યુપીમાં હવે 'લવ જેહાદ' પર થશે આજીવન કેદ, યોગી સરકાર લાવી રહી છે કડક કાયદો

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
Yogi Adityanath


Yogi Sarkar On Love Jihad Law : યુપીની યોગી સરકારે લવ જેહાદને લઈને કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જેમાં હવે લવ જેહાદના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવશે. તેવામાં યોગી સરકારે આજે (29 જુલાઈ) ગૃહમાં આ મામલે અંગે બિલ રજૂ કર્યું હતું. ગૃહમાં રજૂ કરાયેલા બીલમાં લવ જેહાદ કેસને લઈને કેટલાક ગુનાની સજા બમણી કરવાની સાથે નવા ગુનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરવા માટે કરાતા ફંડિંગને કાયદાકિય રીતે અપરાધના દાયરામાં લાવવાની તૈયારી છે. ઉલ્લેખનીય છે કે, 2020માં યોગી સરકાર દ્વારા લવ જેહાદને લઈને પહેલો કાયદો બનાવવામાં આવ્યો હતો, ત્યારે આ કાયદાને વધુ કડક બનાવવા માટે બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. જેને આવતીકાલે (30 જુલાઈ) ગૃહમાં પસાર કરવાની તૈયારી છે. 

10 વર્ષ સુધીની સજાની જોગવાઈ

અગાઉ યુપી સરકારે વિધાનસભામાં ધર્મ પરિવર્તન નિષેધ બિલ 2021 પસાર કર્યું હતું. જેમાં 1 થી 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ હતી. આ બિલ હેઠળ માત્ર લગ્ન માટે કરાયેલા ધર્મ પરિવર્તન અને જૂઠું બોલીને કે છેતરપિંડી કરીને થયેલા ધર્મ પરિવર્તનમાં ગુનો ગણવામાં આવતો હતો. આ ઉપરાંત, કેટલાક કિસ્સામાં સ્વૈચ્છિક ધર્મ પરિવર્તન માટે મેજિસ્ટ્રેટને બે મહિના અગાઉ જાણ કરવાની રહે છે. બિલ મુજબ બળજબરીથી અથવા છેતરપિંડીથી ધર્માંતરણ કરવામાં આવશે 1થી 5 વર્ષ સુધીની જેલની સજા કરવાની સાથે 15000 રૂપિયાના દંડની જોગવાઈ હતી. તેવામાં જો કોઈ દલિત યુવતી સાથે આવું બને તો 3થી 10 વર્ષ સુધીની જેલની સજા સાથે 25000 રૂપિયાના દંડની જોગવાઈ હતી.

આ પણ વાંચો : જીવન તો સલામત નહોતું, હવે સલામત ભણતરના હક માટે પણ વિદ્યાર્થીઓની ચીફ જસ્ટિસને આજીજી

ધર્મ પરિવર્તનનો કાયદો બનાવવો એ રાજ્ય સરકારની બાબત

તમને જણાવી દઈએ કે, લવ જેહાદ અંગે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ પણ જણાવવામાં આવ્યું છે કે ધર્મ પરિવર્તનને લઈને કાયદો બનાવવો એ રાજ્ય સરકારની બાબત છે. જેમાં આ પ્રકારના કાયદાને લઈને રાજ્ય સરકારે જ નિર્ણય કરવાનો હોય.

યુપીમાં હવે 'લવ જેહાદ' પર થશે આજીવન કેદ, યોગી સરકાર લાવી રહી છે કડક કાયદો 2 - image


Google NewsGoogle News