધો બાંધ્યા. આ સંબંધથી ૨૦૦૩માં એલિઝાવેતા જન્મી હતી. સ્વેતલાના હજુય પુતિનની રખાત હોવાનું કહેવાય છે.
રશિયાની ધ ડોઝિયર સેન્ટર નામની વેબસાઈટે વ્લાદિમિર પુતિનના અલિના કાબાએવા સાથેના સંબંધથી જન્મેલા બે દીકરા વિશે રીપોર્ટ છાપ્યો એ સાથે જ રશિયાના પ્રમુખની રહસ્યમય અંગત જીંદગી ફરી ચર્ચામાં છે. ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી જીમ્નાસ્ટ અલિના અને પુતિનને ઈવાન અને વ્લાદિમિર જુનિયર નામે બે દીકરા હોવાનો દાવો આ રીપોર્ટમાં કરાયો છે. અલિના પુતિનની સત્તાવાર પત્ની નથી પણ પુતિન તેની સાથે સત્તાવાર પત્નીની જેમ જ વર્તી રહ્યા છે એ સ્પષ્ટ છે. રંગીન મિજાજના પુતિનનાં સેંકડો યુવતીઓ સાથે અફેર હોવાનું કહેવાય છે પણ લગ્ન એક જ વાર ૧૯૮૩માં લ્યુડમિના સાથે કર્યાં. મારીયા અને કેટરીના એ બે દીકરીઓ આ લગ્નથી થઈ કે જેમનો પુતિન સત્તાવાર રીતે પોતાની દીકરીઓ તરીકે સ્વીકાર કરે છે. લ્યુડમિના અને પુતિનના ૨૦૧૪માં ડિવોર્સ થયા એ પહેલાં લ્યુડમિના સતત પુતિન સાથે દેખાતાં.
પુતિન અલિનાના બંને દીકરાને પણ પોતાની દીકરીઓની જેમ એકદમ સુરક્ષિત રાખવા મથે છે. પુતિને મારીયા અને કેટરીનાને પણ દુનિયાથી છૂપાવીને જર્મનીમાં ભણાવી હતી. ગ્રેજ્યુએશન માટે દીકરીઓ રશિયા પાછી ફરી પછી પણ પુતિન ભાગ્યે જ દીકરીઓ સાથે જાહેરમાં દેખાય છે. રશિયામાં એકચક્રી શાસન સ્થાપિત કર્યા પછી પુતિનના દુશ્મનો વધી ગયા તેથી પુતિન બંને દીકરીઓ સાથે કદી જાહેરમાં દેખાતા નથી. બંને દીકરીઓ સાથે સાદાં કપડાંમાં કમાન્ડોની ફોજ સાથે રહે છે અને રક્ષણ કરે છે.
પુતિને દીકરીઓની ઓળખ છૂપાવવા સ્કૂલ-કોલેજમાં નામની પાછળ પુતિન સરનેમના બદલે માતા લ્યુડમિનાના પરિવારની સરનેમ લગાડી હતી.
મારીયા અને કેટરીના બહેનો છે એ વાત છૂપાવવા બંનેની સરનેમ પણ અલગ રખાયેલી. મારીયાને લ્યુડમિનાના પિતાની જ્યારે કેટરીનાને તેના નાનાની સરનેમ કેટરીનાને અપાયેલા મારીયા-કેટરીનાના પોતાની સાથેના ફોટા પણ કદી જાહેર ના થઈ. પુતિનની લ્યુડમિના અને બંને દીકરીઓ સાથેની એક માત્ર તસવીર દાયકાઓ પહેલાં પુતિન વેકેશન માણવા ગયેલા ત્યારની છે.
મારીયા અને કેટરીના નાની હતી ત્યારે પુતિન રશિયામાં સર્વેસર્વા નહોતા તેથી આ હદની ગુપ્તતા રાખી શક્યા. અત્યારે રશિયામાં પુતિનનું એકચક્રી શાસન છે અને આખું રશિયા તેમનાં ચરણોમાં ઝૂકે છે તેથી પુતિન બંને દીકરા માટે કિલ્લા જેવો મહેલ બનાવીને પર્સનલ ટયુટર્સ સહિતની બધી સાહ્યબી પૂરી પાડી શકે છે.
પુતિનના બંને સંતાનો અંગેના રીપોર્ટને પગલે પુતિનની રંગીન જીંદગી ફરી ચર્ચામાં છે. પુતિનને આ રીતે બીજાં કેટલાં સંતાનો છે એ મુદ્દો પણ ચર્ચામાં છે. તેનો જવાબ કોઈની પાસે નથી કેમ કે પુતિનને કેટલી સ્ત્રીઓ સાથે સંબંધો છે એ જ કોઈને ખબર નથી. પુતિનના ટીકાકારો મજાકમાં કહે છે કે, પુતિને એટલાં લફરાં અને અય્યાશીઓ કરી છે કે તેમને પોતાને જ કેટલાં સંતાનોનાં પિતા છે તેની ખબર નહીં હોય.
