Get The App

કેથોલિક ચર્ચમાં ફરી સેક્સ સ્કેન્ડલ, 41 નન હવસનો શિકાર

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
કેથોલિક ચર્ચમાં ફરી સેક્સ સ્કેન્ડલ, 41 નન હવસનો શિકાર 1 - image


- યુરોપના ચર્ચમાં થયેલા જાતિય શોષણના બેથી ત્રણ લાખ કિસ્સા નોંધાયેલા છે ઃ ટીવી ચેનલોના પ્રભાવ વધ્યા પછી આ પાપ છાપરે ચડીને પોકારવા લાગ્યા છે

- ફાધર માર્કોના સેક્સ સ્કેન્ડલે જાતિય સતામણી માટે વગોવાયેલાં કેથોલિક સંપ્રદાયનાં ચર્ચને ફરી વિવાદમાં લાવી દીધાં છે. આ ચર્ચમાં પાદરીઓ અને બીજો સ્ટાફ નાનાં બાળકોનું જાતિય શોષણ કરે એવા લાખો કેસ નોંધાયેલા છે. સાધ્વીઓ સુધ્ધાં કિશોરો કે છોકરીઓનો ઉપયોગ પોતાની હવસ સંતોષવા કરતી હોય એવા પણ હજારો કેસ છે. ઘણા કિસ્સામાં તો ત્રણ-ચાર વર્ષનાં બાળકોનું જાતિય શોષણ કરાયું છે. 

વિશ્વમાં લગભગ ૧૪૦ કરોડ અનુયાયી ધરાવતા ખ્રિસ્તી ધર્મના રોમેન કેથોલિક સંપ્રદાયના સેક્સ સ્કેન્ડલે ખળભળાટ મચાવ્યો છે. રોમન કેથોલિક સંપ્રદાયમાં ટોચના પાદરી ફાધર માર્કો રૂપનિકે ઓછામાં ઓછી ૪૧ સાધ્વીઓને હવસનો શિકાર બનાવી અને તેમની કામલીલા સામે વેટિકન સિટીએ વરસો સુધી આંખ આડા કાન કર્યા એ મુદ્દો ગાજી રહ્યો છે.

ફાધર માર્કો રૂપનિક સામે બે નન (સાધ્વીઓ)એ અઠવાડિયા પહેલાં પોતાની સાથે શરીર સંબંધો બાંધીને વરસો સુધી જાતિય શોષણ કરવાનો આક્ષેપ કરેલો. આ બંને સાધ્વીઓએ પોતાની ઓળખ જાહેર નહોતી કરી પણ અલગ નામે પોતાની આપવિતી વર્ણવેલી. તેમણે બતાવેલી હિંમતના પગલે બીજી બે સાધ્વીએ ફાધર માર્કોએ પોતાની સાથે પણ શરીર સંબંધ બાંધ્યા હોવાનું જાહેર કરેલું.

ફાધર માર્કો સામે આક્ષેપ કરનારી બંને સાધ્વીની હિંમત તેના કારણે વધી. તેમણે પોતાની સાચી ઓળખ જાહેર કરીને પોતાનાં નામ ગ્લોરિયા બ્રાન્સિયાની અને મિજરામ કોવેક હોવાનું જાહેર કરીને પત્રકાર પરિષદ કરી. આ પત્રકાર પરિષદમાં બંનેએ દાવો કર્યો છે કે, ફાધર એક સાથે એક કરતાં વધારે યુવતીઓ સાથે શરીર સંબંધ બાંધવાની વિકૃત્તિની હદ સુધી જતા. બંનેએ ફાધર માર્કોની ગંદી હરકતોની ગ્લોરિયા અત્યારે ૬૦ વર્ષનાં જ્યારે કોવેક ૬૨ વર્ષનાં છે. ફાધર માર્કોએ સ્લોવેનિયામાં લોયોલા કોમ્યુનિટી બનાવી છે. બંને સાધ્વી તેની સાથે સંકળાયેલી હતી ત્યારે ૧૯૮૭થી ૧૯૯૩ દરમિયાન ફાધર માર્કોએ તેમને હવસનો શિકાર બનાવી હતી. ગ્લોરિયા મેડિકલનો અભ્યાસ કરતી હતી જ્યારે કોવેક આર્કિટેક્ટની વિદ્યાર્થીની હતી. બંને સેવાની ભાવનાથી આવેલી પણ ચર્ચમાં જુદો જ ખેલ ચાલતો હતો. ફાધર માર્કો પ્રભુની સેવાના નામે હવસનો ખેલ ચલાવતા હતા. તેનાથી કંટાળીને બંનેએ ૧૯૯૩માં લોયોલા કોમ્યુનિટી છોડી દીધી હતી. 

