યોગી મહારાષ્ટ્ર-ઝારખંડમાં વ્યસ્ત, યુપીમાં જ વિદ્રોહથી ભાજપની ચિંતા વધી: ત્રણ બેઠકો પર નુકસાનની આશંકા
Image: Facebook
Uttar Pradesh By Election: લોકસભા ચૂંટણીમાં થયેલા વિદ્રોહથી માત ખાયેલી ભાજપને નવ વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં પણ આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. મતદાન બાદ વિદ્રોહને લઈને મળેલા ઈનપુટે ભાજપના ઉચ્ચ નેતાઓની ચિંતા વધારી દીધી છે. હવે પાર્ટી સ્તરે એ વાતનું આકલન કરવામાં આવી રહ્યું છે કે આનાથી કેટલું નુકસાન થયું છે. વિદ્રોહ કરનારને ચિહ્નિત પણ કરવામાં આવ્યા છે. કુંદરકી, કટેહરી અને ફૂલપુરમાં વિદ્રોહની સૌથી વધુ ફરિયાદો મળી છે. જોકે, ભાજપને શ્રેષ્ઠ પરિણામની આશા છે.
તમામ બેઠકો પર ટિકિટને લઈને ઘણા પૂર્વ સાંસદો-ધારાસભ્યો અને જૂના કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો પરંતુ પાર્ટીએ ટિકિટ આપવામાં ઉતાવળ ન કરીને બેઠક પ્રમાણે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની જાહેરાત કરી હતી. ઘણી બેઠકો પર ટિકિટથી વંચિત લોકો તરફથી આંતરિક વિવાદ કર્યા જવાની વાત સામે આવી છે. મઝવાં, કટેહરી, કુંદરકી અને સીસામઉ બેઠક પર તો ઉમેદવાર જાહેર થયા બાદથી જ તેની ફરિયાદો મળી રહી હતી. તેને રોકવા માટે પાર્ટીના નેતાઓએ પ્રયત્ન પણ કર્યાં.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં બહુમત ન મળે તો પણ સરકાર બનાવી લેશે મહાયુતી? પ્લાન-B તૈયાર
સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી વધુ ફરિયાદો કટેહરી અને કુંદરકી બેઠક પર સામે આવી છે. મઝવાંમાં પાર્ટી સિવાય ભાજપના સહયોગી દળના કાર્યકર્તાઓ તરફથી પણ ખેલ બગાડવાના પ્રયત્નના ઈનપુટ મળ્યા છે. જોકે, સહયોગી દળોના મોટા નેતા સતત આ બેઠકો પર પ્રચાર કરીને એનડીએ ઉમેદવારોને જીતાડવાની અપીલ કરતાં રહ્યાં. તેમ છતાં સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓએ વિદ્રોહ કર્યો.
લોકસભા ચૂંટણીમાં પણ થયું હતું નુકસાન
મનમાની રીતે ઉમેદવારીની પસંદગી પર લોકસભા ચૂંટણીમાં પણ ભાજપમાં વિદ્રોહથી ભાજપને ભારે કિંમત ચૂકવવી પડી હતી. તમામ 80 બેઠકોની જીતનો દાવો કરનારી ભાજપ માત્ર 36 બેઠકો જ જીતી શકી હતી. ચૂંટણી પરિણામને લઈને ભાજપના ઉચ્ચે નેતૃત્વમાં આંતરિક વિદ્રોહ પણ સામે આવ્યો હતો. સરકાર અને સંગઠનની વચ્ચે હારને લઈને હોબાળો પણ થયો હતો. આવી જ સ્થિતિ હવે પેટા ચૂંટણીમાં પણ જોવા મળી છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે અપેક્ષા અનુસાર પરિણામ ન આવ્યું તો પછી ભાજપની અંદર આરોપ-પ્રત્યારોપ જોવા મળી શકે છે.