સીતારમણે ઉદયનિધિના 'બાપના પૈસા' વાળા નિવેદન પર કર્યો પ્રહાર, કહ્યું તમારી જીભને કાબૂમાં રાખો
ઉદયનિધિ તેના પદની ગરિમાંને અનુરુપ હોય તેવા શબ્દનો ઉપયોગા કરવો જોઈએ : નાણામંત્રી
Image : Wikipedia |
Sitharaman on Udhayanidhi Statement : નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ ઉદયનિધિ સ્ટાલિનને તેમના 'બાપના પૈસા' વાળા નિવેદન પર ચેતવણી આપતા કહ્યું કે બોલતા પહેલા પોતાના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ અને રાજકીય નેતાને શોભે તે રીતે બોલવું જોઈએ.
સ્ટાલિને જવાબદારી પૂર્વક બોલવું જોઈએ : સીતારમણ
ઉદયનિધિ સ્ટાલિને આ મિહિનાની શરુઆતમાં કથિત રીતે કેન્દ્ર દ્વારા તમિલનાડુને ભંડોળ ન આપવા અંગે કહ્યું હતું કે 'અમે કોઈના બાપના પૈસા માંગી નથી રહ્યા, અમે ફક્ત તમિલનાડુના લોકો દ્વારા ચૂકવાયેલો ટેક્સનો હિસ્સો માંગી રહ્યા છીએ'. નાણામંત્રી નિર્મલા સીતારમણએ આ નિવેદન પર જવાબ આપતા કહ્યું હતું કે જ્યારે તે મંત્રી છે તો તેમણે જવાબદારી પૂર્વક બોલવું જોઈએ. તેઓ પિતાના પૈસા વિશે પૂછી રહ્યા છે, શુ તે પોતાના પિતાની સંપતિનો ઉપયોગ કરીને સત્તા ભોગવી રહ્યા છે? શું હું આવું પુછી શકું છું? તેમને લોકો દ્વારા ચૂંટવામાં આવ્યા છે તો શું અમે આ માટે તેમનું સન્માન નથી કરી રહ્યા? રાજકારણમાં માતા-પિતાનો ઉપયોગ કરવો ઠીક નથી.
ઉદયનિધિએ બોલવા પર ધ્યાન રાખવું જોઈએ : નાણામંત્રી
તેમણે વધુમાં કહ્યું કે ઉદયનિધિ જો રાજકીય નેતા તરીકે આગળ વધવા માંગતા હોય તો તેમને બોલવા પર ધ્યાન રાખવું જોઈએ અને એવા શબ્દનો ઉપયોગ કરવો જોઈએ કે તેના પદની ગરિમાંને અનુરુપ હોય. ઉપરાંત કહ્યું કે તાજેતરના વરસાદના પ્રકોપ દરમિયાન રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી 900 કરોડ રૂપિયા પહેલા જ ચૂકવી દીધા છે ત્યારે હું તો એમ નથી કહેતી કે આ મારા પિતાના પૈસા છે કે તેના પિતાના પૈસા છે.