જલાલપોરના ડાભેલ ગામે વીજકરંટથી મોતની ઘટનામાં વીજચોરી કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ
Image: Freepik
Electric Current: જલાલપોર તાલુકાના ડાભેલ ગામે ત્રણ સપ્તાહ અગાઉ વીજચોરી માટે ડાભેલ ગામના શખ્સે નાખેલા લંગર ના વાયર માંથી વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત નિપજ્યું હતું. આ પ્રકરણમાં મૃતક ની પત્નીએ વીજચોરી કરનાર ડાભેલગામ ના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ જલાલપોર તાલુકાના ડાભેલ ગામે ગઈ તા.૨૭-૪-૨૪ ના રોજ મજૂરી કામ કરતી વખતે સોયેબ સજ્જાદ મલેક ને ડાભેલ ગામે એક રહીશને ત્યાં ખાડી ફળિયામાં મજૂરી કામ કરતી વખતે લોખંડની એંગલ ઊંચક્તી વખતે હનીફ હુસેન મન્સુર (રહે,ડાભેલ ગામ,ખાડી ફળિયા, તા,જલાલપોર) એ વીજ ચોરી માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની ની કોઈ પણ પ્રકારની પરવાનગી વગર વગર નાખેલ લંગર ના જીવત વીજ તાર માંથી આવતી પાવર સપ્લાય વાયર સાથે લોખંડની એગલ નો છેડો અડી જતાં સોયેબને જોરદાર વીજ કરંટ લાગતા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો.અને તેનું કરૂણ મોત નિપજયુ હતુ.આ ઘટનામાં વીજ ચોરી માટે લંગર નાખનાર હનીફ હુસેન મન્સુર ની ગંભીર બેદરકારી સામે આવતા અને વીજ ચોરી ને કારણે શ્રમજીવી સોયેબ મલેકનું મોત થતાં થયું હતું .આ ગંભીર ઘટનામાં મારનાર સોયેબ મલિકની તેની પત્ની કુલરુંમ સોયેબ મલેક (રહે,ડાભેલ ગામ, પાદર ફળિયા,તા.જલાલપોર) એ હનીફ મન્સુર વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વીજ ચોરી દરમિયાન ગંભીર બેદરકારીને કારણે મૃત્યુ નિપજાવવા બાબતે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ એલ સૈયદ કરી રહ્યા છે.