Get The App

NCRની જેમ SCRનું થશે નિર્માણ....લખનઉ, કાનપર, રાયબરેલી જેવા શહેરો માટે યુપી સરકારનું નોટિફિકેશન

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
yogi adityanath


Yogi Government in Action Mode to Make SCR: ઉત્તર પ્રદેશની યોગી સરકાર NCR (નેશનલ કેપિટલ રિજન)ની જેમ  SCR (સ્ટેટ કેપિટલ રિજન) વિકસાવવા માટે એક્શન મોડમાં કામ કરી રહી છે. સરકારે SCR માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

યોગી સરકારની આ યોજના 27860 ચોરસ મીટર વિસ્તાર સંપાદિત કરવામાં આવશે. લખનૌ, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, સીતાપુર અને બારાબંકીને SCRમાં સામેલ કરવામાં આવ્યા છે. ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ આ તમામ જિલ્લાઓનો આયોજનબદ્ધ શહેરીકરણ અને વિકાસ કરવામાં આવશે.

સીએમ હશે ઓથોરિટીના ચેરમેન

આ ઓથોરિટીના ચેરમન મુખ્યમંત્રી રહેશે. મુખ્ય સચિવ, વિભાગીય અધિક મુખ્ય સચિવ, વિભાગીય સચિવ, અધિક મુખ્ય સચિવ અને ઘણા મહત્ત્વપૂર્ણ વિભાગોના સચિવો તેના સભ્યો હશે. તમામ 6 જિલ્લાના ડીએમ અને ડેવલપમેન્ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન પણ સભ્ય હશે.

આ ઉપરાંત ભારત સરકાર અને સંરક્ષણ મંત્રાલય દ્વારા નામાંકિત અધિકારીઓ પણ ઓથોરિટીના સભ્યો હશે. SCR ઓથોરિટીના સચિવનું પદ ડિવિઝનલ કમિશનર, લખનૌ પાસે રહેશે. સરકારનું માનવું છે કે, SCR શહેરીકરણ માટે યોગ્ય માળખું તૈયાર કરશે. 

SCRનો નકશો તૈયાર કરવામાં આવશે

આ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરવામાં આવશે. તેની સાથે SCR બનાવવા માટેના ફાયનલ કરવામાં આવેલા વિસ્તારનો નકશો તૈયાર કરવામાં આવશે. જેમાં શિક્ષણ, આરોગ્ય, પુરાતત્વ, ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને પ્રવાસનને પણ ધ્યાનમાં લેવામાં આવશે. 

SCRમાં આ જિલ્લાનો સમાવેશ કરાશે

SCRમાં લખનૌ અને તેની આસપાસના જિલ્લાઓ જેવા કે હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, સીતાપુર અને બારાબંકીને સામેલ કરવામાં આવશે. સીએમ યોગીએ અધિકારીઓને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માસ્ટર પ્લાન તૈયાર કરવાની સૂચના આપી હતી.



Google NewsGoogle News