'અદબ' માટે વખણાતાં લખનઉમાં મહિલા સાથે છેડતીના વિવાદમાં આખા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સસ્પેન્ડ

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
Rain Harassment in lucknow


Lucknow Rain Harassment: ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના ગોમતીનગરમાં બુધવારે બાઈક પર જતી એક મહિલા પર વરસાદી પાણી છાંટી તેની છેડતી કરનારા એક ટોળાં સામે કોઈ પગલાં નહીં ભરવા બદલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોલીસ અધિકારીઓ સામે ગુસ્સે ભરાયા હતા. તેમણે આ ઘટનામાં ડીસીપી, એડીસીપી, એસીપીની ટ્રાન્સફર કરી દીધી હતી અને આખી પોલીસ ચોકીના સ્ટાફને સસ્પેન્ડ કરી દીધો હતો.

આ પણ વાંચો: ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી, BSFના બે મોટા અધિકારીઓને હટાવાયા, કારણ છે ચોંકાવનારું

યુવાનોના ટોળા કરી મહિલાની છેડતી

લખનઉના ગોમતીનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે રસ્તા પર કેટલાક યુવાનોનું ટોળું રસ્તા પરથી પસાર થતા વાહનો પર પાણી ઉડાડતું હતું. યુવાનોના આ ટોળાએ રસ્તા પરથી પસાર થતી એક બાઈકમાં પાછળ બેઠેલી મહિલા પર પાણી ઉછાળ્યું હતું. એટલું જ નહીં તેમણે મહિલાને બાઈક પરથી નીચે પાડી દીધી હતી અને તેની છેડતી કરી હતી. બુધવારની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સીએમ યોગી આદિત્યનાથ એકશનમાં 

જો કે, આ ઘટના પછી ગોમતીનગર પોલીસ સ્ટેશને યુવાનો વિરુદ્ધ હળવી કલમો સાથે એફઆઈઆર નોંધી હતી. જો કે, તેમાં જાતીય સતામણીના ગૂના સંબંધિત કલમનો સમાવેશ કરાયો નહોતો. આ ઘટના સામે આવતા મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા.

મુખ્ય મંત્રીએ મહિલાની છેડતી કરનારા ગૂનેગારો સામે આકરાં પગલાં લેવાની ચેતવણી આપતા કહ્યું હતું કે, 'અમે ગોમતીનગરની ઘટનાને ગંભીરતાથી લીધી છે. જો કોઈ મહિલા સુરક્ષાને ગંભીરતાથી નહિ લે તો તેને પરિણામ ભોગવવા પડશે.'

આ પણ વાંચો: ક્વોટાની અંદર ક્વોટા મોદી સરકાર માટે સળગતું લાકડું, નીતિશ-નાયડુ માથાનો દુઃખાવો બની શકે

મુખ્ય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, 'અમે આ ઘટનાને અત્યંત ગંભીર માનીએ છીએ. પરિણામે અમે ડીસીપી, પૂર્વ પ્રબલ પ્રતાપ સિંહ, એડીસીપી પૂર્વ અમિત કુમાવત અને ગોમતીનગર વિસ્તારના એસીપી અંશુ જૈનની તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરી દીધી છે તથા ગોમતીનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સહિત બધા જ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. અંતે આ ઘટનામાં પોલીસે વિવિધ સ્થળો પર દરોડા પાડીને 16 યુવાનોની ધરપકડ કરી છે અને હજુ કેટલાક યુવાનોની શોધ ચાલુ છે.

'અદબ' માટે વખણાતાં લખનઉમાં મહિલા સાથે છેડતીના વિવાદમાં આખા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સસ્પેન્ડ 2 - image


Google NewsGoogle News