નવસારીના આમડપોર ગામની મકરી ખાડીમાં ડૂબી જતાં શ્રમજીવી દંપતીનું મોત
Image Source: Freepik
નવસારી નજીક આવેલા આમડપોર થી તેલાડાગામ જતા રસ્તા પર આમડપોર ગામની સીમમાં આવેલ મકરી ખાડીમાં ડૂબી જતાં તેલાડા ગામના શ્રમજીવી દંપતીનું ડૂબી જતાં કરૂણ મોત નીપજ્યા હતા.સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢવામાં આવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નવસારી નજીક આવેલા તેલાડા ગામે, વિઠીયા ફળિયામાં રહેતા શ્રમજીવી ખંડુભાઇ રામુભાઇ હળપતી (ઉ.વર્ષ 60) અને મધુબેન કૈલાસભાઇ રાઠોડ(ઉ.વર્ષ.55) બંને છેલ્લા પાંચ વર્ષમાં પતિ પત્નીની જેમ રહેતા હતા.અને ખેતમજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા.ગઈ તા. 25-7-24ના રોજ ભારે વરસાદ અને જિલ્લામાં પૂર્ણા અંબિકા કાવેરી મીંઢોળા નદીમાં ઘોડાપૂર ની સ્થિતિ સર્જાઈ હતી.આ વચ્ચે આમોડપોર ગામની સીમમાં ખંડુભાઈ હળપતિ અને મધુબેન બંને મજૂરી કામે ગયા હતા.અને બપોરે ૩ વાગ્યા બાદ ઘરે પરત આવવા નીકળ્યા હતા.દરમિયાન આમડપોર થી તેલાડા જતા રસ્તા પર આમડપોર ગામની સીમમાં આવેલ મકરી ખાડીના પાણીમાં અકસ્માતે ખંડુભાઈ અને મધુબેન બંને દંપતી ડૂબી જતા લાપતા બન્યા હતા. રાત્રે બંને ઘરે પરત નહીં ફરતા તેના પુત્ર અશોક હળપતિ અને મહોલ્લાના રહીશો આમડપોર થી તેલાડા જતા રસ્તા પર આમડપોર ગામની હદમાં આવેલ મકરી ખાડીના પાણીમાં શોધખોળ કરતા બે દિવસ બાદ બંનેની લાશ મળી આવતા સ્થાનિક તરવૈયા ઓની મદદથી લાશ બહાર કાઢવામાં આવી હતી.આ બનાવ અંગે રૂરલ પોલીસમાં અશોકભાઇ ખંડુભાઇ હળપતી (રહે. તેલાડાગામ,વિઠિયા ફળીયા,તા.જિ, નવસારી) પોતના માતાપિતા ના મોત અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ એમ મોર્ય કરી રહ્યા છે.