Get The App

સોરોસને USનું સર્વોચ્ચ નાગરિક સન્માન, મસ્કને મરચાં કેમ લાગ્યાં

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
સોરોસને USનું સર્વોચ્ચ નાગરિક સન્માન, મસ્કને મરચાં કેમ લાગ્યાં 1 - image


- સોરોસના નામે સૌથી પહેલો વાંધો દુનિયાના સૌથી ધનિક અને ટ્રમ્પની નજીક મનાતા ઇલોન મસ્કે લીધો છે એટલે વિવાદ વધુ ચકરાવે ચઢ્યો છે

- મસ્ક અને સોરોસની દુશ્મનાવટનું કારણ ટ્રમ્પ નથી પણ એન્ટિ-સેમિટિઝમ એટલે કે યહૂદી વિરોધી વિચારધારા અંગેનો ઝગડો છે. ઇલોન મસ્ક હળાહળ યહૂદી વિરોધી હોવાનો પ્રચાર છેલ્લા કેટલાંક વરસોથી જોરશોરથી ચાલે છે. ન્યુ યોર્કનાં એન્ટિ-ડેફેમેશન લીગ (એડીએલ) સહિતનાં એનજીઓ આ પ્રચાર ચલાવવામાં મોખરે છે. સોરોસ પોતે યહૂદી છે અને હંગેરીથી અમેરિકા આવીને રહ્યા છે. એડીએલ સહિતનાં સંગઠનો સોરોસનાં નાણાંથી ચાલે છે તેથી સોરોસના ઈશારે મસ્કની ઈમેજ બગાડવા માટે એનજીઓ મચી પડયાં છે એવું મસ્કને લાગે છે. દુનિયામાં સાયન્સ અને ટેકનોલોજી, બિઝનેસ, ફાયનાન્સ, કોર્પોરેટ વગેરે ક્ષેત્રોમાં યહૂદીઓનો દબદબો છે. 

ભારતમાં 'ભારતરત્ન' સર્વોચ્ચ નાગરિક સન્માન છે એ રીતે અમેરિકામાં 'પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ' સર્વોચ્ચ નાગરિક સન્માન છે. અમેરિકાના પ્રમુખપદેથી વિદાય લઈ રહેલા જો બાઈડેન હમણાં ખેરાતો કરવામાં પડયા છે. તેના ભાગરૂપે તેમણે અમેરિકાના ૧૪ લોકોને 'પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ'થી સન્માનિત કરી નાંખ્યા. બાઈડને શનિવારે વ્હાઈટ હાઉસમાં જેમને 'પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ' આપ્યા તેમાં ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન, ફેશન ડિઝાઇનર રાલ્ફ લોરેન, ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસી, ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી એશ્ટન કાર્ટર, હોલીવુડ સુપરસ્ટાર ડેન્ઝીલ વોશિંગ્ટન સહિતનાં જાણીતાં નામ છે ને તેમની સામે કોઈએ વાંધો નથી લીધો પણ એક નામથી બધા ભડકી ગયા છે. આ નામ ઈન્વેસ્ટર જ્યોર્જ સોરોસનું છે. 

સોરોસના નામે સૌથી પહેલો વાંધો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ૧૫ દિવસ પછી અમેરિકામાં સૌથી પાવરફુલ પર્સન બની જનારા એલન મસ્કે લીધો છે. મસ્કે સોરોસને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાને ઉપહાસ (travesty) ગણાવ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો મસ્કના મતે, સોરોસને 'પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ' આપવો અમેરિકનોનું અપમાન છે. મસ્કની કોમેન્ટના પગલે મસ્કે અમેરિકાના જાણીતા પોડકાસ્ટર જો રોગનને આપેલા ઈન્ટરવ્યૂની ક્લિપ પણ વાયરલ થઈ છે કે જેમાં મસ્કે સોરોસને માનવતાને નફરત કરનારા ગણાવ્યા હતા. 

મસ્કે કહેલું કે, સોરોસ એવાં કામો કરી રહ્યાં છે કે જેથી સભ્યતાના મૂળભૂત માળખાનું જ પતન થઈ જાય. સોરોસ પોતાન ફાયદા માટે ન્યાયતંત્રને ભ્રષ્ટ કરી રહ્યા છે અને એવા ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂક કરાવે છે કે જેમને ન્યાય કરવામાં રસ જ નથી. મસ્કે પહેલાં પણ સોરોસને એક્સ મેન કોમિક બુર સીરિઝના વિલન મેગ્નેટો સાથે સરખાવીને બહુ બળાપા કાઢેલા. આ બધી ક્લિપ ફરી વાયરલ થઈ છે. 

ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી એલન મસ્ક ચોતરફ છવાયેલા છે ને મસ્ક કંઈ પણ કરે, સમાચાર બની જાય છે. ટ્રમ્પે સોરોસ સામે કાઢેલા બખાળા પણ સમાચાર બની ગયા છે અને દુનિયાભરમાં મસ્કને સોરોસ સામે શું વાંધો છે એ મુદ્દો ચર્ચામાં છે.

