નવા વર્ષમાં Zomato બોયને મળ્યુ ખાસ સરપ્રાઇઝ,Video Viral
નવી દિલ્હી,તા. 4 જાન્યુઆરી 2023 બુધવાર
સોશિયલ મીડિયા પર યુઝર્સ લાઇક અને શેર મેળવવા માટે અવનવા વીડિયો બનાવતા હોય છે. ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોમેટો બોય કેક કટ કરતો જોવા મળી છે આ વીડિયો ખાસ એટલા માટે છે કારણ કે, ન્યુ યર ના દિવસે જ્યારે દરેક પરિવાર અને મિત્રો ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે એ સમયે મજબુરીમાં ઝોમેટો ફુડ ડિલીવરી બોય પોતાની ડ્યુટી નિભાવી રહ્યો હતો.
રાતના 12 વાગે ફુડ ડિલીવરી બોયે ઓર્ડર કસ્ટમરને ત્યાં પહોંચાડવા માટે ગયો હતો પરંતૂ ત્યાં તેને સરપ્રાઇઝ મળ્યુ.
એક ગૃપે તેમના નવા વર્ષની ઉજવણીમાં ફુડ ડિલિવરી બોયને સામેલ કરીને નવા વર્ષની રાત્રિને ખાસ બનાવવાનું નક્કી કર્યું. કિશન શ્રીવત્સ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં, મિત્રોના ગૃપે Zomato ડિલિવરી એજન્ટ સાથે નવા વર્ષની ઉજવણી કરતા જોઈ શકાય છે. ઘડિયાળમાં 12 વાગી રહ્યા હતા ત્યારે જ ડિલિવરી એજન્ટ તેનો ઓર્ડર લઈને આવી પહોંચ્યો. તેથી, મિત્રોના એક જૂથે તેને નવા વર્ષની કેક કાપવા મળી.
કેક કાપ્યા પછી, ગ્રાહકો ડિલિવરી એજન્ટને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કેક ઓફર કરતા જોવા મળે છે. વીડિયોમાં કેપ્શન આપવામાં આવ્યું હતું કે, “અમે રાત્રે 11 વાગ્યાની આસપાસ છેલ્લી ઘડીમાં ઝોમેટો પાસેથી ફૂડ મંગાવ્યું અને 12 વાગ્યાની આસપાસ ફૂડ આવી ગયું તેથી અમે નવા વર્ષની ઉજવણી Zomato ડિલિવરી પાર્ટનર સાથે કરી.
આ વીડિયોને સારા વ્યુઝ મળી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, “ખરેખર તમે લોકોએ શાનદાર કામ કર્યું.” બીજા યુઝરે કહ્યું, “ગ્રેટ જોબ મેન.”