Get The App

નવસારી સબજેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીનું દમની બીમારીથી મોત

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
નવસારી સબજેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીનું દમની બીમારીથી મોત 1 - image


Image: Freepik

નવસારી સબજેલમાં સેલવાસ પોલીસના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા સેલવાસના ભૂજડપાડા ગામના પાકા કામના કેદીનું દમની બીમારીથી સારવાર દરમિયાન નવસારી સિવિલ હોસ્પિટલમાં કરૂણ મોત નિપજયુ હતું.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ દાદરા નગર હવેલી ના સેલવાસ તાલુકાના ભૂજડપાડા ગામના વતની એવા જાનીયાભાઈ કાકાડભાઈ વસાવણા (ઉ. વ.૬૭) વિરુદ્ધમાં વર્ષ ૧૯૯૯ માં મિલકત સંબંધી હત્યાના સેલવાસ પોલીસ માં ફરિયાદ નોંધાઈ હતી.આ મિલકત સંબંધી હત્યાના ગુનામાં સેલવાસ પોલીસના આરોપી લખાયેલા  જાનીયાભાઈ વસાવણા હત્યાના ગુનામાં નામદાર કોર્ટે તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.આં સેલવાસ પોલીસના હત્યાના ગુનામાં ઝડપાયેલા પાકા કામના કેદી જાનીયા વસાવણા નવસારી સબજેલના વર્ષ ૧૯૯૯ થી સજા ભોગવી રહ્યા હતા.અને જેલમાં સજા દરમિયાન તેઓ દમની બીમારીમાં સપડાયા હતા.સારવાર કરાવવા છતાં તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો.દરમિયાન ગઈકાલે તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર બાદ જાનીયા વસાવણાનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ કરી રહ્યા છે.


Google NewsGoogle News