Get The App

બીલીમોરાના ગોયંદીભાઠલા ગામે એકલવાયા જીવનથી કંટાળી મહિલાએ ચીકુના ઝાડ પર ગળાફાંસો ખાધો

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
બીલીમોરાના ગોયંદીભાઠલા ગામે એકલવાયા જીવનથી કંટાળી મહિલાએ ચીકુના ઝાડ પર ગળાફાંસો ખાધો 1 - image

image : Freepik

Bilimora Suicide Case : બીલીમોરાના ગોયંદીભાઠલા ગામે ચીખલીના પીપલગભાણ ગામની શ્રમજીવી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ચીકુના વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ચીખલી તાલુકાના  પીપલગભાણ ગામે, બોમ્બ ફળિયામાં રહેતી સાજના કાલિદાસ હળપતિ (ઉં.વર્ષ.35) છેલ્લા કેટલાક સમયથી એકલવાયું જીવન જીવતી રહી હતી. અને ઇંટના ભઠ્ઠા પર છૂટક મજૂરી કામ કરી રહી હતી. દરમિયાન એકલવાયા જીવનથી કંટાળી જઈ બીલીમોરા નજીક આવેલા ગોયંદી ભાઠલા ગામની સીમમાં ચીકુના વૃક્ષ પર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો હતો. આ બનાવ અંગે બીલીમોરા પોલીસમાં ગોયંદી ગામના સરપંચ પ્રશાંતભાઈ રમેશચંદ્ર પટેલએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એ.એસ.આઇ રવિંનભાઈ કરી રહ્યા છે.


Google NewsGoogle News