નવસારીના જલાલપોર તાલુકામાં આકાશી આફત, વૃક્ષો તૂટી પડતાં રસ્તાઓ બંધ, ખેતીવાડીને વ્યાપક નુકસાન
સવારથી સાંજ સુધીમાં 212 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો
હવામાન ખાતાની આગાહી મુજબ આજે રાજ્યમાં સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સવારથી સાંજ સુધીમાં 212 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. એવામાં ઘણી જગ્યાએ આફતના સમાચાર પણ સામે આવ્યા છે. નવસારી નજીક જલાલપોર તાલુકાના માણેકપોર ટકોલી ગામે આકાશી આફતતફરી મચી ગઇ હતી.
વૃક્ષો તૂટી પડતાં રસ્તાઓ બંધ થયા
નવસારી અનેક જગ્યા પર આવાસ અને લોકોના મકાનના પતરા ઉડ્યા અને સાથે વીજળીના થાંભલા ધરાશાયી થતા વીજળી ડૂલ થઇ ગઈ હતી. સાથે જ ઘણી જગ્યાઓ પર વૃક્ષો જમીન ધ્વસ્ત બન્યા હતા. માણેકપોર ટકોલી સાગર તવડી રોડ પર વૃક્ષો તૂટી પડતાં રસ્તાઓ બંધ થયા જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ખેતીવાડીને વ્યાપક નુકસાન
કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. વરસાદના કારણે ખેતીવાડીને વ્યાપક નુકસાન થયું છે. અચાનક મેઘો વરસતા શેરડીની કાપણી બંધ થઇ ગઈ હતી.