Get The App

બિહારમાં કંસની સરકાર': 9 મહિના બાદ જેલમાંથી બહાર આવતા YouTuber મનીષ કશ્યપનું નિવેદન

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
બિહારમાં કંસની સરકાર': 9 મહિના બાદ જેલમાંથી બહાર આવતા YouTuber મનીષ કશ્યપનું નિવેદન 1 - image


Image Source: Twitter

- મનીષને બિહારની બેઉર જેલમાં રાખવામાં આવ્યો હતો

પટના, તા. 23 ડિસેમ્બર 2023, શનિવાર

પટના હાઈકોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ બિહારના YouTuber મનીષ કશ્યપને મુક્ત કરી દેવામાં આવ્યો છે. મનીષને બિહારની બેઉર જેલમાં રાખવામાં આવ્યો હતો. 9 મહિના બાદ મનીષને જેલમાંથી મુક્તિ મળી છે. મનીષને પહેલા તમિલનાડુ લઈ જવાના હતા પરંતુ પટના સિવિલ કોર્ટના નિર્ણય બાદ બિહારમાં જ રાખવામાં આવ્યો. 

મનીષ કશ્યપે પટનાની બેઉર જેલમાંથી નીકળતા જ બિહાર સરકાર પર નિશાન સાધ્યુ છે. મનીષ કશ્યપે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, બિહારમાં કંસની સરકાર ચાલી રહી છે. મનીષે પોતાની ગાડીની આગળ ભારે ભીડ જોઈને કહ્યું કે, અહીં તમામને સુરક્ષા મળી જાય છે પરંતુ અમારા માટે રોડ ખાલી કરાવી દો. મનીષે પોતાની આગળ ચાલી રહેલા લોકોને કહ્યું કે, આગળ વધવા દો નહીંતર આ લોકો મારા પર ફરી કોઈ કેસ કરી દેશે.

12 માર્ચ2023ના રોજ એક હાથકડી પહેરેલા એક વ્યક્તિનો ટ્રેનમાં મુસાફરી કરતો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ જ મામલે મનીષ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. મનીષ પર જનતાની લાગણીઓને ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેના માટે વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી હતી. પોલીસે આઈપીસી અને આઈટી એક્ટની અનેક કલમો હેઠળ કાર્યવાહી કરી હતી. આ કેસમાં પટના હાઈકોર્ટે મનીષ કશ્યપને શરતી નિયમિત જામીન આપ્યા છે.

તમિલનાડુ સરકારે મનીષ કશ્યપ પર NSA હેઠળ કાર્યવાહી કરી હતી

મનીષ કશ્યપ પર કાયદાકીય સકંજો ત્યારે કસવામાં આવ્યો જ્યારે તમિલનાડુમાં બિહારના લોકો વિરુદ્ધ હિંસા અંગેનો એક વીડિયો સામે આવ્યો હતો. આરોપ છે કે મનીષે આ વીડિયોને તેની યુટ્યુબ ચેનલ પર નકલી રીતે બતાવ્યો હતો. તમિલનાડુ પોલીસે મનીષ કશ્યપના વીડિયોને ખોટો ગણાવીને તેની સામે કેસ નોંધ્યો હતો. તમિલનાડુ સરકારે મનીષ કશ્યપ વિરુદ્ધ NSA હેઠળ પણ કાર્યવાહી કરી હતી.



Google NewsGoogle News