Get The App

નવસારીમાં એક જગ્યાએ રૂ. 10ની 20 અને બીજી જગ્યાએ રૂ.100ની એક નોટ મળી આવી

પોલીસે બંન્ને ઘટનામાં જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે એક ઘટનામાં વલસાડના મુસ્લીમ યુવાનની અટક કરી

Updated: Apr 23rd, 2020


Google NewsGoogle News

નવસારી તા. 23 એપ્રિલ, 2020, ગુરુવાર


નવસારી મંકોડિયા, શીતલનગરમાં રૃ. ૧૦ના દરની ૨૦ ચલણી નોટો કોઈ મુકી ગયું હતું જ્યારે નવસારી ને.હા.નં. ૪૮ ઉપર ખડસુપા ભુલા ફળિયા પેટ્રોલ પંપ ઉપર રૃ. ૧૦૦ની દરની નોટ ફેંકવાની ઘટનાથી ચકચાર મચી છે. પોલીસે વલસાડના મુસ્લીમ શખ્સની ધરપકડ કરી છે.

નવસારીના મકોડીયા ખાતે શીતલનગર વિસ્તારમાં એક રહીશના ઘર પાસે કોઈ અજાણ્યો શખ્સ રૃ. ૧૦ના દરની ૨૦ નોટો મુકી ગયો હતો. એક સાથે ૨૦ જેટલી નોટો જોઈને સ્થાનિકોએ વિજલપોર પોલીસને જાણ કરી હતી. આથી પીએસઆઈ એસ.ડી. સાળુંકે અને આરોગ્ય વિભાગના અધિકારી ઘટનાસ્થળે  આવ્યા હતા અને ૨૦ નંગ નોટો સેનેટાઇઝ કરી કબજે લીધી હતી. આ અંગે વિજલપોર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ નવસારી નજીક ને.હા.નં. ૪૮ ઉપર આવેલા ખડસુપા ભુલા ફળિયા ગામે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવી રહેલા શખ્સ રૃ. ૧૦૦ના દરની એક નોટ ફેંકી ગયો હોય તેવું સીસીટીવી કેમેરામાં જોવા મળતા પેટ્રોલ પંપના સંચાલકે નવસારી રૃરલ પોલીસને જાણ કરી હતી. પીએસઆઈ એમ.એન. શેખ અને ટીમે ઘટનાસ્થળે ધસી જઇ રૃ. ૧૦૦ની દરના નોટ મલી આવતા તેને સેનેટાઇઝ કરી કબજે કરી હતી. દરમિયાન પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા ફુટેજ મેળવી પોલીસે બાઇક સવાર શખ્સ મોહમ્મદ યુસુફ ઇલ્યાસ શેખ (ઉ.વ.૪૫, રહે કબ્રસ્તાન પાસે, વલસાડ)ની ધરપકડ કરી તપાસ કરતા પોતે યશફીન હોસ્પિટલમાં પોતાના હાથની સારવાર કરાવવા માટે વલસાડથી આવ્યો હતો. આ નોટ તેના ડિસેબલ હાથમાં રહી જતાં તેની જાણ બહાર નીચે પડી ગઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની જાહેરનામા ભંગ હેઠળ અટકાયત કરી હતી.


Google NewsGoogle News