અધિકારીઓ સાંભળતા જ નથી...: યોગીના મંત્રીએ વધાર્યું ભાજપનું ટેન્શન, બુલડોઝર સામે ઉઠાવ્યા સવાલ
UP Politics : ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી અને નિષાદ પાર્ટીના વડા સંજય નિષાદે યોગી સરકારના અધિકારીઓ પર સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન સરકારની બુલડોઝર કાર્યવાહીની ટીકા કરતા સંજય નિષાદે કહ્યું હતું કે, 'આ સમયે તમે બુલડોઝરનો ઉપયોગ કરીને લોકોના મકાનો તોડી નાખો છો તો શું તેઓ મત આપશે?' આ સાથે કુકરેલ નદીના કેચમેન્ટ એરિયામાં બનેલા મકાનોને ગેરકાયેદસર જાહેર કરીને લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટીએ રાજ્ય સરકારના આદેશને ધ્યાનમાં રાખીને બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સરકાર દ્વારા કુકરેલ નદીને સુવ્યવસ્થિત કરીને તેના કિનારે રિવરફ્રન્ટ બનાવવાની યોજના છે.
સરકારથી મોટું સંગઠન છે, સંગઠનથી મોટું કોઈ નથી
ગઈ કાલે લખનઉ ખાતે ભાજપ કાર્યસમિતિની યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ આપેલા નિવેદનનું મંત્રી સંજય નિષાદે સમર્થન કરતાં જણાવ્યું હતું કે, 'સરકારથી મોટું સંગઠન છે, સંગઠનથી મોટું કોઈ નથી, દરેક કાર્યકર્તા અમારું ગૌરવ છે. લોકસભાની ચૂંટણી દરમિયાન ક્યાંકને ક્યાંક વહીવટીતંત્રના કારણે NDA ને નુકસાની પહોંચી છે.' લોકસભા ચૂંટણી દરમિયાન વહીવટીતંત્રના કારણે કેટલીક જગ્યાએ એનડીએને નુકસાન થયું છે.
સમય આવતા આવા અધિકારીને પાઠ ભણાવીશું
સંજય નિષાદે જણાવ્યું હતું કે, 'ઉત્તર પ્રદેશના કેટલાક વહીવટીતંત્રના અધિકારીઓ અંદરથી હાથ અને સાયકલના છે. કેટલાય અધિકારીઓએ આપણાં કાર્યકર્તા અને નેતાઓને સન્માન આપ્યું નથી.' તેવામાં નિષાદ પાર્ટીના પ્રમુખે કહ્યું હતું કે, 'સમય આવતા આવા અધિકારીને પાઠ ભણાવીશું.' આ દરમિયા આપણા કાર્યકર્તાઓમાં નકારાત્મક વિચારો ઉભા ન થાય તે માટેના પગલા લેવા પડશે. જ્યારે કેટલીક જગ્યાએ અધિકારીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મતભેદ જોવા મળ્યો હતો. જેમાં અધિકારીઓ દ્વારા તેઓને સન્માન આપી પોતાની મનમાની ચલાવે છે. આમ કરવાથી નિષાદ પાર્ટીને ઘણું નુકસાન થયું હતું.
અમને ઓછામાં ઓછી બે બેઠકો મળવી જોઈએ
ઉત્તર પ્રદેશની 10 બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે નિષાદ પાર્ટીના ચિફ સંજય નિષાદે ભાજપ સામે પોતાના માંગ રાખતા કહ્યું હતું કે, 'અમને ઓછામાં ઓછી બે બેઠકો મળવી જોઈએ. ભાજપ ક્યારે જીતી ન શકે તેવી બેઠક પર અમે ભાજપને જીત અપાવી છે. મિર્ઝાપુરના મઝવા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે, નિષાદ પાર્ટીના વિનોદ કુમાર બિંદ ભદોહીથી સાંસદ બનવાથી મઝવા બેઠક ખાલી થઈ હતી. આમ નિષાદ પાર્ટી NDA નો ભાગ છે.'
ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ દુઃખ વ્યક્ત કર્યુ
ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી. આ પછી વહીવટીતંત્રના કેટલાંય અધિકારીઓ હાથમાં ન હોવાની નેતા અને કાર્યકર્તાઓએ ફરિયાદ કરી હતી. હાલમાં જ યૂપી ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીના પરિવાર સાથે લખનઉ પોલીસના એક સબ ઈન્સ્પેક્ટરે ગેરવર્તન કર્યુ હોવાનો આરોપ લગાવતા રાકેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, 'તેઓ પોતાના પરિવાર સાથે શ્રીનગરથી લખનઉ પરત ફરી રહ્યાં હતા આ દરમિયાન રસ્તામાં ટ્રાફિક પોલીસના સબ ઈન્સ્પેક્ટર આશુતોષ ત્રિપાઠીએ તેમની ગાડી તપાસી હતી, ત્યારે તેમણે હૂટર અને લાઈટ પણ લાગવી ન હતી.'
ફૈઝાબાદ લોકસભા સીટ પર ભાજપની હાર માટે જિલ્લા વહીવટીતંત્રને જવાબદાર
આ પછી ગુસ્સે ભરાયેલા રાકેશ ત્રિપાઠીએ પોતાની કાર પરથી ભાજપનો ઝંડો હટાવી દીધો હતો. આ મામલે ડીજીપીને પત્ર લખીને એસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે, ફરિયાદ પછી સબ ઇન્સ્પેક્ટર આશુતોષ ત્રિપાઠીને લાઇનમાં મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અયોધ્યામાં ભાજપની સમીક્ષા બેઠક દરમિયાન હનુમાનગઢીના મહંત રાજુદાસને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે તકરાર થઈ હતી. જેમાં તેમણે ફૈઝાબાદ લોકસભા સીટ પર ભાજપની હાર માટે જિલ્લા વહીવટીતંત્રને જવાબદાર ઠેરાવ્યું હતું અને પછી તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમાર સાથે બોલાચાલી થઈ હતી.