Get The App

જો તમારી પાસે પણ SBIના આ ક્રેડિટ કાર્ડ છે તો આ જાણી લો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

Updated: May 10th, 2024


Google NewsGoogle News
જો તમારી પાસે પણ SBIના આ ક્રેડિટ કાર્ડ છે તો આ જાણી લો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન 1 - image


SBI Card : જો તમારી પાસે પણ SBI ક્રેડિટ કાર્ડ છે, તો આ સમાચાર તમારા માટે અતિ મહત્ત્વના છે. દેશમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં મોટાભાગના શહેરીજનો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમા શોપિંગ કરવા માંગતા હોય કે પછી કોઈને પૈસા આપવા માંગતા હોય, લોકો ક્રેડિટ કાર્ડનો વધારે ઉપયોગ કરતા હોય છે. કેટલાક લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રિવોર્ડ એકત્ર કરતાં હોય છે. જો કે, હવે  ક્રેડિટ કાર્ડ યુઝર્સને થોડી નિરાશા આવી શકે છે. તમને જણાવી દઈએ કે, ક્રેડિટ કાર્ડ રિવોર્ડને લઈને કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, તેના વિશે જાણીએ.

ક્યારથી થશે આ ફેરફાર 

SBIએ તેના ક્રેડિટ કાર્ડ્સને લઈને રિવોર્ડમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ નવા ફેરફારો જૂન 2024થી અમલમાં આવી જશે. સરકારી વિભાગો સાથે જોડાયેલા વ્યવહારો પર રિવોર્ડનો ફાયદો નહીં મળે. SBIએ તેના 46 ક્રેડિટ કાર્ડ યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. આ 46 કાર્ડ યુઝર્સના રિવોર્ડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

આ 46 ક્રેડિટ કાર્ડના યઝર્સને થશે નુકસાન:

  1. ઓરમ
  2. SBI કાર્ડ એલિટ
  3. SBI કાર્ડ એલિટ એડવાન્ટેજ
  4. SBI કાર્ડ પલ્સ
  5. સિંપલીક્લિક એડવાન્ટેજ SBI કાર્ડ 
  6. SBI કાર્ડ પ્રાઇમ
  7. SBI કાર્ડ પ્રાઇમ એડવાન્ટેજ
  8. SBI કાર્ડ પ્લેટિનમ
  9. SBI કાર્ડ પ્રાઇમ પ્રો
  10. SBI કાર્ડ પ્લેટિનમ એડવાન્ટેજ
  11. ગોલ્ડ એસબીઆઈ કાર્ડ
  12. ગોલ્ડ ક્લાસિક SBI કાર્ડ
  13. ગોલ્ડ ડિફેન્સ SBI કાર્ડ
  14. ગોલ્ડ અને વધુ SBI કાર્ડ
  15. ગોલ્ડ અને વધુ એડવાન્ટેજ SBI કાર્ડ
  16. ગોલ્ડ અને વધુ SBI કાર્ડ
  17. સિંપલીસેવ SBI કાર્ડ 
  18. સિંપલીસેવ કર્મચારી SBI કાર્ડ 
  19. સિંપલીસેવ એડવાન્ટેજ SBI કાર્ડ
  20. ગોલ્ડ અને વધુ ટાઇટેનિયમ SBI કાર્ડ
  21. સિંપલીસેવ પ્રો એસબીઆઈ કાર્ડ
  22. કૃષક ઉન્નતિ SBI કાર્ડ
  23. સિંપલીસેવ મર્ચન્ટ એસબીઆઈ કાર્ડ
  24. સિંપલીસેવ UPI SBI કાર્ડ
  25. SIB SBI પ્લેટિનમ કાર્ડ
  26. SIB SBI સિમ્પલી સેવ કાર્ડ
  27. KVB SBI પ્લેટિનમ કાર્ડ
  28. KVB SBI ગોલ્ડ અને વધુ કાર્ડ
  29. KVB sbi હસ્તાક્ષર કાર્ડ
  30. કર્ણાટક બેંક SBI પ્લેટિનમ કાર્ડ
  31. કર્ણાટક બેંક SBI સિંપલીસેવ કાર્ડ
  32. કર્ણાટક બેંક SBI કાર્ડ પ્રાઇમ
  33. અલ્હાબાદ બેંક SBI કાર્ડ એલિટ
  34. અલ્હાબાદ બેંક SBI કાર્ડ પ્રાઇમ
  35. અલ્હાબાદ બેંક SBI સિમ્પલી સેવ કાર્ડ
  36. સિટી યુનિયન બેંક SBI કાર્ડ પ્રાઇમ
  37. સિટી યુનિયન બેંક સિંપલીસેવ એસબીઆઈ કાર્ડ
  38. સેન્ટ્રલ બેંક SBI કાર્ડ એલિટ
  39. સેન્ટ્રલ બેંક SBI કાર્ડ પ્રાઇમ
  40. સેન્ટ્રલ બેંક સિમ્પલી સેવ એસબીઆઈ કાર્ડ
  41. યુકો બેંક એસબીઆઈ કાર્ડ પ્રાઇમ
  42. યુકો બેંક સિમ્પલી સેવ એસબીઆઈ કાર્ડ
  43. યુકો બેંક એસબીઆઈ કાર્ડ એલિટ
  44. psb sbi કાર્ડ એલિટ
  45. psb sbi કાર્ડ પ્રાઇમ
  46. PSB SBI સિમ્પલી સેવ

આમને પણ થઈ શકે છે નુકશાન 

SBI કાર્ડના એ ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને પણ નુકસાન થઈ રહ્યું છે, જેમને અત્યાર સુધી ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચુકવણી પર રિવોર્ડ પોઈન્ટનો લાભ મળી ચુક્યો છે. SBI કાર્ડ્સ મુજબ અસરગ્રસ્ત કાર્ડ્સ પર ભાડાની ચૂકવણીથી જમા રિવોર્ડ પોઈન્ટ 15 એપ્રિલ, 2024 પછી એક્સપાયર થઈ ગયા છે. એટલે કે, જો તમે પણ SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો અને ભાડાની ચૂકવણી પર રિવોર્ડ પોઈન્ટ્સ મેળવ્યા છે, તો હવે તેનો ઉપયોગ કરો, નહીં તો તે રિવોર્ડ પોઈન્ટ્સ ટૂંક સમયમાં ખતમ થઈ જશે. 


Google NewsGoogle News