ગ્લોરિયા અને કોવેકે મોટો ઘડાકો એ કર્યો છે કે, ૪૧ સાધ્વીઓએ પોતાને ફાધર માર્કોએ હવસનો શિકાર બનાવી હોવાનું પોતાને કહ્યું છે. ગ્લોરિયા અને કેવોક રોમન કેથોલિક સંપ્રદાયમાં વરસોથી આ અંગે રજૂઆત કરતાં રહ્યાં છે પણ કોઈ તેમની વાત કોઈ જ સાંભળતું નહોતું. ૧૯૯૩માં પોતે લોયોલા કોમ્યુનિટી છોડી પછી પણ ફાધર માર્કોને કંઈ ના થયું અને તેમની હવસલીલા બેરોકટોક ચાલતી રહી. 

ફાધર માર્કો વિશ્વવિખ્યાત મોઝેઈક આર્ટિસ્ટ પણ છે. દુનિયાભરનાં મોટાં કેથોલિક ચર્ચ અને બીજાં સ્થળો ફાધર માર્કોની મોઝેઈક આર્ટથી ડેકોરેટ કરાયેલાં છે તેથી સંપ્રદાયમાં ઉપર સુધી ફાધર માર્કોના બહુ સારા સંબધો છે. આ સારા સંબંધોના કારણે બીજી સાધ્વીઓએ પણ ફરિયાદ કરી હોવા છતાં માર્કોને કશું ના થયું. જો કે સ્લોવેનિયાની રાજધાની જુબલિયાના આર્કબિશપ સ્ટેનિસ્લેવ ઝોર અલગ માટીના નિકળ્યા. 

ગ્લોરિયા-કોવેક ઉપરાંત બીજી સાધ્વીઓની ફરિયાદને ગંભીરતાથી લઈને તેમણે ૨૦૨૦માં તપાસ શરૂ કરાવી. ગ્લોરિયા-કોવેક તેમને મળ્યાં ત્યારે તેમણે લોયોલા કોમ્યુનિટી છોડનારી બીજી મહિલાઓનો સંપર્ક સાધીને તેમની ફરિયાદો એકઠી કરવા કહ્યું. તેના આધારે ફાધર ઝોરે પોપ ફ્રાન્સિસને ફરિયાદ કરી. પોપ ફ્રાન્સિસે ૨૦૨૩ના જૂનમાં ફાધર માર્કોને સોસાયટી ઓફ જીસસમાંથી દૂર કરીને તપાસનો આદેશ આપેલો. આ વાતને ૮ મહિના થઈ જવા છતાં ફાધર માર્કોને કશું ના થતાં છેવટે ગ્લોરિયા-કોવેકે માર્કોની હવસલીલાને જાહેરમાં લાવવી પડી છે. 

યોગાનુયોગ સાધ્વીઓએ આક્ષેપો એવા સમયે કર્યા છે કે જ્યારે ૧૯૮૩માં ૧૫ વર્ષની એમાન્યુએલા ઓરલાન્ડીના ગુમ થવાની તપાસ શરૂ કરાવવી પડી છે. એમાન્યુએલા રહસ્યમય રીતે ગુમ થઈ તેમાં સેક્સ રેકેટની આશંકા વ્યક્ત કરાઈ છે. એમાન્યુએલાના ગુમ થવા અંગે નેટફ્લિક્સ દ્વારા વેટિકલ ગર્લ સીરિઝ બનાવાઈ છે. 

