ટ્રેન ઉપડે તેના 10 મિનિટ પહેલા મળશે કન્ફર્મ ટિકિટ! જાણો શું છે રેલવેની કરંટ ટિકિટ બુકિંગ સુવિધા
રેલવે દ્વારા મુસાફરો માટે આ એક નવી સુવિધા શરુ કરવામાં આવી છે
ઈમરજન્સીમાં ક્યાંક જવાનું હોય તો તમારે કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર કંફર્મ ટિકિટ મેળવી શકો છો
Image Envato |
તા. 6 નવેમ્બર 2023, સોમવાર
Train Tickets with Current booking system: તહેવારોની સિઝનમાં ટ્રેનની કંફર્મ ટિકિટ મળવી એ નસીબની વાત જેવુ છે. દિવાળી અને છઠ પર્વના સમયે ટ્રેનના કોચ લગભગ ફુલ થઈ ગયા હોય છે. મુસાફરોની ભારે ભીડના કારણે મહિના પહેલા વેઈટિંગ લિસ્ટ શરુ થઈ જાય છે. જો તમે પણ દિવાળી અથવા છઠ પર ઘરે જવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. હવે તમે આસાનીથી ટ્રેનની કંફર્મ ટિકિટ મેળવી શકો છો.
રેલવે દ્વારા મુસાફરો માટે આ એક નવી સુવિધા શરુ કરવામાં આવી છે. રેલવેની આ નવી સુવિધામાં તમને ટ્રેન ચાલે તેના થોડા સમય પહેલા કંફર્મ ટિકિટ મેળવી શકો છો. તમે સ્ટેશનથી ટ્રેનને છુટવાના 10 મિનિટ પહેલા સુધી કંફર્મ ટિકિટ મેળવી શકો છો.
ખૂબ કામની છે આ રેલવેની નવી સુવિધા
તમને જણાવી દઈએ કે રેલવે દ્વારા મુસાફરો માટે કરંટ ટિકિટ (Current Ticket Booking) નામથી નવી સુવિધા શરુ કરવામાં આવી છે. આ સુવિધાની મદદથી તમે કંફર્મ ટિકિટ મેળવી શકો છો. રેલવે દ્વારા આ સુવિધા એ વાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે કે, ટ્રેનની તમામ સીટી ભરાઈ શકે, કોઈ પણ ટ્રેન ખાલી ચાલે.
કોઈ પણ ચાર્જ વગર મળશે કંફર્મ ટિકિટ
કરંટ ટિકિટ સિસ્ટમ (Current booking system) થોડા સમયથી ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. જો તમારે ઈમરજન્સીમાં ક્યાંક જવાનું હોય તો તમારે કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર કંફર્મ ટિકિટ મેળવી શકો છો. જો કે આ સુવિધામા તમને કંફર્મ ટિકિટ મળશે તે વાત પર નિર્ભર રહે છે કે ટ્રેનમાં કેટલી સીટ ખાલી છે. એટલે કે ટ્રેનમાં જે પ્રમાણે સીટો ખાલી હશે તે પ્રમાણે મળી શકશે.
ભારતીય રેલવે દ્વારા દરેક સ્ટેશન પર કરંટ ટિકિટના કાઉન્ટર પણ શરુ કરાયા છે
મહત્વની વાત એ છે કે, રિઝર્વેશન ચાર્ટ બની ગયા પછી પણ તમે ટિકિટ બુક કરી શકો છો. ભારતીય રેલવે દ્વારા દરેક સ્ટેશન પર કરંટ ટિકિટનું કાઉન્ટર પણ ખોલવામાં આવ્યું છે, જ્યાથી તમે તમારી સીટ બુક કરી શકશો.