જૂની પેન્શન યોજનને લઈને યોગી સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, આ કર્મચારીઓને મળશે લાભ
Government of Uttar Pradesh: જૂની પેન્શન યોજનાને લઈને યોગી સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંગળવારના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્યના નાણા મંત્રી સુરેશ ખન્નાએ ઉત્તરપ્રદેશમાં 28 માર્ચ 2005 પહેલા જાહેર કરેલી નોકરીના કિસ્સામાં અમુક પસંદગી પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવાના પ્રસ્તાવ પર મંજૂરી આપી હતી.
ઉત્તર પ્રદેશમાં કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. જેમાં સરકાર દ્વારા કેટલીક શરતોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની માંગણીઓને માન્ય રાખી હતી. 28 માર્ચ 2005થી પહેલા જાહેર કરેલી નોકરીઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તેવા પસંદ કરેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે.
જાણો કોને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ
યોગી સરકારની સુચના પ્રમાણે, 28 માર્ચ 2005 પછી નોકરીએ લાગેલા તમામ રાજ્યકર્મીઓ નવી પેન્શન યોજનાના દાયરામાં રહેશે. આમ આ તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. નોંધનીય છે કે, 2004 પછી ભારતભરમાં નવી પેન્શન યોજના અમલીકરણમાં આવી છે. તેવામાં ઘણાં બધાં રાજ્યોએ જૂની પેન્શન યોજના પાછી લાવવાની માંગણી કરી હતી. જ્યારે ચૂંટણી વખતે પણ જૂની પેન્શન યોજના એક મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે. ત્યારે સપા અને કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો જોર-શોરથી ઉઠાવ્યો હતો.
જૂની પેન્શન યોજના લાગુ કરવી એ કોઈપણ રાજ્યના સરકારી ખજાના પર ત્રાડ માર્યા સમાન ગણાશે. જેમાં ખાસ કરીને કેન્દ્ર સરકારી આવશ્યક્તા ખૂબ જ જરૂરી રહેશે. પરંતું કેટલીક બિન શાસિત રાજ્યોએ જૂની પેન્શન યોજના શરુ કરવાનો નિર્ણય કર્યો હતો.
જૂની પેન્શન યોજનને લઈને યોગી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ કર્મચારીઓને મળશે લાભ
જૂની પેન્શન યોજનાને લઈને યોગી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંગળવારના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્યના નાણા મંત્રી સુરેશ ખન્નાએ ઉત્તરપ્રદેશમાં 28 માર્ચ 2005 પહેલા જાહેર કરેલી નોકરીના કિસ્સામાં અમુક પસંદગી પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવાના પ્રસ્તાવ પર મંજૂરી આપી હતી.
ઉત્તર પ્રદેશમાં કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. જેમાં સરકાર દ્વારા કેટલીક શરતોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની માંગણીઓને માન્ય રાખી હતી. 28 માર્ચ 2005થી પહેલા જાહેર કરેલી નોકરીઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તેવા પસંદ કરેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે.
જાણો કોને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ
યોગી સરકારની સુચના પ્રમાણે, 28 માર્ચ 2005 પછી નોકરીએ લાગેલા તમામ રાજ્યકર્મીઓ નવી પેન્શન યોજનાના દાયરામાં રહેશે. આમ આ તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. નોંધનીય છે કે, 2004 પછી ભારતભરમાં નવી પેન્શન યોજના અમલીકરણમાં આવી છે. તેવામાં ઘણાં બધાં રાજ્યોએ જૂની પેન્શન યોજના પાછી લાવવાની માંગણી કરી હતી. જ્યારે ચૂંટણી વખતે પણ જૂની પેન્શન યોજના એક મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે. ત્યારે સપા અને કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો જોર-શોરથી ઉઠાવ્યો હતો.
જૂની પેન્શન યોજના લાગુ કરવી એ કોઈપણ રાજ્યના સરકારી ખજાના પર ત્રાડ માર્યા સમાન ગણાશે. જેમાં ખાસ કરીને કેન્દ્ર સરકારી આવશ્યક્તા ખૂબ જ જરૂરી રહેશે. પરંતું કેટલીક બિન શાસિત રાજ્યોએ જૂની પેન્શન યોજના શરુ કરવાનો નિર્ણય કર્યો હતો.
Old Pension Scheme શું છે.
જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકારી હતો. જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી. આમાં કર્મચારી જેટલી બેજિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે તેટલું તેના નિવૃતિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે.
જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે છે, તો તે મુજબ પેન્શનમાં વધારો થશે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલમાં થઇ શકે છે 20 રુપિયા સુધીનો ઘટાડો, બસ એક નિર્ણય લેવાય તે જરુરી
New Pension Scheme શું છે.
2004 થી લાગુ કરવામાં આવેલી ન્યૂ પેન્શન યોજના કુલ જમા રકમ અને રોકાણ પરના વળતર અનુસાર નક્કી કરવામાં આવે છે. આમાં કર્મચારીએ તેના મૂળ પગાર અને ડીએના 10 ટકા પ્રમાણે લાભ મળે છે. 1 મે 2009 થી એનપીએસ યોજના બધા માટે લાગુ કરવામાં આવી હતી. જ્યારે જૂની પેન્શન યોજનામાં કર્મચારીના પગારમાંથી કપાત કરવામાં આવતી ન હતી. આમ હવે, નવી પેન્શન યોજના પ્રમાણે કર્મચારીના પગારમાંથી 10 ટકા કપાત કરાય છે.
વધુ જણાવીએ તો, જૂની પેન્શન યોજનામાં GPF ની સુવિધા આપવામાં આવતી. જેમાં જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ સમયના પગારની અડધા ભાગની રકમ પેન્શન સ્વરૂપે મળતી, જ્યારે હવે નવી પેન્શન યોજનામાં ફિક્સ પેન્શનની કોઈ ગેરેંટી નથી. જૂની પેન્શન યોજનાની ભરપાઈ સરકારી તિજોરીઓમાંથી કરવામાં આવતી હોવાથી એક સુરક્ષિત યોજના હતી. જ્યારે નવી પેન્શન યોજના શેર બજાર પર નિર્ભર હોવાથી તેમાં બજારના આંકડાઓ પ્રમાણે ચુકવણી કરવામાં આવે છે.