મરોલીના ચોખડગામે સ્પાર્કલ ઇન્ડસ્ટ્રી પાસેથી સ્વિફ્ટ અને પીકઅપ ટેમ્પોમાં ભરીને સગેવગે થતો રૂ.6.91 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Image: Freepik
નવસારી સુરત સ્ટેટ હાઇવે પર મરોલી નજીકના ચોખડગામે સ્પાર્કલ ઇન્ડસ્ટ્રી પાસેથી સ્વિફ્ટ કાર અને પીકઅપ માં ભરીને સગેવગે થતો રૂ.૬.૯૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો મરોલી પોલીસે ઝડપી પાડયો હતો.પોલીસને જોઈ બે ડ્રાઈવર ખેપિયા દારૂ ભરેલ કાર અને પીકઅપ મૂકી ફરાર થઈ જતાં વોન્ટેડ જાહેર કર્યા છે.અને કુલ રૂ.૧૪.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દિવાળી મરોલી પોલીસ ના પીએસઆઈ આર.જી પટેલ અને ટીમ દિવાળીના તેહવાર સંબંધી પેટ્રોલિંગમાં હતા. દરમિયાન નવસારી સુરત સ્ટેટહાઇવે પર આવેલા ચોખડગામે સ્પાર્કલ ઇન્ડસ્ટ્રીઝ પાસે રાત્રીના અંધારામાં એક પીકઅપ ટેમ્પો (નં એમ.એચ.-૦૨- સી. ઈ.-૫૪૧૫) અને સ્વિફ્ટ કાર (નં જીજે -૦૫- જે.ઈ.-૬૩૭૧) માં વિદેશી દારૂના બોક્સ ભરીને સગે વાગે થતાં હોવાનું જણાયું હતું.આથી મરોલી પોલીસને જોઈને સ્વિફ્ટ કાર અને પીકઅપ ટેમ્પો નો ડ્રાઈવર બંને અજાણ્યા ખેપિયાઓ ફરાર થઈ જતાં પોલીસે બંન્ને ને વોન્ટેડ જાહેર કર્યા હતા.પોલીસે સ્વિફ્ટ કાર અને પીકઅપ માં તપાસ કરતા કુલ ૧૦૨ પૂઠા ના બોક્સમાં ભરેલ વ્હિસ્કી અને બિયર ટીન ની કુલ ૪૨૭૧ નગ બોટલો કિંમત રૂ ૬.૯૧ લાખની મળી આવી હતી.પોલીસે સ્વિફ્ટ કાર અને પીકઅપ ની કિંમત રૂ ૮ લાખ અને દારૂ મળી કુલ રૂ ૧૪.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ અંગે મરોલી પોલીસે બે અજાણ્યા સ્વિફ્ટ કાર અને પીકઅપ ના ડ્રાઈવરે ખેપિયાઓ વિરુદ્ધમાં ગુજરાત પ્રોહિબીસન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ તપાસ પીઆઈ કરી રહ્યા છે.