આ સીરિઝમાં એમાન્યુએલાની બાળપણની મિત્ર દાવો કરે છે કે, એમાન્યુએલાએ તેને કહેલું કે પોપ જૌન પૌલની અત્યંત નજીકની એક વ્યક્તિએ તેનું જાતિય શોષણ કરીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. પીએટ્રોનો દાવો છે કે, પૌલ પણ તેમાં સામેલ હોઈ શકે છે.

આ સિવાય એક થીયરી એવી પણ રજૂ કરાયેલી કે, એમાન્યુએલા પૌલની નજીક હોવાથી તેનું અપહરણ કરીને પૌલને બ્લેકમેઈલ કરાયેલા કે જેથી મેહમત અલી આગસાને છોડાવી શકાય. તુર્કીનો મેહમત ખૂંખાર અપરાધી હતો અને ૧૯૮૧માં પૌલની હત્યાનો પ્રયત્ન કરેલો. ઈટાલીમાં મેહમતને આજીવન કેદની સજા થયેલી. પૌલ ૧૯૮૩માં તેને ઈટાલીની જેલમાં મળેલા અને માફી આપેલી પણ ઈટાલીએ તેને છોડયો નહોતો. એમાન્યુએલા વેટિકન પોલીસ દ્વારા ચલાવાકા સેક્સ રેકેટ સાથે જોડાયેલી હોવાની વાતો પણ ચાલેલી. પૌલ માટે મુશ્કેલી ના સર્જે એટલે એમાન્યુએલાને લંડન મોકલી દેવાયેલી અને કેથોલિક યુથ હોસ્ટેલમાં રખાયેલી એવી વાતો પણ ચાલેલી. 

આ બધી વાતોમાંથી શું સાચું છે ને શું ખોટું એ રામ જાણે પણ આ બંને ઘટનાના કારણે રોમન કેથોલિક સંપ્રદાય ફરી વિવાદમાં સપડાયો છે. કેથોલિક સંપ્રદાયનાં ચર્ચ સેક્સ્યુઅલ એબયુઝ માટે વગોવાયેલો છે. પાદરીઓ અને બીજો સ્ટાફ નાનાં બાળકોનું જાતિય શોષણ કરે એવા લાખો કેસ નોંધાયેલા છે. સાધ્વીઓ સુધ્ધાં કિશોરો કે છોકરીઓનો ઉપયોગ પોતાની હવસ સંતોષવા કરતી હોય એવા પણ હજારો કેસ છે. ખળભળી જવાય એવી વાત એ છે કે, ઘણા કિસ્સામાં તો ત્રણ-ચાર વર્ષનાં બાળકોનું પણ જાતિય શોષણ કરાયું છે. યુરોપના એક-એક દેશમાં ચર્ચમાં થયેલા જાતિય શોષણના બબ્બે-બબ્બે ત્રણ-ત્રણ લાખ કિસ્સા નોંધાયેલા છે. તેના પરથી જ કેવી પાપલીલા ચાલતી હશે તેનો અંદાજ આવી જાય. 

ચર્ચ પાવરફુલ ગણાય છે તેથી આ મહાપાપ ઢંકાયેલાં રહેતાં પણ ૧૯૮૦ના દાયકા પછી મીડિયા અને ખાસ તો ટીવી ચેનલોનો પ્રભાવ વધ્યો એટલે આ પાપ છાપરે ચડીને પોકારવા માંડયાં. 

પોપ જોન પૌલ 15 વર્ષની છોકરીના કેસમાં શંકાના ઘેરામાં

વેટિકન સિટીમાં ૪૦ વર્ષ પહેલાં ગુમ થયેલી એમાન્યુએલા ઓરલાન્ડીના ગુમ થવાના કેસમાં પ્રોસીક્યુટરે તપાસનો આદેશ આપતાં શું બહાર આવશે તેની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કેમ કે એમાન્યુએલાના ભાઈ પીએટ્રો એરલાન્ડીએ બહેનના ગુમ થવામાં પોપ જોન પૌલની સંડોવણીનો આક્ષેપ કર્યો છે. પોન જોન પૌલ ૧૯૭૮થી ૨૦૦૫માં ગુજરી ગયા ત્યાં સુધી વેટિકન સિટીના વડા હતા.

