Get The App

તમે 82 વર્ષના વરિષ્ઠ નેતાનું અપમાન કર્યું, PM મોદી પર ભડક્યા પ્રિયંકા ગાંધી

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
તમે 82 વર્ષના વરિષ્ઠ નેતાનું અપમાન કર્યું, PM મોદી પર ભડક્યા પ્રિયંકા ગાંધી 1 - image


Image Source: Twitter

Priyanka Gandhi Vadra on PM Modi: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર નિશાન સાધ્યું છે. તેમણે વડાપ્રધાન મોદી પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે, જો વડાપ્રધાન મોદીની વૃદ્ધોનું સમ્માન કરવામાં આસ્થા હોત તો તેમણે પોતે પત્રનો જવાબ આપ્યો હોત. પીએમ મોદીએ જેપી નડ્ડા પર પત્ર મોકલાવીને મલ્લિકાર્જુન ખડગેનું  અપમાન કર્યું છે. ગુરુવારે જેપી નડ્ડાએ ગાંધી પરિવાર અને કોંગ્રેસ નેતાઓની ખૂબ ટીકા કરી હતી.

તમને જણાવી દઈએ કે, ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દેશનો સૌથી મોટો આતંકવાદી ગણાવ્યો હતો. આ મામલે મલ્લિકાર્જિન ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. ખડગે દ્વારા પત્ર લખવા પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તીખી પ્રતિક્રિયા આપી હતી. હવે જેપી નડ્ડાના નિવેદન પર પ્રિયંકા ગાંધીએ પ્રહાર કર્યા છે.

જેપી નડ્ડાના પત્ર પર પ્રિયંકા ગાંધીએ વ્યક્ત કરી નારાજગી 

પ્રિયંકા ગાંધીએ X પર લખ્યું કે, ભાજપના કેટલાક નેતાઓ અને મંત્રીઓના વિવાદાસ્પદ અને હિંસક નિવેદનોને ધ્યાનમાં રાખીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જીવનની સુરક્ષા માટે ચિંતિત કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે.

જેપી નડ્ડાએ મલ્લિકાર્જુન ખડગેનું અપમાન કર્યું

પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું કે, જો વડાપ્રધાનની આસ્થા લોકતાંત્રિક મૂલ્યો, સમાન સંવાદ અને વૃદ્ધો પ્રત્યે આદરમાં હોત તો તેમણે પોતે આ પત્રનો જવાબ આપ્યો હોત. પરંતુ તેના બદલે જેપી નડ્ડા દ્વારા આક્રમક જવાબ લખાવીને મોકલાવી દીધો. તેમણે આગળ લખ્યું કે, 82 વર્ષના વરિષ્ઠ નેતાનું અપમાન કરવાની શું જરૂર હતી? લોકતંત્રની પરંપરા અને સંસ્કૃતિ સવાલ કરવાની અને સંવાદ કરવાની હોય છે. ધર્મમાં પણ ગરિમા અને શિષ્ટાચાર જેવા મૂલ્યોથી ઉપર કંઈ નથી હોતું. 

વડાપ્રધાને પોતાની ગરિમા જાળવી રાખી જવાબ આપવાની જરૂર હતી

તેમણે આગળ કહ્યું કે, આજના રાજકારણમાં ઘણું ઝેર છે, વડાપ્રધાને પોતાના પદની ગરિમા જાળવીને ખરેખર એક અલગ મિસાલ રાખવી જોઈતી હતી. જો તેમણે તેમના એક વરિષ્ઠ સાથીદાર રાજકારણીના પત્રનો આદરપૂર્વક જવાબ આપ્યો હોત તો લોકોની નજરમાં તેમની છબી અને પ્રતિષ્ઠા વધી ગઈ હોત. આ અફસોસની વાત છે કે, સરકારના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન આપણા નેતાઓએ આ મહાન પરંપરાઓને નકારી કાઢી છે.


Google NewsGoogle News