 ઘણા માને છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સોરોસને નફરત કરે છે એ કારણે મસ્ક પણ સોરોસના વિરોધી છે. સોરોસે ૨૦૧૬માં ટ્રમ્પને હરાવવા ભરપૂર કોશિશ કરેલી અને આ વખતની ચૂંટણીમાં પણ પાછલા બારણે કમલા હેરિસને તમામ મદદ કરેલી. ટ્રમ્પ ભૂતકાળમાં ને આ વખતના પ્રચારમાં પણ સોરોસ વિરોધી નિવેદનો આપી ચૂક્યા છે પણ મસ્ક અને સોરોસની દુશ્મનાવટનું કારણ ટ્રમ્પ નથી પણ એન્ટિ-સેમિટિઝમ એટલે કે યહૂદી વિરોધી વિચારધારા અંગેનો ઝગડો છે.

એલન મસ્ક હળાહળ યહૂદી વિરોધી હોવાનો પ્રચાર છેલ્લા કેટલાંક વરસોથી જોરશોરથી ચાલે છે. ન્યુ યોર્કનાં એન્ટિ-ડેફેમેશન લીગ (એડીએલ) સહિતનાં એનજીઓ આ પ્રચાર ચલાવવામાં મોખરે છે. 

સોરોસ પોતે યહૂદી છે અને હંગેરીથી અમેરિકા આવીને રહ્યા છે. એડીએલ સહિતનાં સંગઠનો સોરોસનાં નાણાંથી ચાલે છે તેથી સોરોસના ઈશારે મસ્કની ઈમેજ બગાડવા માટે એનજીઓ મચી પડયાં છે એવું મસ્કને લાગે છે. દુનિયામાં સાયન્સ અને ટેકનોલોજી, બિઝનેસ, ફાયનાન્સ, કોર્પોરેટ વગેરે ક્ષેત્રોમાં યહૂદીઓનો દબદબો છે. મસ્કને લાગે છે કે, સોરોસ પોતાને યહૂદીઓ દુશ્મન ચિતરીને યહૂદી લોબીમા અપ્રિય કરવા માગે છે કે જેથી પોતાના બિઝનેસને ફટકો મારી શકાય. 

સોરોસ મસ્કની ઈમેજ બગાડવા મથતા હોય એ વાતમાં દમ છે જ કેમ કે અત્યારે સોરોસ અને મસ્ક વચ્ચે કિંગ મેકર બનવા હરીફાઈ છે જ.   સોરોસનો રેકોર્ડ દુનિયાના સંખ્યાબંધ દેશોની આંતરિક બાબતોમાં દખલ કરીને સત્તાપલટા કરાવવાનો છે તેથી ઘણાં સોરોસને કિંગ મેકર ગણાવે છે. હવે એલન મસ્ક પોતે કિંગ મેકર બનવા માગે છે તેથી સોરોસના વર્ચસ્વ સામે ખતરો છે. 

સોરોસે પોતે મહાન દાનવીર હોવાની ઈમેજ બનાવી છે પણ વાસ્તવમાં આ દાન દ્વારા સોરોસ પોતાનું વર્ચસ્વ ઉભું કર્યું છે. સોરોસ સાયન્સ અને ટેકનોલોજીના વિકાસમાં કે આરોગ્ય સેવાઓ સુધારવા માટે કામ કરનારાંને દાન નથી આપતા પણ ઈમિગ્રન્ટ્સ, મુસ્લિમો વગેરે માટે કામ કરતાં એનજીઓને દાન આપે છે. આ સિવાય સંખ્યાબંધ દેશોમાં રાજકીય ચળવળો સાથે સંકળાયેલાં સંગઠનોને પણ દાન આપ્યું છે. સોરોસ દાનનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે એવું કહેવાય. મલેશિયા, તુર્કી, અઝરબૈજાન સહિતના સંખ્યાબંધ દેશો સોરોસ પોતાનાં નાણાંની તાકાતનો ઉપયોગ પોતાને ત્યાં દખલગીરી માટે કરે છે એવો આક્ષેપ કરી ચૂક્યા છે. સોરોસના વતન હંગેરીમાં તો સોરોસ વિરૂધ્ધ પોસ્ટરો લગાવાયેલાં છે. 

જો કે એલન મસ્ક પણ દૂધે ધોયેલા નથી જ. મસ્કે અમેરિકામાં ગેરકાયદેસર રહીને સામ્રાજ્ય ઉભું કર્યું ત્યાંથી માંડીને પોતાની કંપનીઓમાં ગરબડો સહિતની તપાસો ચાલે જ છે. મસ્કને પણ દુનિયામાં કિંગ મેકર બનવાના અભરખા છે જ એ જોતાં સોરોસ વર્સીસ મસ્કનો જંગ બે બળિયાનો જંગ છે. અત્યારે આ જંગમાં મસ્કનું પલ્લુ ભારે છે પણ સોરોસ જમાનાના ખાધેલ છે એ જોતાં જંગ રસપ્રદ હશે. 

