Get The App

સોશિયલ મીડિયામાં કિંમતી સમય બગાડી રહયા છે યુવાનો, રાહુલ ગાંધી

નાગપુરમાં ' હૈ તૈયાર હમ' થીમ પરની રેલીને સંબોધન કર્યુ

કેન્દ્વ સરકાર પર યુવાઓને રોજગારી નહી આપવાનો આરોપ

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
સોશિયલ મીડિયામાં કિંમતી સમય બગાડી રહયા છે  યુવાનો, રાહુલ ગાંધી 1 - image


નાગપુર,૨૮ ડિસેમ્બર,૨૦૨૩,ગુરુવાર 

નાગપુરમાં કોંગ્રેસે ૧૩૯માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ અવસરે 'એક રેલી હૈ તૈયાર હમ'ને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્વ સરકાર પર યુવાઓને રોજગારી નહી આપવાનો આરોપ મુકયો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતમાં યુવાઓ બેરોજગારીના લીધે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો કિંમતી સમય બગાડી રહયા છે. 

યુવાનોને એવા સપના બતાવવામાં આવી રહયા છે જે સપના કયારેય પુરા થઇ શકે તેમ નથી. કોંગ્રેસના ૧૩૯માં સ્થાપના દિન પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ રેલી સ્વરુપે યોજાયેૈલા કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતું. આ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીએ ૨૦૨૪ લોકસભા ચુંટણી માટે ચુનાવ અભિયાન લોંચ કર્યુ હતું. આ રેલીની થીમ ‘ હૈ તૈયાર હમ' રાખવામાં આવી હતી.



Google NewsGoogle News