બીલીમોરાના દેવધાગામે મામાને ત્યાં રહેતી નવસારીના વાડા ગામની યુવતીએ ગળે ફાંસો ખાધો
Image: X
બીલીમોરા નજીકના દેવધાગામે મામાને ત્યાં રહેવા માટે આવેલી નવસારીના વાડાગામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નવસારીના વાડા ગામે જલારામ ફળિયામાં રહેતી યુવતી સરોજ અમરતભાઈ હળપતિ (ઉ.વ.૧૯) મજૂરી કામ કરતી હતી.અને છેલ્લા કેટલાક દિવસોથી સરોજ બીલીમોરા નજીક આવેલા દેવધાગામે પોતાના મામાને ત્યાં રહેવા માટે આવી હતી.દરમિયાન ગઈ કાલે સરોજે કોઈ અગમ્ય કારણોસર પોતાના મામા ને ત્યાં મોભના લાકડા સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આપઘટ કરી લેતા કરુણ મોત નિપજયુ હતું.આ બનાવ અંગે બીલીમોરા પોલીસમાં બચુબેન ભરતભાઈ હળપતિ (રહે દેવધાગામ વલ્લભનગર તા. ગણદેવી) પોતાની ભાણેજ સરોજ હળપતિ ના મોત અંગે ની ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ કરી રહ્યા છે. આપઘાતનું રહસ્ય અકબંધ રહ્યું છે.