લ્યુડમિનાની બે દીકરી અને અલિનાના બે દીકરા ઉપરાંત પુતિનને પોતાની કામવાળી સ્વેતલાના ક્રિવોનોગિખ સાથેના સંબંધોથી થયેલી દીકરી લુઈઝા રોઝોવા વિશેની વિગતો જ અત્યાર લગી બહાર આવી છે. લુઈઝાનું અસલી નામ એલિઝાવેતા છે પણ સ્કૂલમાં તેને લુઈઝા રોઝાવાના નામે દાખલ કરાયેલી. પુતિન ઓએ વખતે એટલા પાવરફુલ નહોતા તેથી ખણખોદ થઈ તેમાં લુઈઝા પુતિનની દીકરી હોવાની ખબર પડી. ૨૧ વર્ષની લુઈઝા હવે એલિઝાવેતા ક્રિવિનોગિખ તરીકે જ ઓળખાય છે.
પુતિન પહેલાં રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીમાં હતા. ૧૯૯૧માં ૩૯ વર્ષની ઉંમરે પુતિને કેજીબીમાંથી રાજીનામું આપ્યું પછી પોતાના વતન સેંટ પીટર્સબર્ગના રાજકારણમાં સક્રિય થયા. ૧૯૯૯માં પહેલી વાર રશિયાના વડાપ્રધાન બન્યા ત્યાં સુધી પુતિન સેંટ પીટર્સબર્ગના રાજકારણમાં કેન્દ્રસ્થાને હતા. સ્વેતલાના ૧૫ વર્ષની હતી ત્યારથી પુતિનના ઘરે ક્લીનિંગનું કામ કરતી. કેજીબીમાં પુતિનની લાઈફ સીક્રેટ હતી તેથી તેમનાં અફેર્સની કોઈને ખબર નહોતી પડી.
પીટર્સબર્ગમાં સ્થિતી અલગ હતી તેથી પુતિને ૧૭ વર્ષની સ્વેતલાનાને ફસાવીને તેની સાથે સંબંધો બાંધ્યા. આ સંબંધથી ૨૦૦૩માં એલિઝાવેતા જન્મી હતી. સ્વેતલાના હજુય પુતિનની રખાત હોવાનું કહેવાય છે.
પુતિન સાથેના સંબંધોનો સ્વેતલાનાને જબરદસ્ત ફાયદો મળ્યો છે. પુતિને ભ્રષ્ટાચાર દ્વારા ભેગી કરેલી ઘણી કાળી કમાણી સ્વેતલાનાના નામે હોવાનું કહેવાય છે. સ્વેતલાના અત્યારે ૧૦ કરોડ ડોલરનું બિઝનેસ સામ્રાજ્ય ધરાવે છે. સ્વેતલાના રશિયાની સૌથી મોટી ખાનગી બેંક બેંક ઓફ રોશિયાની સહ-માલિક છે. રશિયાના તમામ ધનિકોનાં નાણાં આ બેંકમાં છે.
સ્વેતલાના અત્યારે ૪૯ વર્ષની છે અને મોનેકોમાં રહે છે. મોનેકોમાં સ્વેતલાના માટે એક વિદેશી કંપનીએ ૧૨ વર્ષ પહેલાં ૪૧ લાખ ડોલરમાં આલિશાન એપાર્ટમેન્ટ ખરીદેલું.
એક કામવાળી પાસે આટલાં નાણાં અને બિઝનેસ સામ્રાજ્ય જમાવવાની બુધ્ધિ ક્યાંથી આવી એ રહસ્ય નથી.
સ્વેતલાના અને પુતિનના સંબંધો વિશે રશિયાની વેબસાઈટ પ્રોકેટે ધડાકો કર્યો પછી પુતિને આ વેબસાઈટ બંધ કરાવી દીધેલી. વેબસાઈટના પત્રકારોને વિદેશી એજન્ટ ગણાવીને દેશદ્રોહનો કેસ ઠોકીને જેલભેગા કરી દેવાયેલા. પુતિનના આ પગલાએ લુઈઝા તેની જ દીકરી હોવાનું સાબિત કરી દીધેલું.
પુતિને એ પછી સ્વેતલાનાને મોનેકો રવાના કરી દીધી તેથી એ ચિત્રમાં નથી પણ અલિના હજુય પુતિનની ફેવરીટ છે એ જોતાં ભવિષ્યમાં અલિનાના દીકરાઓનો રશિયાના રાજકારણમાં ઉદય થાય એ શક્યતા છે. પુતિન તેમને પોતાના રાજકીય વારસ તરીકે આગળ કરે એ શક્યતા નકારી ના શકાય.
