રાહુલ ગાંધી સામે પરાજય બાદ યોગીના મંત્રીની જાહેરાત, 'એક વર્ષ નહીં કરું કામ, પરિવારને આપીશ સમય'
Image: Facebook
Dinesh Pratap Singh: રાહુલ ગાંધી સામે હાર બાદ યોગી સરકારમાં મંત્રી અને ભાજપ ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ રાયબરેલીની જનતાથી ખૂબ નારાજ થઈ ગયા છે. દિનેશ પ્રતાપ સિંહે રાયબરેલી લોકસભા બેઠકથી હાર્યાના બીજા જ દિવસે એલાન કર્યું કે એક વર્ષ સુધી તે રજા પર રહેશે. રાયબરેલીની જનતાના કાર્યોથી દૂર રહેશે. એ પણ કહ્યું કે આ દરમિયાન જનતા પોતાના કામ રાહુલ ગાંધી પાસે કરાવે. હવે તે પોતાના પરિવારને સમય આપશે. દિનેશ પ્રતાપ સિંહને રાહુલ ગાંધીએ રાયબરેલીમાં 3 લાખથી પણ વધુ વોટથી હરાવ્યાં છે.
ભાજપ ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાના દમ પર ચૂંટણી જીતી નથી. તેમને સમાજવાદી પાર્ટીએ ચૂંટણી જીતાડી છે. આ જીતનો શ્રેય રાહુલ કે પ્રિયંકા અને તેમની માતા સોનિયા ગાંધીને જતો નથી. જો સપા સાથે ન હોત તો તેઓ ક્યારેય રાયબરેલીથી ચૂંટણી જીતી શકત નહીં. હાર જીત તો ચૂંટણીનો ભાગ છે.
તેમણે કહ્યું કે હવે ખૂબ રાજકારણ થઈ ચૂક્યું છે. હવે એક વર્ષ સુધી રાજકારણ ન કરીને પોતાના પરિવારને પોતાનો સમય આપશે. જનતા રાહુલ ગાંધી પાસે પોતાના કામ કરાવશે. તેમણે કહ્યું કે તેમણે જિલ્લાના લોકોના સુખ અને દુ:ખમાં હંમેશા સાથ આપ્યો છે. હવે તેમની જવાબદારી રાહુલ ગાંધીની છે. રાહુલ ગાંધી હવે દર શનિવાર-રવિવાર અહીં બેસે અને જનતાની સમસ્યાઓનું નિરાકરણ લાવે. દેશમાં નરેન્દ્ર મોદીની જ સરકાર બનશે.
દિનેશ પ્રતાપ સિંહ લગભગ એક દાયકાથી રાયબરેલીના રાજકારણમાં કેન્દ્રમાં છે. દિનેશ પ્રતાપ સિંહ ગત ચૂંટણીમાં સોનિયા ગાંધી વિરુદ્ધ ભાજપ તરફથી લડ્યા હતા. આ ચૂંટણીથી પહેલા 2018માં ભાજપમાં સામેલ થયા હતા. આ પહેલા દિનેશ પ્રતાપ સિંહ કોંગ્રેસમાં જ હતા. કોંગ્રેસથી 2010માં અને 2016માં વિધાન પરિષદ સભ્ય બન્યા હતા. દિનેશ પ્રતાપ સિંહે સોનિયા ગાંધી સામે ચૂંટણી લડી. 2022માં તેઓ ભાજપથી ત્રીજી વખત એમએલસી બન્યા અને યોગી સરકારે મંત્રી બનાવ્યા.