40 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલો યુવક મૃત્યુ પામ્યો, 14 કલાકે બહાર કઢાયો, પોલીસે નોંધી FIR
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 11 માર્ચ 2024 સોમવાર
કેશોપુર વિસ્તારના દિલ્હી જલ બોર્ડનો સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) સ્થિત પમ્પિંગ રૂમમાં શનિવારે મોડી રાતે ફસાયેલા યુવકનું લગભગ 12 ઈંચ પહોળા અને લગભગ 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડવાથી મોત નીપજ્યુ.
IPC ની કલમ 304 (એ) હેઠળ કેસ નોંધાયો
આ કેસમાં દિલ્હી પોલીસે સોમવારે કેશોપુર વિસ્તારમાં દિલ્હી જલ બોર્ડના સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બોરવેલમાં પડવાથી એક યુવકના મોતના મામલે FIR નોંધી છે. જે અંતર્ગત એક અધિકારીએ જણાવ્યુ કે વિકાસપુરી પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 304 (એ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.
14 કલાક બાદ યુવકને કાઢવામાં આવ્યો હતો
ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે લગભગ 14 કલાકના રાહત અને બચાવ અભિયાન ચલાવીને તેને બહાર કાઢ્યો અને દીન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. પોલીસ યુવકની ઓળખ કરવાનો પ્રયત્ન કરી રહી છે. હાલ એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે યુવક શા માટે ત્યાં પહોંચ્યો હતો. વિકાસપુરી પોલીસ સ્ટેશનમાં FIR નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
પમ્પિંગ રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો
શનિવારે મોડી રાતે દિલ્હી જલ બોર્ડના કર્મચારીઓએ પમ્પિંગ રૂમથી કંઈક અવાજ આવી રહ્યો હતો જ્યારે કર્મચારી ત્યાં પહોંચ્યા તો જોયુ કે દરવાજો ખુલ્લો હતો અને બોરવેલમાં કોઈ પડેલુ છે. ત્યાંથી પાણીમાં કંઈક હલવા અને ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. જે બાદ તેની જાણકારી પોલીસને આપવામાં આવી.
પોલીસ અને ફાયર વિભાગના કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા તો તેમણે બોરવેલમાં દોરડુ નાખીને જોયુ કે કોઈ હલચલ થઈ રહી છે કે નહીં. ફાયર વિભાગ તરફથી ઘણી વખત દોરડુ નાખવામાં આવ્યુ. બોરવેલમાં પડેલો યુવક દોરડુ પકડવાનો પ્રયત્ન કરી રહ્યો નહોતો અને અંદરથી કોઈ અવાજ આવી રહ્યો નહોતો. જે બાદ એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવ્યા.
સવારે એનડીઆરએફની ટીમ પહોંચી
એનડીઆરએફની ટીમે પણ રવિવારે સવારે યુવકને બોરવેલથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ સફળતા મળી નહીં. પમ્પિંગ રૂમમાં અંધારુ હોવાના કારણે કંઈક જોવા મળી રહ્યુ નહોતુ. દરમિયાન ટીમે એ માની લીધુ હતુ કે યુવક બેભાન થઈ ગયો છે. ત્યાં સુધી તેની જાણકારી નહોતી કે યુવક જીવિત છે કે મરી ગયો છે. જેમ જેમ સૂરજ ઉગતો ગયો. એનડીઆરએફની બીજી ટીમને પણ બોલાવવામાં આવ્યા.
આ રીતે ચાલ્યુ રેસ્ક્યુ ઓપરેશન
યુવકને જીવિત બહાર કાઢવા માટે એક તરફ તો બોરવેલથી તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અને બીજી તરફ સવારે બુલડોઝરની મદદથી પમ્પિંગ રૂમની દિવાલોને તોડીને બોરવેલની પાસે ખાડો ખોદવાનું શરૂ કરવામાં આવ્યુ. જે બાદ રવિવારે સવારે દસ વાગ્યા નજીક હાઈડ્રાની મદદથી ઝડપથી ખાડો ખોદવામાં આવ્યો. ખોદકામની જરૂર એટલા માટે પડી કેમ કે ટીમ કોઈ પણ કિંમતે યુવકને જીવિત બહાર કાઢવાનું વિચારી રહી હતી.
ટીમ માનીને ચાલી રહી હતી કે જો યુવકને બોરવેલથી કાઢી લેવામાં આવે છે તો ઠીક છે. નહીંતર તેમની પાસે 40 ફૂટનો ખાડો ખોદીને તેને કાઢવામાં આવત. 40 ફૂટ લાંબુ અને 20 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવી ચૂક્યો હતો, ત્યારે લગભગ 3 વાગે એનડીઆરએફની ટીમને સફળતા મળી અને તેમણે બોરવેલની અંદર લોખંડના સળિયાથી બનેલો સ્લોટ નાખીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
યુવકના શરીર પર ઈજાના નિશાન હતા
આ દરમિયાન તે શ્વાસ લઈ રહ્યો નહોતો. યુવકના શરીર પર એક ઈજાના નિશાન પણ હતા. પોલીસ અધિકારીએ જણાવ્યુ કે શનિવારે મોડી રાતે વિકાસપુરી પોલીસ સ્ટેશનને જાણકારી મળી હતી કે જલ બોર્ડના એસટીપી પરિસરમાં બનેલા બોરવેલમાં એક યુવક પડી ગયો છે.
ફાયર વિભાગની ટીમ અને એનડીઆરએફને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા. તેને બોરવેલથી કાઢી લેવામાં આવ્યો, પરંતુ તેનું મૃત્યુ નીપજી ચૂક્યુ હતુ. તેની ઉંમર 25થી 35ની વચ્ચે લાગી રહી છે.
પોલીસ કેસમાં આગળની કાર્યવાહી કરી રહી છે. ફાયર અધિકારીએ જણાવ્યુ કે શનિવારે રાતે એક વાગ્યે તેમને બોરવેલમાં એક વ્યક્તિના પડવાની જાણકારી મળી હતી. ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી. લગભગ 3 વાગે યુવકને બોરવેલથી કાઢવામાં આવ્યો.
યુવક અંદર કેવી રીતે પહોંચ્યો, પોલીસ કરશે તપાસ
પોલીસના સૂત્રોના જણાવ્યાનુસાર પોલીસને જે કોલ આવ્યો હતો તેમાં જણાવાયુ હતુ કે યુવક ચોરી કરવાના ઈરાદે ત્યાં ઘૂસ્યો હતો અને બોરવેલમાં પડી ગયો. દરમિયાન પોલીસ તેની પણ તપાસ કરી રહી છે કે યુવક આખરે શા માટે ત્યાં આવ્યો હતો. શું તે કોઈ સામાનની ચોરી કરવાના ઈરાદે ત્યાં આવ્યો હતો કે પછી પ્લાન્ટના કોઈ કર્મચારીએ તેને બોલાવ્યો હતો.
આ વિશે તપાસ કરવા માટે જ્યારે કોલરે કોલ કર્યો તો તેનો મોબાઈલ બંધ આવી રહ્યો હતો. દરમિયાન પોલીસ ઘણા એન્ગલથી તપાસ કરી રહી છે. પોલીસ એ એન્ગલથી પણ તપાસ કરી રહી છે કે યુવક કોઈ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ત્યાં પહોંચ્યો નહોતો. આસપાસના સીસીટીવી કેમેરાની ફૂટેજને પણ તપાસી રહી છે.