Get The App

યોગી સરકારની ભેટ : રાજ્યના કર્મચારીઓને તહેવાર ઉપર એડવાન્સ આપશે

Updated: Oct 13th, 2020


Google NewsGoogle News


યોગી સરકારની ભેટ : રાજ્યના કર્મચારીઓને તહેવાર ઉપર એડવાન્સ આપશે 1 - image

લખનઉ, તા. 13 ઓક્ટોબર 2020, મંગળવાર

કેન્દ્ર સરકારની માફક યુપી સરકાર પણ પોતાના કર્મચારીઓને તહેવાર પહેલા એડવાન્સ રકમ આપવાની તૈયારી કરી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના નાણા વિભાગને કર્મચારીઓને કેન્દ્ર સરકાર જેવી યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સોમવારે પોતાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તહેવારના અવસર ઉપર 10000 રુપિયાની વ્યાજ મુકત રકમ એડવાન્સ તરીકે આપવામાં આવશે. અર્થવ્યવસ્થામાં માંગ વધારવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે.

તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રોજગારને લઇને મોટો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે 16 ઓક્ટોબરના રોજ 31 હજાર કરતા પણ વધારે સહાયક શિક્ષકોની નિમણૂંક કરવામાં આવશે. 17 ઓક્ટોબરથી મહિલાઓ અને કિશોરીઓને સુરક્ષા અને સન્માન આપવા માટે મિશન શક્તિ નામનું અભિયાન ચલાવવામાં આવશે. તો ઉત્તર પ્રદેશના નાણામંત્રી સુરેશ ખન્નાએ દિવાળીનું બોનસ પણ સમયસર આપવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. સુરેશ ખન્નાએ જણાવ્યું કે કેન્દ્ર દ્વારા જાહેર થયેલી યોજનાનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી સાથએ ચર્ચા કરીને જલ્દી  અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

જો કેન્દ્રની માફક ઉત્તર પ્રદેશ સરકાર આવી યોજના લાગુ કરશે તો રાજ્યના 16 લાખ કર્મચારીઓને લાભ મળશે. જો આ તમામને 10 હજાર રુપિયા એડવાન્સ આપવામાં આવશે તો સરકારની તિજોરી પર 1600 કરોડ રુપિયાનું ભારણ આવશે. 



Google NewsGoogle News