ગણદેવીના સોનવાડી ગામે દારૂની મહેફિલ માણતા સુરતનાં 11 નબીરાઓ પકડાયા
સંગીત સાથે રંગ જામ્યો અને પોલીસે એન્ટ્રી મારતા રંગમાં ભંગ પડયો
રૂ. 5.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
નવસારી તા- 23 ઓગષ્ટ રવિવાર
ગણદેવી સોનવાડી ગામનાં ગંગેશ્વર ફળીયા સ્વિમિંગ પૂલ ની પાસે રવિવાર બપોર વિદેશી દારૃની મહેફિલ માણતા સુરત ઇચ્છાપોર ના ૧૧ નબીરા રંગેહાથ ઝડપાયા હતા.પોલીસે બ્રાન્ડેડ વહીસ્કી, બિયર ની બાટલીઓ, ૨ લક્ઝુરિયસ કારો, સાથે રૃ.૫.૧૬ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
ગણદેવી સોનવાડી ગંગેશ્વર ફળિયામાં હિતેશ પટેલ નાં મકાનની બહાર આવેલ સ્વિમિંગ પૂલ ની
પાસે રવિવાર બપોરે કેટલાક યુવાનો ગીત સંગીતની મોજ સાથે વિદેશી દારૃની મહેફિલ માણતા
હતા જે અંગે ની બાતમી મળતાં ગણદેવી પોલીસે છાપો માર્યો હતો. પોલીસને જોઇને રંગમાં
ભંગ પડયો હતો. અને પોલીસે રંગે હાથ ૧૧ નબીરાઓને ઝડપી લીધા હતા જેમની સામે જિલ્લા
મેજિસ્ટ્રેટ ના જાહેરનામા ભંગ અને પ્રોહીબિશન મહેફિલનો ગુનો નોંધી કાયદેસર
કાર્યવાહી હાથ ધરી હતી તે સાથે વહીસ્કી, ટીનબિયર,
પાણી, સ્વીફ્ટ કાર ન.જીજે ૫ જેએ ૫૫૩૩, ઇકો કાર નં. જીજે૫ જેડી ૯૮૯૭ મળીને રૃ.૫,૧૬,૫૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગણદેવી પોલીસ ના અ.હે. કોન્સ્ટેબલ જયેશ
બાબુ ની ફરિયાદના પગલે વધુ તપાસ પીએસઆઈ કે કે સુરતી કરી રહ્યા છે. પકડાયેલા દારૃ
પ્રેમી ઇલેવન
મિતકુમાર નરેશભાઈ
પટેલ(૨૨), ભાવેશકુમાર મનહરભાઈ પટેલ(૨૪) મિતેશ મનહરભાઈ
પટેલ(૨૩) કિશન વિનોદભાઈ પટેલ(૨૩), અનિલ જયંતીભાઈ પટેલ (૨૭,
નિકુંજ અશોકભાઈ પટેલ(૨૩), હિરેનભાઇ ધીરજભાઈ
પટેલ (૨૨), આયુષ મહેશભાઈ પટેલ(૧૮), વિજયભાઈ
દલપતભાઈ પટેલ(૩૨), કેતનકુમાર કરસનભાઈ પટેલ (૨૩), પ્રિન્સકુમાર અશોકભાઈ પટેલ(૨૧) તમામ રહે. ઇચ્છાપોર ગામ ખડી મોહલ્લા તા.
ચોર્યાસી જિ. સુરત