Get The App

ભાજપનો અનોખો વિરોધ, નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ ધારણ કર્યો ગાંધી વેશ

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
ભાજપનો અનોખો વિરોધ, નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ ધારણ કર્યો ગાંધી વેશ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને નવસારી બેઠકને I.N.D.I.A. ગઠબંધને ગાંધી વિરુદ્ધ ગોડસેની વારસદારોની લડાઈ ગણાવી  હતી. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં I.N.D.I.A. ગઠબંધનના નેતાએ જણાવ્યું હતું કે, 'કોંગ્રેસના ઉમેદવારને વિરોધી ઉમેદવાર સામે નહી વડાપ્રધાન સામે વિરોધ છે.' આ ઉપરાંત દાંડી યાત્રા કાઢવા સાથે 19મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી.

પત્રકાર પરિષદમાં કોંગ્રેસ સાથે આપના નેતા હાજર રહ્યા

ગત શનિવારે કોગ્રેસે નવસારી બેઠકના ઉમેદવાર તરીકે નૈષધ દેસાઈના નામની જાહેરાત કરી હતી. આજે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ સાથે આપના નેતા ગોપાલ ઈટાલિયા પણ હાજર રહ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, 'નવસારી લોકસભાની ચૂંટણી ઐતિહાસિક બની રહેશે આ ચૂંટણી ગાંધી અને ગોડસેના વારસદારો સામે છે અને તે પરિણામ નક્કી કરશે.'

કોંગ્રેસના ઉમેદવારે ગાંધી વેશ ધારણ કર્યો

ગાંધી વેશ ધારણ કરીને આવેલા નવસારી બઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ કહ્યું હતું કે, 'હાલની મોદી સરકારની તાનાશાહી સરકાર છે નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલના કુપોષિત બાળકોને પોષણ આપવાની કામગીરી થી પ્રભાવિત છે. પણ મોદી સરકારે પટાવાળાથી માંડીને આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને ગુલામ બનાવી દીધા છે. મોદી સરકારની નોટબંધીના કારણે બ્લેક મની વ્હાઈટ થઈ છે.' આ ઉપરાંત તેમણે મતદાન થાય ત્યા સુધી ગાંધીજીના વેશમાં રહેવા અને 19મી એપ્રિલે ઉમેદવારીપત્રક ભરવા માટેની જાહેરાત કરી હતી. સાથે દાંડી યાત્રા પણ કરશે તેવી જાહેરાત કરી હતી.

ચૂંટણી પહેલા સુરત કોંગ્રેસ પ્રમુખના ભાઈ ભાજપમાં જોડાયા

હાલમાં બે દિવસ પહેલા સુરત કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપુતના ભાઈ બબલુ સિંગ રાજપૂત ભાજપમાં જોડાઈ ગયાં હતા. આ મુદે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, 'કેટલાક લોકો લોભીયા છે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.' આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રમુખના ભાઈ લોભીયા છે? તેવો પ્રશ્ન પુછાતા તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.

ભાજપનો અનોખો વિરોધ, નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ ધારણ કર્યો ગાંધી વેશ 2 - image


Google NewsGoogle News