નવસારી વિહિપ અને બજરંગ દળનું આવેદન, બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ પરિવારોને ભારતમાં આશ્રય આપવા કરી માંગણી
Navsari VHP Bajarang Dal : નવસારી વિહિપ અને બજરંગ દળ દ્વારા વડાપ્રધાનને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ પરિવારોને ભારતમાં આશ્રય આપી પ્રસ્થાપિત કરવા માંગણી કરી હતી. અને નવસારી વિજલપોર નગરપાલિકા કચેરી સામે બાંગ્લાદેશનું પૂતળાં દહન કરી "હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ" ના સૂત્રોચાર કર્યા હતા.
નવસારી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો દ્વારા આજે નવસારી વિજલપોર નગરપાલિકા કચેરી સામે બાંગ્લાદેશના પૂતળાનું દહન કરી "હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ" જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. અને દેશના વડાપ્રધાનને સંબોધીને જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ બાંગ્લાદેશમાં રહેતા મુસ્લિમો દ્વારા અનામતના નામે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ પરિવારો પર અત્યાચાર બળાત્કાર ગુજારી હત્યાઓ કરવામાં આવી રહી છે. ત્યાં રહેતા મુસ્લિમો દ્વારા હિન્દુઓની જાહેરમાં હત્યા કરી એક દહેશત ઊભી કરવામાં આવી રહી છે. આથી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ બાંગ્લાદેશ છોડી ભારત દેશમાં આવવા માંગે છે. તેમ જણાવી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ પરિવારોને ભારતમાં પ્રસ્થાપિત કરવામાં આવે તેવી માંગણી કરી હતી અને ભારતમાં ઘુસપેઠ કરી વસેલા રોહિંગ્યા અને બાંગ્લાદેશી તથા પાકિસ્તાની મુસ્લિમોને દેશ નિકાલ કરવા જણાવાયું હતું.