Get The App

'તમે મુસ્લિમોના દુશ્મન છો, આ બિલ તેનો પુરાવો છે...', વક્ફ બિલ પર અસદ્દુદ્દીન ઓવૈસીનું સરકાર પર નિશાન

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
'તમે મુસ્લિમોના દુશ્મન છો, આ બિલ તેનો પુરાવો છે...', વક્ફ બિલ પર અસદ્દુદ્દીન ઓવૈસીનું સરકાર પર નિશાન 1 - image


Image: Facebook

Waqf Act Amendment Bill: વક્ફ બૉર્ડ બિલ પર ચર્ચામાં ભાગ લેતાં અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં. તેમણે સરકારને કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો. આ બિલ તેનો પુરાવો છે. આ બિલ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે, જે તમામ નાગરિકોને પોતાની આસ્થા માટે સમાન તક આપે છે. આખરે આ બિલને લાવવાની જરૂર જ શું છે. મંદિરોની સમિતિઓમાં કોઈ બિન-હિંદુ નથી તો પછી વક્ફ સંપત્તિમાં તેની શું જરૂર છે. આવું જ તમારી સરકાર ખ્રિસ્તીઓ અને શિખોની સાથે પણ કરી રહી છે. 

યુપીની સહરાનપુર લોકસભા બેઠકથી કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે પણ આ મુદ્દે આકરા પ્રહાર કર્યાં. તેમણે કહ્યું કે આ બિલ કાયદાનું ઉલ્લંઘન કરે છે. બંધારણ વિરુદ્ધ છે. ઇમરાન મસૂદે કહ્યું કે સરકાર તરફથી તર્ક આપવામાં આવી રહ્યો છે કે વક્ફ બૉર્ડ સંસ્થા છે અને આ કોઈ ધાર્મિક સ્થળ નથી. આ વાત ખોટી છે કેમ કે દેશમાં વક્ફ બૉર્ડ જ મસ્જિદો, દરગાહો અને અન્ય મુસ્લિમ સંસ્થાની દેખરેખ કરે છે. તેમની સંપત્તિઓની સારસંભાળ રાખે છે. તેથી આને મુસ્લિમોની ધાર્મિક બાબતોથી અલગ દર્શાવી શકાય નહીં. 

હાર્યા છે, તેથી આવું બિલ લઈ આવ્યા

આ ચર્ચામાં અખિલેશ યાદવે પણ ભાગ લીધો અને કહ્યું કે વક્ફ બૉર્ડમાં કોઈ બિન-મુસ્લિમને સામેલ કરવાનું કારણ શું છે. જો આપણે જિલ્લાધિકારીને જ બધું સોંપી દઈએ તો શું થઈ શકે છે. તમે તેને સમજી શકો છો. એક સ્થળે આવું થયું હતું અને પછી જિલ્લાધિકારીએ શું કર્યું, તમે સૌ જાણો છો. આ બિલ એટલા માટે લવાઈ રહ્યું છે કેમ કે તાજેતરમાં જ આ લોકો હાર્યા છે. પોતાના અમુક કટ્ટર સમર્થકોના તુષ્ટિકરણ માટે આવું બિલ લાવવામાં આવી રહ્યું છે. આ બિલનો ડીએમકે, ટીએમસી, શરદ પવારની એનસીપી જેવી પાર્ટીઓએ પણ વિરોધ કર્યો છે.


Google NewsGoogle News