એલ્વિશ યાદવનું 'સિસ્ટમ હેંગ' : યુટ્યુબરને 14 દિવસની ન્યાયિક કસ્ટડી, NDPS એક્ટમાં થઈ શકે છે 10 વર્ષની જેલ
નોઈડા પોલીસે યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવની ધરપકડ કરી છે
એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ હતો
| ||
youtuber elvish yadav : યુટ્યુબર એલ્વિશ યાદવને સાપના ઝેરની દાણચોરી બદલ નોઈડા પોલીસે ધરપકડ કરી છે. એલ્વિશ યાદવને પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમના વિરૂદ્ધ જરૂરી પુરાવા મળ્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરીને સૂરજપુર કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. આ પહેલા જિલ્લા હોસ્પિટલમાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી. યુટ્યુબરની ધરપકડ બાદ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોલીસવાળાઓ સાથે હસ્તો જોવા મળી રહ્યો છે. જોકે, આ મામલો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
નોઈડા પોલીસે યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવની ધરપકડ કરી છે. તેમજ આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ડીસીપી નોઈડા વિદ્યા સાગર મિશ્રાએ આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે, અલવિશ યાદવને સાપના ઝેર સાથે જોડાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ હતો
હકીકતમાં એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ હતો. આ મામલે NCRમાં 60થી વધુ પાર્ટીઓ હોવાની માહિતી પણ સામે આવી છે. આ મામલે મેનકા ગાંધીના NGOએ એલ્વિશ યાદવ સહિત કેટલાક લોકો સામે નોઈડા સેક્ટર-49 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ પોલીસે સ્થળ પર પકડાયેલા સાપના ઝેરને ટેસ્ટિંગ માટે FSLની લેબમાં મોકલ્યા હતા. જેના રિઝલ્ટ સામે આવ્યાં પછી એલ્વિશની ધરપકડને લઈને સવાલો ઉભા કરી રહ્યા હતા.