ડંકી રુટ દ્વારા અમેરિકા જતા પંજાબના યુવકનું મોત, ટ્રાવેલ એજન્ટે 36 લાખ પડાવ્યાનો આરોપ
Donkey Route: પંજાબના અમૃતસરના રામદાસ અજનાલામાં રહેતા એક યુવકનું વિદેશ જતા સમયે રસ્તામાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું હતું. એવો આરોપ છે કે ટ્રાવેલ એજન્ટ યુવકને ડોન્કી રૂટ દ્વારા અમેરિકા મોકલી રહ્યો હતો. ટ્રાવેલ એજન્ટે યુવક અને તેના પરિવાર પાસેથી તેને અમેરિકા મોકલવા માટે 36 લાખ રૂપિયા લીધા હતા.
મેક્સિકો નજીક 33 વર્ષીય યુવકને હૃદયરોગનો હુમલો આવ્યો
અહેવાલો અનુસાર, મૃતક યુવકની ઓળખ રામદાસના રહેવાસી 33 વર્ષીય ગુરપ્રીત તરીકે થઈ છે. ટ્રાવેલ એજન્ટ ગુરપ્રીતને ડંકી રૂટ દ્વારા અમેરિકા મોકલી રહ્યા હતા. આ દરમિયાન ગ્વાટેમાલા મેક્સિકો નજીક ગુરપ્રીતને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ પણ વાંચો: પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા વાઘના પાંજરામાં ઘૂસ્યો યુવક, અમદાવાદના કાંકરિયાની વિચિત્ર ઘટના
અમેરિકાથી 104 ભારતીયોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા
ઉલ્લેખનીય છે કે, અમેરિકાની સેનાનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન બુધવારે (પાંચમી ફેબ્રુઆરી) ભારતીય નાગરિકોને લઈને ભારત પહોંચ્યું હતું. અમૃતસર શહેરમાં ઉતરનારી આ ફ્લાઇટમાં 104 ભારતીય નાગરિક સવાર હતાં, જેના પર અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરીનો આરોપ છે. ગેરકાયદે પ્રવાસીઓને બહાર મોકલવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે બહુચર્ચિત માસ ડિપોર્ટેશન અભિયાન હેઠળ ભારત આવનારી આ પહેલી દેશનિકાલ ફ્લાઇટ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે પ્રવાસીને દેશની બહાર મોકલવા માટે અમેરિકન સેનાની મદદ લીધી હતી.