Get The App

20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી; કોરોના, રશિયા-યુક્રેન યુદ્ધની પણ આગાહી કરી હતી

Updated: Mar 29th, 2025


Google News
Google News
20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી; કોરોના, રશિયા-યુક્રેન યુદ્ધની પણ આગાહી કરી હતી 1 - image


Young Astrologer Abhigya Anand: થાઇલૅન્ડ અને મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 2300થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ભૂકંપ બાદ મ્યાનમારમાં કટોકટી લાદવામાં આવી છે. આ તમામ વચ્ચે એક ચોંકવાનારી માહિતી સામે આવી છે. આ ભયાનક ભૂકંપ વિશે 21 દિવસ પહેલાં જ ભારતના યુવા જ્યોતિષી અભિજ્ઞા આનંદે ભવિષ્યવાણી કરી હતી. આ પહેલીવાર નથી કે અભિજ્ઞાની ભવિષ્યવાણી સાચી પડી હોય, ભૂતકાળની અનેક મોટી ઘટનાઓ છે જેની આગાહી પણ સાચી પડી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

આ પણ વાંચો: મ્યાનમાર અને થાઈલૅન્ડમાં ભૂકંપ બાદ કરુણ દ્રશ્યો, અમેરિકન એજન્સીનો 10 હજાર મોતનો દાવો

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિજ્ઞા આનંદે 3 અઠવાડિયા પહેલા જ મોટા ભૂકંપની આગાહી કરી હતી. 1 માર્ચના રોજ અભિજ્ઞાના યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા એક વીડિયોમાં દાવો કર્યો હતો કે, આગામી થોડા અઠવાડિયામાં અથવા વર્ષના મધ્ય સુધીમાં એક શક્તિશાળી ભૂકંપ મોટા પાયે તબાહી મચાવી શકે છે. ત્યારે આવો જાણીએ કે અભિજ્ઞા આનંદ કોણ છે જેમણે કોરોના વિશે પણ આગાહી કરી હતી.

નાની ઉંમરમાં જ શીખ્યા છે સંસ્કૃત 

કર્ણાટકના મૈસુરના રહેવાસી અભિજ્ઞા આનંદ સૌથી નાની ઉંમરના જ્યોતિષી છે. તે 11 વર્ષની ઉંમરથી જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે. અભિજ્ઞા 20 વર્ષના છે. તેમણે માત્ર 7 વર્ષની ઉંમરે ભગવદ ગીતા કંઠસ્થ કરી લીધી હતી. અને તેના માટે તેમણે નાની ઉંમરે જ સંસ્કૃત શીખવાનું શરુ કર્યું હતું. અભિજ્ઞાની praajnajyotisha.org નામની એક વીડિયો ચેનલ પણ છે. જેમાં સેંકડો વીડિયો અપલોડ થયેલા છે, જેમાં તેણે કેટલીક મોટી આગાહીઓ કરી છે.

સંશોધકોને શિક્ષણ આપે છે અભિજ્ઞા

તમને જણાવી દઈએ કે અભિજ્ઞા આનંદે 3 અઠવાડિયા પહેલાં કહ્યું હતું કે, વિનાશક ભૂકંપ આવવાનો છે. આ ઉપરાંત તેમણે તારીખ અને સ્થળો વિશે પણ જણાવ્યું હતું. અભિજ્ઞા આનંદે માત્ર સંસ્કૃત અને જ્યોતિષ જ શીખ્યા નથી, પરંતુ હવે તે 1200 બાળકોને અને 150 સંશોધકોને પણ શિક્ષણ આપી રહ્યા છે. જેની શરુઆત તેમણે 2018માં કરી હતી. 

આ પણ વાંચો: થાઈલૅન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે

આ અગાઉ પણ અભિજ્ઞાએ કરી હતી ભવિષ્યવાણી

ઉલ્લેખનીય છે કે અભિજ્ઞા આનંદે તેમણે 2020માં કોવિડ મહામારી, 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ, 2023માં હમાસ-ઇઝરાયલ સંઘર્ષ અને 2024માં બાંગ્લાદેશ બળવાની પણ આગાહી કરી છે. એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકાના મીડિયાએ તેમની આગાહીઓ પ્રસારિત કરી છે.

Tags :