પૂર્ણા નદીના ઘોડાપૂરમાં બ્રિજની રેલિંગ તૂટી પડી, નવસારી-બારડોલીનો વાહન વ્યવહાર ઠપ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
પૂર્ણા નદીના ઘોડાપૂરમાં બ્રિજની રેલિંગ તૂટી પડી, નવસારી-બારડોલીનો વાહન વ્યવહાર ઠપ 1 - image


Purna River Flooding in Navsari : નવસારી બારડોલી સ્ટેટ હાઇવે પર આવેલા ગુરૂકુલ સુપા ગામે પૂર્ણા નદીના ઘોડાપૂરના ધસમસતા પ્રવાહમાં ઓવર બ્રીજની રેલિંગની દીવાલ તૂટી જતાં વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. નવસારી બારડોલી વાહન વ્યવહાર ખોરવાતા હજારો લોકો અટવાય પડ્યા હતા અને 10 કિલોમીટરનો ચકરાવો ખાવા મજબૂર બન્યા છે.

નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નવસારીની પૂર્ણા નદી રોદ્ર સ્વરૂપ ધારણ કરતા નવસારી વિરાવળ પૂર્ણા નદી 30 ફૂટની સપાટીએ ગાંડીતૂર બની વહેતા નવસારી સુરત સ્ટેટ હાઇવે પાણીમાં ગરક થઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.

તો બીજી તરફ નવસારી બારડોલી સ્ટેટ હાઇવે પર આવેલા ગુરૂકુલ સુપાગામે પૂર્ણા નદીના બ્રિજ પર જોતજોતામાં ઘોડાપૂરના ધસમસતા પાણી પ્રવાહમાં ગરક થઈ જતાં ગઈકાલે નવસારી બારડોલીને જોડતો સ્ટેટ હાઇવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

પૂર્ણા નદીના ઘોડાપૂરમાં બ્રિજની રેલિંગ તૂટી પડી, નવસારી-બારડોલીનો વાહન વ્યવહાર ઠપ 2 - image

વધુ વાંચો : નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકાર, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, ઘરોમાં ઘૂસ્યાં પાણી

ગઈકાલે આવેલા પૂર્ણા નદીના પાણી આજે ઉતરતા ગુરુકુલ સુપા પૂર્ણા નદીના બ્રિજની રેલિંગની દીવાલ પૂર્ણા નદીના ધસમસતા પાણીમાં તણાય આવેલા લાકડા બ્રીજની રેલિંગ સાથે ધડાકાભેર અથડાતાં તૂટી ગઈ હતી. આજે પૂર્ણા નદીના બ્રિજની રેલિંગ અને રસ્તાનું મોટપાયે ધોવાણ થયેલું જોઈ વાહન ચાલકોના હોસ ઉડી ગયા હતા. અંદાજે 18 મીટર બ્રિજની રેલિંગ ધોવાઈ ગઈ હતી. આથી આ બ્રિજ વાહન વ્યવહાર માટે જોખમી જણાતા નવસારી સુરત સ્ટેટ હાઇવે ગુરુકુલ સુપા બ્રિજ વાહન વ્યવહાર માટે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે.

જેને કારણે નવસારી-બારડોલી અવર જવર કરતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાવા સાથે અટવાઈ પડ્યા છે. અને વૈકલ્પિક રસ્તા તરીકે ગુરુકુલ સુપા ગામે ભૂત બંગલા થઈ પેરા ગામે થઈ ધોળાપીપળા થઈ નેશનલ હાઇવે નં 48 પરથી ગ્રીડ થઈ નવસારી એમ કુલ 12 કિલોમીટરનો લાંબો ચકરાવો ખાઈ નવસારી અવર-જવર કરવા મજબૂર બન્યા છે. ત્યારે નવસારી માર્ગ મકાન વિભાગ દ્વારા આ ધોવાય ગયેલા બ્રિજની તાત્કાલિક મરામત કરો આ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠવા પામી છે.

વધુ વાંચો : નવસારીમાં આભ ફાટ્યું, છેલ્લા 24 કલાકમાં 139 તાલુકામાં વરસાદ, પૂર્ણા નદી ભયજનક સપાટીએ


Google NewsGoogle News