- અલિના તાતાર મુસ્લિમ, કારકિર્દી બચાવવા પુતિન સાથે સંબંધો બાંધ્યા
પુતિન અને અલિનાના સંબંધોની શરૃઆત ૨૦૦૧માં ડોપિંગ કાંડથી થઈ હોવાનું મનાય છે. અલિના રીધિક જિમ્નાસ્ટિકમાં રશિયાની સૌથી સફળ જિમ્નાસ્ટ મનાય છે. ૨ ઓલિમ્પિક મેડલ, ૧૪ વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલ અને ૨૧ યુરોપીયન ચેમ્પિયનશીપ મેડલ મળીને ૫૭ મેડલ જીતનારી અલિનાએ ૪૧ તો ગોલ્ડ મેડલ જીત્યા છે. અલિના તાશકંદમાં જન્મેલી છે. તાશકંદ શહેર અત્યારે ઉઝબેકિસ્તાનની રાજધાની છે પણ ૧૯૮૩માં અલિના જન્મી ત્યારે સોવિયેત યુનિયનનો ભાગ હતું. અલિના તાતાર મુસ્લિમ છે પણ પુતિન સાથેના સંબધોના કારણે ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી બની ગઈ છે. અલિનાએ ૨૦૦૧માં સ્પેનના મેડ્રિડમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ૬ ગોલ્ડ મેડલ જીતીને સપાટો બોલાવી દીધેલો. બીજી સ્પર્ધાઓમાં પણ અલિના જીત્યા કરતી હતી પણ ડોપિંગ (ડ્રગ્સ) ટેસ્ટમાં નિષ્ફળ જતાં અલિના અને ઈરીના ચાશ્કચીનાના બધા મેડલ છિનવી લઈને બે વર્ષનો પ્રતિબંધ મૂકી દેવાયેલો. આ પ્રતિબંધના પગલે અલિના અને ઈરીના બંને ૨૦૦૪ની ઓલિમ્પિક્સમાં નહીં રમી શકે એવું લાગતું હતું.
પુતિન ત્યારે રશિયાના વડાપ્રધાન હતા. અલીનાએ પુતિનને મળીને પોતાને ૨૦૦૪ના ઓલિમ્પિક્સ માટેના ટ્રાયલ માટે પસંદ કરવા વિનંતી કરી હતી. ૧૯ વર્ષની યુવાન અલિનાએ કારકિર્દી બચાવવા પુતિન સાથે સંબંધો બાંધ્યા હોવાનું કહેવાય છે. પુતિને અલિના અને ઈરીના બંનેને ઓલિમ્પિક્સમાં મોકલવા ફરમાન કર્યુંં. ૨૦૦૪ના એથેન્સ ઓલિમ્પિક્સમાં અલિનાએ ગોલ્ડ અને ઈરાનીએ સિલ્વર મેડલ જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી. પુતિને કરેલા ઉપકારે અલિનાને રશિયામાં સેલિબ્રિટી સ્ટેટસ અપાવ્યું તેથી અલિનાએ પુતિન સાથેના સંબંધો કદી તોડયા નહીં.
- પુતિન-અલિનાના સંબંધો વિશે છાપનાર અખબાર બંધ કરાવી દેવાયેલું
અલિનાને પુતિન સાથેના સંબંધોથી ટ્વિન દીકરીઓ હોવાનું પણ કહેવાય છે. સુરક્ષાનાં કારણોસર પુતિને આ વાત છૂપાવી છે. અલિનાની બંને દીકરીઓ સ્વિત્ઝરલેન્ડમાં રહીને ભણતી હોવાનું કહેવાય છે. પુતિને અલિના સાથે લગ્ન કરી લીધાં હોવાનું પણ કહેવાય છે.
બીજી તરફ પશ્ચિમનું મીડિયા અલિનાને પુતિનની ઈવા બ્રાઉન ગણાવે છે. ઈવા બ્રાઉન જર્મનીના સરમુખત્યાર હિટલરની રખાત હતી કે જેની સાથે હિટલરે કદી લગ્ન ના કર્યાં પણ ઈવાએ હિટલર સાથે આપઘાત કરી લીધો હતો.
પુતિનના અલિના સાથેના સંબંધો વિશે ૨૦૦૮માં સૌથી પહેલાં મોસ્કોવ્સ્કી કોરસપોન્ડન્ટ અખબારે લખેલું. પુતિને આ વાતને ખોટી ગણાવીને અખબાર બંધ કરાવી દીધેલું પણ પુતિન-અલિનાના સંબંધોની ચર્ચા ત્યારથી શરૃ થયેલી.
બે વર્ષ પછી અલિનાને ટ્વિન દીકરીઓ જન્મી હોવાની વાતો વહેતી થયેલી પણ પુતિને કે રશિયાની સરકારે કદી પુતિન-અલિનાના સંબંધો વિશે સત્તાવાર રીતે કશું કહ્યું નથી.