ઝોરમ પીપલ્સ મુવમેન્ટ (ZPM) ના નેતા લાલ દુહોંમા મિઝોરમના નવા મુ. મં.
- મિઝોરમ સાચી લોકશાહીનો માર્ગ દર્શાવે છે
- શપથવિધિ પ્રસંગે પરાજિત મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) ના વિદાય લેતા મુ.મં. ઝોરમ થાંગા અને પક્ષના વિધાયકો તથા એક પૂર્વ મુ. મં લાલાથાનાવાલા ઉપસ્થિત હતા
ઐઝવાલ : એક તરફ ભારતના હાર્દ સમાન વિસ્તાર હિન્દી હાર્ટલેન્ડનાં રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્ય મંત્રી પદ માટે ધમાસણ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં છેક દક્ષિણ છેડે આવેલું મિઝોરમ ભારતવાસીઓને લોકશાહીનો સાચો માર્ગ દર્શાવે છે.
આજે શુક્રવારે ઝોરમ પીપલ્સ મુવમેન્ટ (ઝેડપીએમ)ના નેતા લાલ દુહોમાને રાજ્યપાલ હરિબાબુ, ખંભમપતિ એ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. સાથે અન્ય અગિયાર વિધાયકોના પણ મંત્રીપદના શપથ લેવડાવાયા.
ઐઝવાલ સ્થિત રાજભવનમાં આ શપથ વિધિ યોજાયો ત્યારે પરાજિત મિઝોનેશનલ ફ્રન્ટના નેતા અને વિદાય લેતા મુખ્ય મંત્રી ઝોરમ આંગા અને તેઓના પક્ષના તમામ વિધાયકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત રાજ્યના એક પૂર્વ મુખ્ય મંત્રી લાલથાનાવાલા પણ સમારંભમાં હાજર રહ્યા હતા.
મંગળવારે ઝેડપીએમના વિધાનસભા પક્ષની મળેલી બેઠકમાં લાલદુહોનાને નેતા તરીકે અને કે. સપદંગાને ઉપનેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
માત્ર ૪૦ સભ્યોની વિધાનસભામાં મુખ્ય મંત્રી સહિત કુલ ૧૨ મંત્રીઓ રહેશે.
વાસ્તવમાં ૨૦૧૯માં જ રાજકીય પક્ષ તરીકે નોંધાયેલા પક્ષ ઝોરમ પીપલ્સ મુવમેન્ટ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ૨૭ બેઠકો જીતી સૌથી મોટો પક્ષ તરીકે બહાર આવ્યો હતો. ઝેડપીએમ ૨૦૧૮માં તો ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રાજકીય પક્ષ તરીકે સ્વીકૃત કરાયો પણ ન હતો. તેમ છતાં, તેણે ૨૦૧૮ની ચૂંટણીમાં ૧૯ બેઠકો મેળવી હતી. આ વખતે તેમાં ૮નો વધારો કરી ૨૭ બેઠકો મેળવી.
નિરીક્ષકો કહે છે કે અહીં સીટની સંંખ્યાનું મહત્વ તો છે. શપથ વિધિ પ્રસંગે પણ ઉપસ્થિત રહેલા વિદાય લેતા મુખ્ય મંત્રી અને તેમના પક્ષના વિધાયકો તેમાં અન્ય પૂર્વ મુખ્ય મંત્રી ની પણ તે પ્રસંગ ઉપસ્થિતિનું તેમણે સાચી લોકશાહીનો માર્ગ દર્શાવ્યો છે.