Get The App

સેન્સર સર્ટિ. અટકતાં કંગનાની ઈમરજન્સીની રીલિઝ મોકૂફ

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
સેન્સર સર્ટિ. અટકતાં કંગનાની  ઈમરજન્સીની રીલિઝ મોકૂફ 1 - image


- ભાજપના પંજાબ એકમે જ માહિતી પ્રસારણ મંત્રાલય સમક્ષ વાંધો લીધો હતો

- લગભગ એક વર્ષથી ફિલ્મ તૈયાર પડી છે, અગાઉ લોકસભા ચૂંટણીના કારણે અટકી હતીઃ હવે પંજાબમાં શીખ સમુદાયના વિરોધના લીધે અટવાઈ

મુંબઈ: કંગના મલ્હોત્રાની ફિલ્મ 'ઈમરજન્સી'  સામે તેના જ પક્ષ ભાજપના પંજાબ એકમે વાંધા ઉઠાવતાં સેન્સર બોર્ડે આ ફિલ્મનું  સર્ટિફિકેટ અટકાવી  દેતાં ફિલ્મની રીલિઝ મોકૂફ રાખી દેવામાં આવી છે. આ ફિલ્મ તા. છઠ્ઠી સપ્ટેમ્બરના રીલિઝ થવાની હતી. પરંતુ, સમયસર સેન્સર ક્લિયરન્સ નહિ મળતાં ફિલ્મની રીલિઝ પાછી ઠેલ્યા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી એમ ટ્રેડ વર્તુળોએ જણાવ્યું હતું.  ફિલ્મ એક વર્ષથી તૈયાર પડી છે.  છેલ્લે તે ગત માર્ચમાં રીલિઝ કરવાની હતી પણ કંગનાએ લોકસભા ચૂંટણી લડવાનું કારણ દર્શાવી તે રીલિઝ કરવાનું ટાળ્યું હતું.

અગાઉ સેન્સરે ફિલ્મને સામાન્ય ક્ટસ સાથે સર્ટિ. આપવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ, ભાજપના જ પંજાબ એકમ દ્વારા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને એક પત્ર પાઠવી આ ફિલ્મને સેન્સર કરતાં પહેલાં   સાવધાની રાખવા ચેતવણી પાઠવી હતી. આ ઉપરાંત શિરોમણી અકાલી દળ દ્વારા  ફિલ્મ સર્જકોને લીગલ નોટિસ તથા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી સહિતનાં શીખ સંગઠનોના ભારે વિરોધને પગલે હાલ પૂરતું ફિલ્મનું સેન્સર સર્ટિ અટકાવી રાખવામાં આવ્યું છે. કંગનાએ પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્વીકાર્યું હતું કે  ફિલ્મને સેન્સરમાં અટકાવી દેવાઈ છે. 

સેન્સર બોર્ડે કંગનાને ફિલ્મમાં વધુ કેટલાક કટ સૂચવ્યા છે તથા કેટલાંક ઐતિહાસિક પાત્રો તથા તથ્યો બાબતે વધુ ડિસ્ક્લેમર મૂકવા પણ જણાવ્યું હોવાનું કહેવાય છે. 

ફિલ્મમાં એવું દર્શાવાયું છે કે ભિંદરણાવાલે અને ઈન્દિરા ગાંધી વચ્ચે ગુપ્ત સમજૂતી હતી અને ભિંદરણાવાલેએ અલગ  શીખ રાજ્ય મળે તો બદલામાં કોંગ્રેસને મદદ કરવાનું વચન આપ્યુ ંહતું. શીખ સંગઠનો આ ચિત્રણથી નારાજ  છે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી રહ્યા છે. 

News-Focus

Google NewsGoogle News