Get The App

સુરતથી પીકઅપ વાનમાં નવસારીના દાંતેજ ભૂંડ પકડવા આવેલા ટોળકીનો અકસ્માત, બે ના મોત 4 ઘાયલ

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
સુરતથી પીકઅપ વાનમાં નવસારીના દાંતેજ ભૂંડ પકડવા આવેલા ટોળકીનો અકસ્માત, બે ના મોત 4 ઘાયલ 1 - image


Navsari Accident : સુરતથી નવસારીના દાંતેજ ગામે પીકઅપમાં ભૂંડ પકડવા આવેલી ટોળકીના ડ્રાઈવરે ઇટાળવા દાંડી રોડ પર દાંતેજગામની સીમમાં બાબા સ્વામી આશ્રમ પાસે પીકઅપ પર થી કાબુ ગુમાવતા રસ્તાની બાજુમાં વૃક્ષ સાથે ધડાકાભેર અથડાવી પલ્ટી જતાં પાછળ બેસેલ 6 શખ્સો પૈકી એક તરૂણ અને યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે ચાર યુવાનોને ગંભીર ઇજ થતા સુરત સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સુરતના ગોડાદરા ઉમિયાનગર ખાતે રહેતા શ્યામ બાબુભાઈ પવાર તેમજ સંજય વેંકટરાવ ચાંડકર (ઉં.વર્ષ.30,રહે, ગોદાદરા સુરત) દિનેશ મોહનસિંહ ચૌહાણ (ઉ.વર્ષ.18 રહે પૂર્ણા પાટીયા સુરત) તેમજ કુણાલ, સુમિત, રજનીશ અને પ્રિન્સ વિગેરે પીકઅપ ડ્રાઇવર રમેશ માલકુસિંગ પવાર રહે કતારગામ સુરત સાથે ગઈકાલે રાત્રે નવસારીના દાંતેજ ગામની સીમમાં ભૂંડ પકડવા માટે આવ્યા હતા. ઇટાળવાથી દાંડી જતા રોડ ઉપર દાંતેજ ગામની સીમમાં બાબા સ્વામી આશ્રમ પાસે વણાંકમાં પીકઅપ ડ્રાઈવર રમેશ પવારે પુરપાટ ઝડપે પીકઅપ હંકારી લાવી કાબુ ગુમાવી દેતા રસ્તાની બાજુમાં વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ કાંસમાં પલટી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

જેમાં સંજય ચાંદકર અને દિનેશ ચૌહાણને શરીરે માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે પાછળ બેસેલ કુણાલ, સુમિત, રજનીશ અને પ્રિન્સને શરીરે હાથ પગ અને માથાના ભાગે નાની મોટી ગંભીર ઈજાઓ થતા પ્રથમ નવસારી સિવિલ અને વધુ સારવાર માટે સુરત સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે વિજલપોર પોલીસમાં શ્યામ બાબુભાઈ પવાર (રહે, ગોડાદરા ઉમિયાનગર,સુરત) એ પીકઅપ ડ્રાઈવર રમેશ પવાર વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ તપાસ પીએસઆઈ એમ.આર.જાની કરી રહ્યા છે.



Google NewsGoogle News