વિજલપોરમાં શીતલવન સોસાયટીમાં શ્રાવણીયો જુગાર રમતા 7 ઝડપાયા
Navasari Gambling News : વિજલપોરમાં શીતલવન સોસાયટીમાં કોમન પ્લોટની ખુલ્લી જગ્યામાં શ્રાવણીયો જુગાર રમતા 7 જેટલા શખ્સોને પોલીસે બાતમી આધારે છાપો મારી ઝડપી પાડયા હતા. અને કુલ રૂ.12 હજાર અને પાંચ મોબાઇલ મળી કુલ રૂ.45 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વિજલપોર પોલીસને બાતમી મળી હતી કે વિજલપોર ખાતે આવેલ શીતલવન સોસાયટીના કોમન પ્લોટની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમી આધારે પોલીસે છાપો મારતાં તીનપત્તીનો જુગાર રમતા કુલ 7 જેટલા શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં કરણ જગતરામ દોહેરે, રમીઝ જાકીરભાઇ પઠાણ, બુધ્ધસિંગ બાબુરામ દોહીરે, બલવંત લક્ષ્મણભાઇ દોહીરે, છોટે ગોપીચંદ દોહીરે, જીતેન્દ્રસિંગ રણજીતસીંગ ચૌધરી અને શિવમોરન ઉદયવીર ગૌતમ તમામ (રહે-વિજલપોર શીતલનગર,રામનગર આકાશગંગાની સામે તા.જલાલપોર જી.નવસારી)ની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.ઉપરાંત જુગારના દાવ પરના રોકડા અને અંગઝડતીના રોકડા કુલ 12 હજાર અને અલગ-અલગ કંપનીના કુલ 5 મોબાઇલ કિંમત રૂ.33 હાજર મળી કુલ રૂ.45 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે વિજલપોર પોલીસે જુગાર પ્રતિબંધ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.