રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: પાસ વગર નહીં કરી શકો રામલલાના દર્શન, ઘરે બેઠા આ રીતે કરો બુકિંગ

રામ મંદિરમાં યોજાતી આરતી અને દર્શન માટે પાસ લેવો ફરજિયાત છે

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: પાસ વગર નહીં કરી શકો રામલલાના દર્શન, ઘરે બેઠા આ રીતે કરો બુકિંગ 1 - image


Ayodhya Ram Mandir Darshan Booking: અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામ ભક્તો મંગળવારથી ઓનલાઈન પાસનું બુકિંગ કરીને દર્શન માટે જઈ શકશે. બુકિંગના દિવસે  પાસ સ્લોટની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે. ભક્તોએ આરતીના સમયના અડધા કલાક પહેલા શ્રી રામ જન્મભૂમિ સ્થિત કાર્યાલયમાં હાજર રહેવાનું રહેશે. પાસ મેળવવા માટે માન્ય સરકારી ઓળખ કાર્ડ લાવવું ફરજિયાત રહેશે. 

આ રીતે પાસ બુકિંગ કરો

•શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની વેબસાઈટ પર જાઓ.

•ઓટીપી મેળવવા માટે મોબાઈલ નંબર નાખો.

•આરતી તથા દર્શન માટે સ્લોટ બુક કરવા માટે 'માય પ્રોફાઇલ' પર જાઓ.

•તારીખ અને આરતીની સમય પસંદ કરો.

•જરૂરી માહિતી આપો.

•પ્રવેશતા પહેલા મંદિર પરિસરમાં કાઉન્ટર પરથી તમારો પાસ મેળવવો.

પ્રાણ પ્રતિષ્ઠા અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે

પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે. 22મી જાન્યુઆરી બપોરે 12 વાગ્યાને 29 મિનિટ 8 સેકન્ડથી 12 વાગ્યે 30 મિનિટ 32 સેકન્ડ સુધી અભિજીત મુહુર્ત છે. આ મુહૂર્ત 84 સેકન્ડનું રહેશે. દેશભરમાં આ પાવન દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. 



Google NewsGoogle News