Get The App

સંભલમાં હિંસા કરનારાનું આવી બનશે! ચાર રસ્તે લગાવાશે પોસ્ટર, નુકસાનની પણ વસૂલાત થશે

Updated: Nov 27th, 2024


Google News
Google News
Sambhal Violence


Sambhal Violence: ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સરવે મામલે થયેલી અથડામણમાં ચાર લોકોના મોત નીપજ્યા હતાં. આ સરવે વખતે તોડફોડ અને આગચંપીની ઘટના બની હતી, જેમાં અનેક પોલીસકર્મી પણ ઘાયલ થયા હતાં. જો કે, હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. હવે પોલીસ પથ્થરમારો કરનારા અસામાજિક તત્ત્વોને શોધીને ધરપકડ પણ કરી રહી છે. આ તત્ત્વો સામે યોગી સરકારે આકરૂ વલણ અપનાવવાનો આદેશ આપ્યો છે.

યોગી સરકારે કહ્યું છે કે, અમે સંભલમાં પથ્થરમારો કરનારા અસામાજિક તત્ત્વોના પોસ્ટર દરેક ચાર રસ્તા પર લગાવવાનું નક્કી કર્યું છે. અમે તેમની પાસેથી નુકસાનનું વળતર વસૂલવાનો પણ આદેશ આપ્યો છે. જે અસામાજિક તત્ત્વો હજુ ઝડપાયા નથી, તેમની ઓળખ આપનારા માટે ઈનામ પણ જાહેર કરવાનું વિચારાણા હેઠળ છે. સંભલના ગુનેગારોને આકરી સજા આપીને આ પ્રકારનો તણાવ અને તંગદિલીનો માહોલ ઊભો કરનારા માટે એક ઉદાહરણ પૂરું પડાશે.

પોલીસની આકરી કાર્યવાહી

સંભલની શાહી જામા મસ્જિદના સરવે દરમિયાન સર્જાયેલી હિંસામાં મેજિસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા છે. પોલીસે પણ પથ્થરમારો કરનારા 100 લોકોની ઓળખ કરી છે અને અત્યાર સુધી 27 લોકોની ધરપકડ કરી છે. જેમાં બે મહિલાઓ પણ સામેલ છે.

100 લોકોની ઓળખ, બે મહિલા સહિત 27 ઝડપાયા 

બીજી તરફ, સંભલની શાહી જામા મસ્જિદના સરવે દરમિયાન સર્જાયેલી હિંસામાં મેજિસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા છે. પોલીસે પણ પથ્થરમારો કરનારા 100 લોકોની ઓળખ કરી છે, જ્યારે અત્યાર સુધી 27 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં બે મહિલા પણ સામેલ છે.

આ પણ વાંચોઃ સંભલ બાદ અજમેરની દરગાહ પર મંદિર હોવાનો દાવો, હિન્દુ પક્ષની સરવેની માગ, કાલે કોર્ટમાં થશે સુનાવણી

આ અથડામણ મામલે કુલ 12 એફઆઈઆર નોંધાઈ છે. તે અંતર્ગત 14 વર્ષથી માંડી 72 વર્ષના આરોપીઓની ધરપકડ થઈ છે. પોલીસે ગંભીર કલમો લગાવી આકરી કાર્યવાહી હાથ ધરી છે. એફઆઈઆરમાં પોલીસે સાંસદ જિયા ઉર્ર રહમાન બર્ક અને સ્થાનિક ધારાસભ્યના પુત્ર સુહેલ ઈકબાલ પર લોકોને ભડકાવવાનો આરોપ મૂક્યો છે. 

શું હતી સંભલ હિંસાની ઘટના?

કોર્ટે અહીંની જામા મસ્જિદનો બીજી વાર સરવે કરવા આદેશ આપતાં રવિવારે એક ટીમ ત્યાં પહોંચી હતી. જો કે, આ સરવેથી સ્થાનિકો નારાજ હતા અને ધીમે ધીમે લોકો ત્યાં ભેગા થઈ ગયા. આ દરમિયાન અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો. દેખાવકારોએ પોલીસ વાહનોની પણ આગચંપી કરી, જેમાં એસપી, સીઓ સહિત અનેક પોલીસ કર્મી ઘાયલ થયા હતા. આ સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કરવો પડ્યો. 

સંભલમાં હિંસા કરનારાનું આવી બનશે! ચાર રસ્તે લગાવાશે પોસ્ટર, નુકસાનની પણ વસૂલાત થશે 2 - image

Tags :
Yogi-GovernmentSambhal-ViolenceUP-Jama-Mosque

Google News
Google News