એમાન્યુએલા ૨૨ જૂન ૧૯૮૩ના રોજ ગુમ થઈ ત્યારે માત્ર ૧૫ વર્ષની હતી. વેટિકન સિટીની દીવાલ પાસેના નાનકડા ચોકમાંથી ગુમ થયેલી એમાન્યુએલા ક્યાં ગઈ તેની કોઈને ખબર જ ના પડી. છેલ્લાં ૪૦ વર્ષથી ન્યાય માટે લડી રહેલા પીએટ્રોએ પોપ જોન પૌલ સમક્ષ રજૂઆત કરેલી પણ આશ્ચર્યજનક રીતે વેટિકન સિટી આ મુદ્દે ચૂપ રહ્યું. વેટિકન સિટીએ એમાન્યુએલા ઈટાલીમાં ગુમ થઈ હોવાનો દાવો કરીને ઈટાલીમાં તપાસ કરવી જોઈએ એવું નિવેદન આપેલું. એ પછીનાં વરસોમાં એમાન્યુએલાના ગુમ થવા અંગે સિટી દ્વારા એક શબ્દ પણ કહેવામાં આવ્યો નથી. હવે વેટિકનના પ્રોસીક્યુટરે સંપૂર્ણ તપાસ કરીને ન્યાયની ખાતરી આપી છે.

પીએટ્રોએ આડકતરી રીતે એમાન્યુએલા પોપની હવસનો શિકાર બની હોવાનો આક્ષેપ કર્યો છે. પૌલની ઈમેજ સ્વચ્છ હોવાથી પીએટ્રોના આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે. તપાસમાં પૌલની સંડોવણી બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.

ફાધર થીયોડોરે 400 બાળકોને હવસનો શિકાર બનાવેલાં

ગ્લોરિયા-કોવેકે માર્કો રૂપનિકના કેસને અમેરિકન પાદરી થીયોડોર એડગર મેકકેરિકના કેસ સાથે સરખાવ્યો છે. ૧૯૫૮માં ખ્રિસ્તી પાદરી બનેલા થીયોડોરને નાનાં બાળકો અને ચર્ચમાં કામ કરતા પુખ્ત વયના પુરૂષો સાથે શરીર સંબંધો રાખવા બદલ ૨૦૧૮માં મુખ્ય પાદરી તરીકેની ફરજમાંથી દૂર કરાયા હતા અને ૨૦૧૯માં કેથોલિક સંપ્રદાયમાંથી જ દૂર કરીને પાદરી તરીકેનો હોદ્દો છિનવી લેવાયો હતો. 

થીયોડોરને પુરૂષો સાથે શરીર સંબંધ હોવા અંગે ૧૯૯૩થી ૨૦૧૬ દરમિયાન અમેરિકન આર્કપિશપ્સ અને વેટિકન સિટીમાં પોપને પણ વારંવાર રજૂઆત કરાયેલી પણ બંનેએ થીયોડોરની હવસલીલા સામે આંખ આડા કાન કરીને કશું નહોતું કર્યું. થીયોડોરે ૪૦૦થી વધારે નાનાં બાળકોને હવસનો શિકાર બનાવીને શરીર સંબંધ બાંધ્યા હોવાનું કહેવાય છે. 

થીઓડોર અમેરિકામાં પાવર બ્રોકર તરીકે જાણીતા હતા. ટોચના રાજકારણીએ સાથે ગાઢ સંબંધ ધરાવતા થીયોડોર નેતાઓને કેથોલિક સંપ્રદાયમાંથી જંગી ફંડ અપાવતા તેથી તેમની સામે કોઈ બોલતું નથી. ૨૦૧૮માં તેમની હવસનો શિકાર બનેલા ચર્ચના જ પુરૂષોએ મીડિયા સુધી પોતાની ફરિયાદ પહોંચાડી એ પછી થીયોડોર સામે પગલાં લેવાયાં. બાકી થીયોડોર હજુય પાવર બ્રોકર તરીકે કામ કરતા હોત.

News-Focus

Google NewsGoogle News