નવસારી મિથીલા નગરીમાં જુગાર રમતા ચાર ઝડપાયા, રૂ.22 હજારનો મુદ્દામાલ કબજે

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
નવસારી મિથીલા નગરીમાં જુગાર રમતા ચાર ઝડપાયા, રૂ.22 હજારનો મુદ્દામાલ કબજે 1 - image


Navsari Gamlling News : નવસારીના વિરાવળ મિથીલા નગરીમાં ભૂતનાથ મંદિર પાછળ ઇંટના ભઠ્ઠા પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડી કુલ રૂ.22 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નવસારી રૂરલ પોલીસને બાતમી મળી હતી કે નવસારીના વિરાવળ મિથીલા નગરીમાં ભૂતનાથ મંદિર પાછળ ઇંટના ભઠ્ઠા પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જે બાતમી આધારે પોલીસે છાપો મારતાં ગંજીપાના પર તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડયા હતા.જેમાં રાજકુમાર અશોકભાઈ સહાની (રહે,મિથીલા નગરી ગોહિલ હોસ્પિટલ પાસે નવસારી) સુનિલ રામલખન નિશાદ અને અશોક નિરવભાઈ સહાની (બંને રહે,રુસ્તમવાડી શિવ મંદિર પાછળ નવસારી) તથા વિરેન્દ્ર રામબિરસા નિશાદ (રહે,મિથીલાનગરી ઇટના પાસે નવસારી) ની ધરપકડ કરી હતી. અને પોલીસે દાવ પરના રોકડા રૂ.6 હજાર અને અંગ ઝડતીના રોકડા રૂ.5 હજારથી વધુ અને ચાર નગ મોબાઇલ કિંમત રૂ.11 હજાર મળી કુલ રૂ.22 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે રૂરલ પોલીસે ઉપરોક્ત ચારેય જુગારીઓ વિરુદ્ધમાં જુગાર પ્રતિબંધ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News