- ૨૦૧૭માં ટ્રમ્પની તાજપોશીના બીજા દિવસે સોરોસે ટ્રમ્પ વિરોધી વીમેન્સ માર્ચ કઢાવેલી

જ્યોર્જ સોરોસને ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. ૨૦૧૬ની પ્રમુખપદની ચૂંટણી વખતે સોરોસે ટ્રમ્પને હરાવવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી અને હિલેરી ક્લિન્ટનને જીતાડવા માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો હતો. સેંકડો યુવતીઓ સાથે સેક્સ સંબંધો બાંધી ચૂકેલા ટ્રમ્પ લંપટ છે અને સ્ત્રીને હનસ સંતોષવાના રમકડાથી વિશેષ કંઈ માનતા નથી તેથી ટ્રમ્પ ચૂંટાશે તો અમેરિકાની મહિલાઓ સલામત નહીં રહે એવો સાવ હલકી કક્ષાનો પ્રચાર સોરોસે સોશિયલ મીડિયા પર કરાવ્યો હતો છતાં ટ્રમ્પને હરાવી શક્યા નહોતા.   સોરોસને આ વાતનો એટલો ડંખ રહી ગયેલો કે, ટ્રમ્પે ૨૦ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ અમેરિકાના પ્રમુખપદના શપથ લીધા તેના બીજા દિવસે સમગ્ર વિશ્વમાં વીમેન્સ માર્ચનું આયોજન કરાવીને ટ્રમ્પનો વિરોધ કરાવ્યો હતો. ટ્રમ્પ ૯ નવેમ્બર, ૨૦૧૬ના રોજ ચૂંટાયા તેના બીજા જ દિવસે અરિઝોનાની મેલિસ્સા મિયોત્કે નામની યુવતીએ રેપ અને સેક્સ્યુઅલ એસોલ્ટના આરોપી ટ્રમ્પની પ્રમુખપદે વરણીના વિરોધમાં ૨૧ જાન્યુઆરીએ વિરોધ કૂચનું એલાન કરતું ફેસબુક પેજ બનાવેલું. એ પછી ધડાધડ આવાં પેજ બનવા માંડયાં અને એક જ દિવસમાં હજારો મહિલાઓએ કૂચમાં જોડાવાની જાહેરાત કરી નિકળેલી.  વોશિંગ્ટનમાં નિકળેલી વીમેન્સ માર્ચનું ફેસબુક, યુટયુબ અને ટ્વિટર પર લાઈવ ટેલીકાસ્ટ કરાયું હતું. વોશિંગ્ટનની રેલીમાં ૪.૭૦ લાખ લોકો હાજર રહેલાં જ્યારે આખા અમેરિકામાં થયેલી અલગ અલગ ૪૦૮ રેલીઓમાં ૫૨ લાખથી વધારે લોકો હાજર હતાં. દુનિયાના ૮૧ દેશોમાં આવી બીજી ૧૬૮ રેલીઓ યોજાઈ હતી. આ રેલીઓનો તમામ ખર્ચ સોરોસે ઉઠાવેલો એવું કહેવાય છે.

- સોરોસ યુરોપના દેશોમાં મુસ્લિમોને ઠાલવી રહ્યાના આક્ષેપ 

મસ્ક સહિતના જમણેરી વિચારધારા ધરાવતા લોકો જ્યોર્જ સોરોસને પશ્ચિમની સભ્યતાને ખતમ કરવા મથતા સનકી ગણાવે છે. તેમના મતે, યુરોપના દેશોમાં મુસ્લિમોનાં ધાડેધાડાં ઠલવાય છે તેના માટે સોરોસ જવાબદાર છે. સોરોસ એવાં એનજીઓને મદદ કરે છે કે, જે આંતરિક વિગ્રહમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને જહાજોમાં ભરી ભરીને યુરોપના દરિયાકિનારે મૂકી જાય છે. 

સોરોસ પોતાના ફાયદા માટે મુસ્લિમોને અમેરિકા અને યુરોપના દેશોમાં ઠાલવે છે કે જેના કારણે યુરોપના દેશોમાં માઈગ્રન્ટ ક્રાઈસિસ ઉભી થઈ ગઈ છે. સોરોસ આ મુસ્લિમોના નેતાઓનો ઉપયોગ જે તે દેશોની સરકારો પર દબાણ લાવવા માટે કરે છે. મુસ્લિમો આ દેશોમાં અરાજકતા અને અશાંતિ ઉભી ના કરે તેના બદલામાં સોરોસ સરકારો પાસેથી પોતાનાં કામો કઢાવી લેતા હોવાના આક્ષેપો થાય છે.

જમણેરી વિચારધારા ધરાવનારાંને મુસ્લિમો દીઠા ગમતા નથી. તેમને લાગે છે કે, મુસ્લિમો યુરોપના દેશોમાં મસ્જિદો બનાવી રહ્યા છે અને પોતાનાં બજારો ઉભાં કરી રહ્યા છે ને ધીરે ધીરે અર્થતંત્ર પર કબજો જમાવી રહ્યા છે.


News-Focus

Google NewsGoogle News